Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lionel Messi retirement : મેદાન પર રડી પડ્યો મેસી, શું મહાન ફૂટબોલર લઈ રહ્યો છે સંન્યાસ છે?

ફૂટબોલના મહાન ખેલાડી લિયોનેલ મેસીએ પોતાના દેશમાં રમાયેલી છેલ્લી ક્વોલિફાયર મેચ બાદ નિવૃત્તિનો સંકેત આપ્યો છે. મેચમાં ગોલ કર્યા બાદ તેઓ ભાવુક થઈ ગયા હતા.
lionel messi retirement   મેદાન પર રડી પડ્યો મેસી  શું મહાન ફૂટબોલર લઈ રહ્યો છે સંન્યાસ છે
Advertisement
  • મહાન ફૂટબોલર લિયોન મેસ્સીએ આપ્યા નિવૃતિના સંકેત (Lionel Messi retirement)
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો મેસ્સીનો વીડિયો
  • ક્વોલિફાયર મેચ બાદ રડી પડ્યો લિયોન મેસ્સી
  • 2026નો વર્લ્ડકપ છેલ્લો હોઈ શકે છે : મેસ્સી

  Lionel Messi retirement : ફૂટબોલના મહાન ખેલાડી લિયોનેલ મેસીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 38 વર્ષના મેસીએ તાજેતરમાં રમાયેલી એક ક્વોલિફાયર મેચ દરમિયાન એવો સંકેત આપ્યો છે કે આ કદાચ તેમના દેશની ધરતી પર રમાયેલી છેલ્લી ક્વોલિફાયર મેચ હોઈ શકે છે. મેચ શરૂ થાય તે પહેલાં જ સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોએ ઊભા થઈને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વાતાવરણ કોઈ મોટા તહેવાર જેવું હતું, જાણે આખો આર્જેન્ટિના પોતાના હીરોને વિદાય આપવા માટે આવ્યો હોય.

મેચના પહેલા જ હાફમાં મેસીએ પોતાની જૂની પ્રતિભા બતાવી. 39મી મિનિટમાં તેમણે એક શાનદાર ગોલ કરીને આર્જેન્ટિનાને સરસાઈ અપાવી. જેવી જ બોલ ગોલપોસ્ટમાં ગયો, સ્ટેડિયમ "મેસી-મેસી"ના નારાથી ગુંજી ઊઠ્યું. આ ભાવુક ક્ષણે મેસીની આંખોમાં આંસુ જોવા મળ્યા, પરંતુ તેમના ચહેરા પર જુસ્સો અને પ્રતિબદ્ધતા સ્પષ્ટ દેખાતી હતી. મેચ પછી મેસીએ પોતે કહ્યું કે આ મુકાબલો તેમના માટે ખૂબ જ ખાસ હતો, કારણ કે આ આર્જેન્ટિનાની ધરતી પર તેમનો છેલ્લો વર્લ્ડ કપ ક્વોલિફાયર હોઈ શકે છે. તેમણે ભાવુકતાથી જણાવ્યું કે આ ક્ષણને વધુ યાદગાર બનાવવા માટે તેમના પત્ની, બાળકો અને પરિવારના અન્ય સભ્યો પણ સ્ટેડિયમમાં ઉપસ્થિત હતા.

Advertisement

Advertisement

2026નો છેલ્લો વર્લ્ડ કપ : મેસ્સી

જોકે મેસીએ પોતાના નિવૃત્તિ વિશે કોઈ સ્પષ્ટ જાહેરાત કરી નથી, પણ તેમણે ઇશારામાં કહી દીધું કે 2026નો વર્લ્ડ કપ તેમની કારકિર્દીનો છેલ્લો મોટો ટુર્નામેન્ટ હોઈ શકે છે. તેમના આ નિવેદન બાદ સાઉથ અમેરિકન ફૂટબોલ કાઉન્સિલ (CONMEBOL)એ સોશિયલ મીડિયા પર તેમની તસવીર શેર કરતા લખ્યું, "ધ લાસ્ટ ડાન્સ ઈઝ કમિંગ" (આખરી ડાન્સ આવી રહ્યો છે). આર્જેન્ટિનાના કોચ લિયોનલ સ્કોલોનીએ પણ મેસીની ભાવનાઓને સમર્થન આપ્યું. તેમણે કહ્યું કે મેસી સાથે કામ કરવું એ તેમના માટે સૌથી ખુશનુમા અનુભવ રહ્યો છે અને ચાહકો પણ આ ક્ષણનો પૂરો આનંદ માણે, કારણ કે મેસી આ સન્માનના સંપૂર્ણ હકદાર છે.

હજુ આખરી નિર્ણય લીધો નથી: મેસ્સી

ભવિષ્યની યોજનાઓ વિશે પૂછવામાં આવતા મેસીએ કહ્યું કે, "મેં પહેલા પણ કહ્યું છે કે મને નથી લાગતું કે હું વધુ એક વર્લ્ડ કપ રમીશ. મારી ઉંમરમાં આ વિચારવું તદ્દન તર્કસંગત છે કે કદાચ હું નહીં રમી શકું." જોકે તેમણે આખરી નિર્ણય લીધો નથી. તેમણે જણાવ્યું કે તેઓ પોતાના શરીર અને મનની સ્થિતિનું દરરોજ મૂલ્યાંકન કરી રહ્યા છે. આ ઘટના ફૂટબોલના ઇતિહાસમાં એક યુગના અંતનો સંકેત આપી રહી છે, જેણે કરોડો ચાહકોને ભાવુક કરી દીધા છે.

આ પણ વાંચો :   Hardik Pandya New Look : નવા અવતારમાં જોવા મળ્યો ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા!

Tags :
Advertisement

.

×