Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junior Hockey World Cup : ભારતીય હોકી ટીમે આર્જેન્ટીનાને ધૂળ ચટાવી, કાંસ્ય પદક જીત્યું

જુનિયર હોકી વર્લ્ડ કપ 2025 આર્જેન્ટિના સામેની બ્રોન્ઝ મેડલ મેચમાં, ભારતીય હોકી ટીમ પ્રથમ ત્રણ ક્વાર્ટર માટે ભારે દબાણ હેઠળ રમતી દેખાઈ, અને 2-0 થી પાછળ રહી હતી. અંતિમ ક્વાર્ટરમાં કરો યા મરોની પરિસ્થિતિનો સામનો હતો, અને ટીમ ઇન્ડિયાએ નોંધપાત્ર વાપસી કરી હતી, બાકીના 15 મિનિટમાં મેચ સંપૂર્ણપણે પલટાઇ ગઇ હતી. અંકિત પાલે પેનલ્ટી કોર્નરથી ટીમ ઇન્ડિયા માટે ગોલ ખોલ્યો હતો
junior hockey world cup   ભારતીય હોકી ટીમે આર્જેન્ટીનાને ધૂળ ચટાવી  કાંસ્ય પદક જીત્યું
Advertisement
  • ક્રિકેટ બાદ ભારતની હોકી ટીમે દેશ માટે મોટું સન્માન જીત્યું
  • અંતિમ ક્ષણોમાં આખી બાજી પલટાઇ ગઇ
  • ખેલાડીઓના આત્મ વિશ્વાસથી હારેલી મેચમાં જીત મળી

Junior Hockey World Cup : તમિલનાડુમાં ચાલી રહેલા જુનિયર હોકી વર્લ્ડ કપમાં, ભારતીય ટીમને સેમિફાઇનલમાં જર્મની સામે 5-1 થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ, ટીમ ઇન્ડિયા પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની તક હતી. આજરોજ રમાયેલી બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં, ટીમ ઇન્ડિયાનો સામનો આર્જેન્ટિના સામે થયો હતો, અને ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે, મેચને 4-2 થી જીતીને બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. મેચમાં એક સમયે, ટીમ ઇન્ડિયા નોંધપાત્ર રીતે પાછળ હતી, પરંતુ અંતિમ ક્ષણોમાં તેઓએ બાજી સંપૂર્ણપણે પલટી નાંખી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hockey India (@hockeyindia)

મેચને 2-2 થી બરાબર કરી

જુનિયર હોકી વર્લ્ડ કપ 2025 આર્જેન્ટિના સામેની બ્રોન્ઝ મેડલ મેચમાં, ભારતીય હોકી ટીમ પ્રથમ ત્રણ ક્વાર્ટર માટે ભારે દબાણ હેઠળ રમતી દેખાઈ, અને 2-0 થી પાછળ રહી હતી. અંતિમ ક્વાર્ટરમાં કરો યા મરોની પરિસ્થિતિનો સામનો હતો, અને ટીમ ઇન્ડિયાએ નોંધપાત્ર વાપસી કરી હતી, બાકીના 15 મિનિટમાં મેચ સંપૂર્ણપણે પલટાઇ ગઇ હતી. અંકિત પાલે પેનલ્ટી કોર્નરથી ટીમ ઇન્ડિયા માટે ગોલ ખોલ્યો હતો, અને પછી બીજા, મનમીત સિંહે પણ ગોલમાં રૂપાંતર કર્યું હતું, તથા મેચને 2-2 થી બરાબર કરી હતી.

Advertisement

ત્રણ મિનિટ બાકી હતી ત્યારે સફળ ગોલ કર્યો

મેચ 2-2 થી બરાબરી પર રહેતા, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો આત્મવિશ્વાસ સ્પષ્ટપણે વધ્યો હતો, અને શારદા નંદ તિવારીએ ત્રણ મિનિટ બાકી હતી, ત્યારે ત્રીજા પેનલ્ટી કોર્નરને ગોલ કરીને ટીમને 3-2 ની લીડ અપાવી હતી. બદલામાં, આર્જેન્ટિનાએ તેમના ગોલકીપરને દૂર કરવાનો, અને એક વધારાના ખેલાડી સાથે રમવાનો નિર્ણય કર્યો હતો, જેનો ફાયદો ટીમ ઈન્ડિયાને પણ થયો હતો, અને બીજો ગોલ કરવામાં સફળતા મેળવી હતી, જેથી મેચ 4-2 થી પોતાના પક્ષમાં કરી અને બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત કર્યો હતો. ટીમ ઈન્ડિયા પહેલાથી જ બે વાર જુનિયર હોકી વર્લ્ડ કપ જીતી ચૂકી છે, જે ટુર્નામેન્ટના ઇતિહાસમાં તેનો પહેલો બ્રોન્ઝ મેડલ છે.

Advertisement

આ પણ વાંચો -------  રોહિત શર્મા નંબર 1, કોહલી બીજા ક્રમે! ICC રેન્કિંગમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો

Tags :
Advertisement

.

×