ફૂટબોલ ફેન્સ માટે મહત્વના સમાચાર : લિયોનેલ મેસીની આર્જેન્ટિના ટીમનો ભારત પ્રવાસ મોકૂફ!
- લિયોનેલ મેસી અને આર્જેન્ટિનાનો કેરળ પ્રવાસ મોકૂફ (Lionel Messi India Tour)
- લિયોનેલ મેસી અને આર્જેન્ટિના ટીમનો કેરળ પ્રવાસ મોકૂફ
- કોચીમાં 17 નવેમ્બરની ફ્રેન્ડલી મેચ યોજાશે નહીં
- FIFAની મંજૂરીમાં વિલંબ થતાં સ્પોન્સરે જાહેરાત કરી
- મેચ હવે આવતા આંતરરાષ્ટ્રીય સત્રમાં યોજાશે
Lionel Messi India Tour : ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક મોટા નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમ (Argentina Football Team) અને તેના સુપરસ્ટાર કેપ્ટન લિયોનેલ મેસી (Lionel Messi India Visit) હવે આવતા મહિને ભારતના કેરળ રાજ્યનો પ્રવાસ નહીં કરે. આ બહુપ્રતિક્ષિત પ્રવાસના સ્પોન્સર એન્ટો ઓગસ્ટીન (Anto Augustine) એ શનિવારે સત્તાવાર રીતે જાહેરાત કરી કે કોચીમાં પ્રસ્તાવિત ફ્રેન્ડલી મેચ (Kochi Friendly Match) નવેમ્બરની આંતરરાષ્ટ્રીય વિન્ડોમાં યોજાશે નહીં.
અગાઉ, ઓગસ્ટીને કેરળના રમતગમત વિભાગ સાથે મળીને એવી જાહેરાત કરી હતી કે 17 નવેમ્બર (November 17 Friendly Match) ના રોજ આર્જેન્ટિનાની ટીમ મેસીની આગેવાનીમાં કોચીના જવાહરલાલ નેહરુ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (Jawaharlal Nehru International Stadium) માં એક ફ્રેન્ડલી મેચ રમશે. આ જાહેરાત બાદ દેશભરના ફૂટબોલ ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ હવે આ મેચ મોકૂફ રહેતા ચાહકોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
STORY | Argentina’s Kochi friendly match postponed; Messi not visiting Kerala next month
The Argentina football team and star player Lionel Messi will not be visiting Kerala next month, the event's sponsor announced on Saturday.
READ:https://t.co/6rZdxWichW pic.twitter.com/pGsnNcyjjw
— Press Trust of India (@PTI_News) October 25, 2025
ફેસબુક પોસ્ટ દ્વારા કરાઈ સત્તાવાર જાહેરાત – Anto Augustine Statement
એન્ટો ઓગસ્ટીને પોતાની ફેસબુક પોસ્ટ (Anto Augustine Facebook Post) માં લખ્યું કે ફીફા (FIFA) ની મંજૂરી (FIFA Approval Delay) મળવામાં વિલંબ થવાને કારણે, આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશન (AFA) સાથે ચર્ચા કર્યા બાદ અમે નવેમ્બરની આંતરરાષ્ટ્રીય વિન્ડોમાંથી મેચને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મેચ હવે આવતા આંતરરાષ્ટ્રીય સત્ર (Next International Window) માં આયોજિત કરવામાં આવશે, જેની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
કેરળ સરકારને નથી કોઈ સત્તાવાર જાણ – Kerala Sports Minister
જોકે, કેરળ સરકારને આ સ્થગન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સૂચના (Kerala Government Official Statement) મળી નથી. કેરળના રમતગમત મંત્રી વી. અબ્દુરહમાનની ઓફિસના એક અધિકારીએ જણાવ્યું કે વિભાગ આ મામલે ટૂંક સમયમાં સ્પોન્સર્સ અને આયોજકોનો સંપર્ક કરશે અને પરિસ્થિતિની ખાતરી કરશે.
જવાહરલાલ નેહરુ સ્ટેડિયમનું નિરીક્ષણ – Kochi Jawaharlal Nehru Stadium
અગાઉ આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશન (AFA)ના પ્રતિનિધિઓ કોચી પહોંચ્યા હતા અને તેમણે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમની સુવિધાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. આયોજનની તૈયારીઓ પૂરજોશમાં હતી, પરંતુ આ અચાનક આવેલા નિર્ણયથી આયોજકો અને ચાહકો બંનેમાં નિરાશા ફેલાઈ છે. ફૂટબોલ ચાહકો આશા રાખી રહ્યા છે કે લિયોનેલ મેસી અને આર્જેન્ટિનાની ટીમ વહેલી તકે કેરળનો પ્રવાસ કરશે. ચાહકોની નજર હવે નવી તારીખ (Lionel Messi New Match Date) પર ટકેલી છે, જેથી તેઓ તેમના ફૂટબોલ આઇકનને ભારતીય જમીન પર રમતા જોઈ શકે.
આ પણ વાંચો : IND vs AUS 3rd ODI : આજે સન્માન બચાવવા મેદાનમાં ઉતરશે Tema India, Rohit-Kohli ની અંતિમ મેચ..!


