Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ક્રિકેટમાં Lionel Messi ની એન્ટ્રી? વિરાટ અને ધોની સામે રમશે મેચ! જાણો ક્યાં અને ક્યારે રમાશે મેચ

ફૂટબોલની દુનિયાનો મહાન ખેલાડી હવે ક્રિકેટમાં જોવા મળે તેવી શક્યતા જોવા મળી છે અને તેની સાથે ભારતના ક્રિકેટર ધોની, કોહલી અને રોહિત શર્મા મેચ રમે તેવી શક્યતા છે.
ક્રિકેટમાં lionel messi ની એન્ટ્રી  વિરાટ અને ધોની સામે રમશે મેચ  જાણો ક્યાં અને ક્યારે રમાશે મેચ
Advertisement
  • ક્રિકેટના મેદાન પર મેસ્સી?
  • વાનખેડેમાં મેસ્સીનો મેજિકલ ડેબ્યૂ
  • મેસ્સી-કોહલી-ધોની એક જ મેદાન પર!
  • ક્રિકેટમાં મેસ્સી! ડિસેમ્બર માટે મોટી તૈયારી
  • ફૂટબોલના કિંગનો ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રવેશ

Mumbai : ફૂટબોલના મહાન ખેલાડી Lionel Messi ટૂંક સમયમાં ભારતના ક્રિકેટ મેદાન પર જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મેસ્સી ડિસેમ્બર 2025માં ભારતની મુલાકાતે આવવાનો છે. આ દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક ખાસ ક્રિકેટ મેચ યોજાવાની શક્યતા છે, જેમાં તે ભારતીય ક્રિકેટના દિગ્ગજો વિરાટ કોહલી, એમએસ ધોની અને સચિન તેંડુલકર જેવા ખેલાડીઓ સાથે મેદાન પર ઉતરી શકે છે.

આ સંભવિત ઐતિહાસિક ઘટના માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. એક ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીએ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) પાસેથી 14 ડિસેમ્બર માટે વાનખેડે સ્ટેડિયમ બુક કરવાની વિનંતી કરી છે. આયોજકો દ્વારા ભારતીય ક્રિકેટના અન્ય સ્ટાર્સ, જેમ કે રોહિત શર્માને પણ આ સાત ખેલાડીઓની મેચમાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો આ યોજના સફળ થશે, તો ફૂટબોલનો આ સુપરસ્ટાર ક્રિકેટના મેદાન પર પોતાનો જાદુ બતાવતો જોવા મળશે.

Advertisement

MCAના એક અધિકારીના જણાવ્યા અનુસાર, 14 ડિસેમ્બરે વાનખેડે ખાતે આ મેચ યોજાશે. મેસ્સી ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટરો સાથે મેદાન પર ક્રિકેટ રમી શકે છે. આ સમગ્ર કાર્યક્રમનું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, આ મેસ્સીની બીજી ભારત મુલાકાત હશે. આ પહેલા તે 2011માં કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ ફૂટબોલ મેચ રમવા આવ્યો હતો. આ પ્રવાસ દરમિયાન પણ મેસ્સી દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા શહેરોની મુલાકાત લઈ શકે છે.

જ્યાં એક તરફ ચાહકો આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ આર્જેન્ટિના ફૂટબોલ ટીમનો ઓક્ટોબરમાં કેરળમાં બે મૈત્રીપૂર્ણ મેચ રમવાનો પ્રસ્તાવ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.

જો આ તમામ યોજનાઓ સફળ થાય તો, ક્રિકેટના દિગ્ગજો સાથે ફૂટબોલનો 'કિંગ' મેસ્સી એક જ મેદાન પર જોવા મળે તે ક્ષણ ભારતીય ક્રિકેટ અને ફૂટબોલ ચાહકો માટે એક અવિસ્મરણીય અને ઐતિહાસિક અનુભવ બની રહેશે.

આ પણ વાંચો :  ICC T20 Ranking માં ભારતનો નવા સ્ટારનો ઉદય! યુવા ખેલાડીનો કમાલ

Tags :
Advertisement

.

×