Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જાણો ટેનિસ ખેલાડી રોજર ફેડરરની પ્રેમ કહાની, 9 વર્ષ સુધી ડેટિંગ બાદ કર્યા હતા લગ્ન

રોજર ફેડરર ટેનિસમાં ખૂબ જ સફળ રહ્યો છે, તો તેની લવ સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. ફેડરરે મિર્કા સાથે લગ્ન કર્યા છે, જે તેના કરતા લગભગ ચાર વર્ષ મોટી છે.
જાણો ટેનિસ ખેલાડી રોજર ફેડરરની પ્રેમ કહાની  9 વર્ષ સુધી ડેટિંગ બાદ કર્યા હતા લગ્ન
Advertisement
  • ટેનિસ ખેલાડી રોજર ફેડરરની પ્રેમ કહાની
  • ફેડરરે તેનાથી 4 વર્ષ મોટી મિર્કા સાથે લગ્ન કર્યા હતા
  • ફેડરર અને મિર્કા વચ્ચેનો પ્રેમ સિડની ઓલિમ્પિકમાં ખીલ્યો
  • મિર્કા ટેનિસ ખેલાડી પણ રહી ચૂકી છે

Roger Federer: રોજર ફેડરર ટેનિસમાં ખૂબ જ સફળ રહ્યો છે, તો તેની લવ સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. ફેડરરે મિર્કા સાથે લગ્ન કર્યા છે, જે તેના કરતા લગભગ ચાર વર્ષ મોટી છે. ફેડરર અને મિર્કા વચ્ચેનો પ્રેમ 2000ના સિડની ઓલિમ્પિકમાં ખીલ્યો હતો. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ ફેડરર અને મિર્કાએ 2009માં લગ્ન કર્યા હતા.

ફેડરરની ગણતરી વિશ્વના મહાન ટેનિસ ખેલાડીઓમાં થાય છે

સ્વિત્ઝર્લેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરરે નિવૃત્તિ લઈ લીધી છે. 41 વર્ષના ફેડરરે ટ્વિટર પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને આની જાહેરાત કરી હતી. ફેડરરની ગણતરી વિશ્વના મહાન ટેનિસ ખેલાડીઓમાં થાય છે અને તેના ચાહકો તેને હંમેશા યાદ કરશે.

Advertisement

મિર્કા ટેનિસ ખેલાડી પણ રહી ચૂકી છે

જ્યારે રોજર ફેડર કોર્ટ પર ખૂબ જ સફળ રહ્યો છે, તો તેની લવ સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. ફેડરરે મિર્કા સાથે લગ્ન કર્યા હતા, જે તેના કરતા લગભગ ચાર વર્ષ મોટી છે. ખાસ વાત એ છે કે મિર્કા ટેનિસ ખેલાડી પણ રહી ચૂકી છે. 2002 માં, એક ટુર્નામેન્ટ દરમિયાન, મિર્કાને પગમાં ઈજા થઈ હતી, જેના પછી તેણે હંમેશા માટે ટેનિસ રમવાનુ છોડી દીધુ હતુ.

Advertisement

મિર્કાએ ફેડરરનું દિલ જીત્યુ

ટેનિસ ખેલાડી હોવાના કારણે, ફેડરર મિર્કાને પ્રથમ વખત વર્ષ 1997માં મળ્યો હતો, પરંતુ તેમનો પ્રેમ 2000 સિડની ઓલિમ્પિક દરમિયાન ખીલ્યો હતો. ખાસ વાત એ છે કે, મિર્કા સિડની ઓલિમ્પિકમાં સ્વિટ્ઝરલેન્ડની ટીમ વતી પણ ભાગ લઈ રહી હતી. ઓલિમ્પિક દરમિયાન એક દિવસ ફેડરર ટેનિસ કોર્ટ પર ઊભો હતો ત્યારે તેની નજર મિર્કા પર પડી. આ પહેલો પ્રસંગ હતો જ્યારે મિર્કાએ ફેડરરનું દિલ જીતી લીધુ હતુ.

9 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ ફેડરર અને મિર્કાએ લગ્ન કર્યા

ધીમે ધીમે તેમની મુલાકાત વધવા લાગી. છેવટે, લગભગ 9 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ, ફેડરર અને મિર્કાએ 2009 માં લગ્ન કર્યા. વર્ષ 2009 માં પ્રથમ વખત, ફેડરર જુલાઈ 2009 માં માયલા રોઝ અને ચાર્લીન રીવા નામના જોડિયા બાળકોનો પિતા બન્યો. પછી એક વર્ષ પછી, 2014 માં, મિર્કાએ ફરી એકવાર જોડિયા (લીઓ અને લેની) ને જન્મ આપ્યો. ખાસ વાત એ છે કે, આઠ મહિનાની ગર્ભવતી હોવા છતાં પણ તે એક ટૂર્નામેન્ટમાં ફેડરરને પ્રોત્સાહિત કરતી જોવા મળી હતી.

ફેડરરે તેના પ્રશંસકોનો આભાર માન્યો

ફેડરરે તેની 24 વર્ષની સફરમાં તેના પ્રશંસકો અને હરીફ ખેલાડીઓનો આભાર માન્યો છે. ફેડરરે કહ્યું કે, 41 વર્ષની ઉંમરે તેને લાગે છે કે હવે તેનો ટેનિસ છોડી દેવાનો સમય આવી ગયો છે. ફેડરરે કહ્યું, 'હું 41 વર્ષનો છું. મેં 24 વર્ષમાં 1500થી વધુ મેચો રમી છે. હવે મારે સમજવુ પડશે કે, આ મારી સ્પર્ધાત્મક કારકિર્દીનો અંત છે. ફેડરરે તેની પત્ની મિર્કાનો પણ આભાર માન્યો, જે દર મિનિટે તેની સાથે રહે છે. તેણે લખ્યું, 'તેણે ફાઈનલ પહેલા મને ખૂબ પ્રોત્સાહિત કર્યો હતો, તે સમયે તે 8 મહિનાની ગર્ભવતી હોવા છતાં તેણે ઘણી મેચ જોઈ હતી અને તે 20 વર્ષથી વધુ સમયથી મારી સાથે છે.'

ફેડરરે આઠ વખત વિમ્બલ્ડનનો ખિતાબ જીત્યો

ફેડરરને ગ્રાસ કોર્ટ અને હાર્ડ કોર્ટનો રાજા માનવામાં આવે છે, પરંતુ લાલ કાંકરી એટલે કે ક્લે કોર્ટ પર તેનું પ્રદર્શન એટલું શાનદાર નહોતું. આમ છતાં ફેડરરે એક સમયે ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો. ફેડરરે તેની કારકિર્દીમાં 8 વિમ્બલ્ડન, 6 ઓસ્ટ્રેલિયન ઓપન, પાંચ યુએસ ઓપન અને એક ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યા છે. આ સિવાય તેણે ઓલિમ્પિકમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પણ જીત્યો છે.

આ પણ વાંચો : જસપ્રીત બુમરાહે વર્ષના પહેલા જ દિવસે રચ્યો ઈતિહાસ, રવિચંદ્રન અશ્વિનનો તોડ્યો રેકોર્ડ

Tags :
Advertisement

.

×