Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર બીજો ક્રિકેટર બન્યો

જો રૂટે ઘરઆંગણે ભારત સામે 9 ટેસ્ટ સદી ફટકારી છે.
જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર બીજો ક્રિકેટર બન્યો
Advertisement
  • જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર બીજો ક્રિકેટર બન્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસે (25 જૂલાઈ) જો રૂટે શાનદાર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. રૂટે ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં પોતાની સદી ફટકારી દીધી છે. રૂટે 178 બોલ પર પોતાની સદી પૂરી કરી, જેમાં 12 ચોગ્ગા સામેલ છે. રૂટના ટેસ્ટ કરિયરની આ 38મી અને ભારત વિરૂદ્ધ 12મી સદી છે. સાથે જ સતત બીજી ટેસ્ટ મેચમાં રૂટે સદી ફટકારી છે. આનાથી પહેલા તેમને લોર્ડ્સ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 104 રન બનાવ્યા હતા.

જો રૂટે ઘરઆંગણે ભારત સામે 9 ટેસ્ટ સદી ફટકારી છે. ઘરઆંગણે કોઈ પણ ટીમ સામે કોઈ બેટ્સમેન દ્વારા ટેસ્ટ સદી ફટકારવાની આ સૌથી વધુ સંખ્યા છે. આ બાબતે રૂટે ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધા છે. બ્રેડમેને ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે 8 ટેસ્ટ સદી ફટકારી હતી.

Advertisement

જો રૂટ હવે ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. રૂટે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને પાછળ છોડી દીધા છે, જેમણે ભારતીય ટીમ સામે 11 સદી ફટકારી હતી.

Advertisement

ટીમ સામે સૌથી વધુ ટેસ્ટ સદીઓ

19- ડોન બ્રેડમેન (ઓસ્ટ્રેલિયા) વિરુદ્ધ ઈંગ્લેન્ડ
13- સુનિલ ગાવસ્કર (ભારત) વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
12- જેક હોબ્સ (ઈંગ્લેન્ડ) વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
12- સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા) વિરુદ્ધ ઈંગ્લેન્ડ
12- જો રૂટ (ઈંગ્લેન્ડ) વિરુદ્ધ ભારત

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે જો રૂટ હવે બીજા સ્થાને આવી ગયો છે. આ મેચમાં રૂટે પોતાનો 120મો રન બનાવતાની સાથે જ રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો. પોન્ટિંગે ઓસ્ટ્રેલિયા માટે 168 ટેસ્ટ મેચમાં 13378 રન બનાવ્યા હતા. હવે જો રૂટથી ફક્ત ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સચિન તેંડુલકર આગળ છે. તેંડુલકરે 200 ટેસ્ટ મેચમાં 15921 રન બનાવ્યા હતા.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન

15921- સચિન તેંડુલકર (ભારત)
13379*- જો રૂટ (ઇંગ્લેન્ડ)
13378- રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)
13289- જેક્સ કાલિસ (દક્ષિણ આફ્રિકા)
13288- રાહુલ દ્રવિડ (ભારત)
12472- એલિસ્ટર કૂક (ઇંગ્લેન્ડ)
12400- કુમાર સંગાકારા (શ્રીલંકા)
11953- બ્રાયન લારા (વેસ્ટ ઈન્ડિઝ)
11867- શિવનારાયણ ચંદ્રપોલ (વેસ્ટ ઈન્ડિઝ)
11814- મહેલા જયવર્દને (શ્રીલંકા)

જો રૂટ હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સદી લગાવનારા બેટ્સમેનોની યાદીમાં સંયુક્ત રૂપથી ચોથા નંબર પર પહોંચી ગયા છે. જો રૂટે કુમાર સંગકારાના 38 ટેસ્ટ સદીની બરાબરી કરી લીધી છે.

સૌથી વધુ ટેસ્ટ સદીઓ

51- સચિન તેંડુલકર (ભારત)
45- જેક્સ કાલિસ (દક્ષિણ આફ્રિકા)
41- રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)
38- જો રૂટ (ઇંગ્લેન્ડ)
38- કુમાર સંગાકારા (શ્રીલંકા)
36- રાહુલ દ્રવિડ (ભારત)
36- સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા)

જો રૂટે પોતાના ઘરઆંગણે 23મી સદી ફટકારી છે. પોતાના ઘર પર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારવાના બાબતે રૂટ સંયુક્ત રૂપથી પહેલા નંબર પર આવી ચૂક્યા છે. રિકી પોન્ટિંગ, જેક્સ કાલિસ અને મહેલા જયવર્ધને પણ પોતાના ઘર પર ટેસ્ટ ક્રિકેટમાં 23-23 સદી ફટકારી છે.

આ પણ વાંચો- ભારતીય મહિલા ક્રિકેટર VEDA KRISHNAMURTHY ની ખેલમાંથી સંન્યાસની જાહેરાત

Tags :
Advertisement

.

×