ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મનીઝા તલાશે ઓલિમ્પિકમાં કર્યું કંઈક એવું, ઇવેન્ટમાંથી કરાઈ Disqualify

અફઘાન મહિલાઓ માટે મનીઝા તલાશ ઓલિમ્પિકમાં બની અવાજ Free Afghan Women ની કરી માંગ તાલિબાનનો ચહેરો ઓલિમ્પિક મંચ પર બેનકાબ કર્યો Paris Olympic 2024 : વર્ષ 2021માં તાલિબાનના સત્તા પર આવ્યા પછી અફઘાન મહિલાઓ (Afghan Women) ની સ્વતંત્રતાઓ પર...
11:42 PM Aug 10, 2024 IST | Hardik Shah
અફઘાન મહિલાઓ માટે મનીઝા તલાશ ઓલિમ્પિકમાં બની અવાજ Free Afghan Women ની કરી માંગ તાલિબાનનો ચહેરો ઓલિમ્પિક મંચ પર બેનકાબ કર્યો Paris Olympic 2024 : વર્ષ 2021માં તાલિબાનના સત્તા પર આવ્યા પછી અફઘાન મહિલાઓ (Afghan Women) ની સ્વતંત્રતાઓ પર...
Manizha Talash says Free Afghan Women in Paris Olympic 2024

Paris Olympic 2024 : વર્ષ 2021માં તાલિબાનના સત્તા પર આવ્યા પછી અફઘાન મહિલાઓ (Afghan Women) ની સ્વતંત્રતાઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધોએ દુનિયાને ચોંકાવી દીધા હતા. આવા સમયે, અફઘાનિસ્તાનની પ્રથમ મહિલા બ્રેકડાન્સર મનીઝા તલાશે સમગ્ર સંઘર્ષને દુનિયા સમક્ષ લાવવા માટે પેરિસ ઓલિમ્પિક 2024માં એક અનોખો પ્રદર્શન કર્યું હતું.

પેરિસ ઓલિમ્પિકમાં 'Free Afghan Women' ની માંગ

પેરિસ ઓલિમ્પિકમાં રેફ્યુજી ઓલિમ્પિક ટીમના સભ્ય તરીકે ભાગ લેતાં મનીઝાએ તેના બ્રેકડાન્સ રૂટિન દરમિયાન પોતાના આછા વાદળી સ્કાર્ફ પર મોટા સફેદ અક્ષરોમાં ‘Free Afghan Women’ લખ્યું હતું. આનાથી તાલિબાન શાસન હેઠળ અફઘાન મહિલાઓની દુર્દશા વિશ્વ સમક્ષ આવી ગઈ હતી. મનીઝાનો આ પ્રયાસ જો કે નિષ્ફળ ગયો હતો. ઓલિમ્પિક ચાર્ટરના નિયમ 50 અનુસાર કોઈપણ ઓલિમ્પિક સ્થળ અથવા વિસ્તારમાં રાજકીય, ધાર્મિક અથવા વંશીય પ્રચારની પરવાનગી નથી. આ કારણે મનીઝાને અયોગ્ય ઠેરવવામાં આવી હતી. જોકે, મનીઝાના આ પ્રયાસને સોશિયલ મીડિયા પર ખૂબ જ સમર્થન મળ્યું હતું. લોકોએ તેની હિંમત અને અવાજ ઉઠાવવાની હિંમતની પ્રશંસા કરી હતી.

મનીઝા કોણ છે?

મૂળ કાબુલની રહેવાસી મનીઝાએ તાલિબાન સત્તા પર આવ્યા પછી અફઘાનિસ્તાન છોડીને સ્પેનમાં આશ્રય લીધો હતો. પેરિસ ઓલિમ્પિકમાં તેણે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું પૂરું કર્યું હતું. વળી, તે અફઘાન મહિલાઓના અવાજ તરીકે વિશ્વ સમક્ષ આવી હતી.

તાલિબાન સત્તા પર પાછી ફરતા શું છે સ્થિતિ ?

વર્લ્ડ ડાન્સસ્પોર્ટ ફેડરેશને શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તલાશને તેના પોશાક પર રાજકીય સ્લોગન દર્શાવવા માટે અયોગ્ય ઠેરવવામાં આવી હતી." ઓગસ્ટ 2021 માં તાલિબાન સત્તા પર પાછા ફરી ત્યારથી, અફઘાન મહિલાઓને સખત પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો છે. ગર્લ્સ હાઈસ્કૂલ બંધ કરી દેવામાં આવી છે, મહિલાઓને પુરૂષ વાલી વિના મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને ઉદ્યાનો, જીમ અને અન્ય જાહેર સ્થળોની ઍક્સેસ ખૂબ મર્યાદિત છે. IOC એ અફઘાન એથ્લેટ્સને રેફ્યુજી ઓલિમ્પિક ટીમ હેઠળ ભાગ લેવાની મંજૂરી આપતાં સ્પષ્ટ કર્યું છે કે પેરિસ ગેમ્સ માટે કોઈ તાલિબાન અધિકારીને માન્યતા આપવામાં આવી નથી, જે શાસનની દમનકારી નીતિઓ વિરુદ્ધનું પગલું છે.

આ પણ વાંચો:  એક સપ્તાહમાં Bronze Medal નો ઉતર્યો રંગ, American athlete એ કર્યો દાવો

Tags :
2024 Paris Olympic Games2024 Paris OlympicsAfghanAfghan refugee athleteAfghan WomenAfghan Women FightingBreak dancingbreakdancing at Paris OlympicsFree Afghan WomenGlobal SolidarityGujarat FirstHardik Shahhuman rightsIOCManizha TalashMonezaTalashNo To TalibanOlympic ProtestOlympic SpiritParis olympic 2024PARIS OLYMPICS 2024Refugee OlympicsSports For Human RightsStand With Afghan WomentalibanWomen Against Oppressionwomen empowermentWomen Rights
Next Article