Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MCA નો ઐતિહાસિક નિર્ણય! વાનખેડે સ્ટેડિયમમાં Dilip Vengsarkar ની પ્રતિમા સ્થાપિત થશે

Dilip Vengsarkar : મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા 8 ઓક્ટોબરના રોજ એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જેણે મુંબઈ અને ભારતીય ક્રિકેટના એક દિગ્ગજ ખેલાડીને કાયમી સન્માન અર્પણ કર્યું છે.
mca નો ઐતિહાસિક નિર્ણય  વાનખેડે સ્ટેડિયમમાં dilip vengsarkar ની પ્રતિમા સ્થાપિત થશે
Advertisement
  • વાનખેડે સ્ટેડિયમમાં Dilip Vengsarkar ની પ્રતિમા સ્થાપિત થશે
  • MCA નો ઐતિહાસિક નિર્ણય: દિલીપ વેંગસરકરને અનોખું સન્માન
  • ‘કર્નલ’ વેંગસરકરને વાનખેડેમાં કાયમી સ્થાન મળશે
  • વાનખેડેમાં ઉભી રહેશે દિલીપ વેંગસરકરની પ્રતિમા, MCA નો મોટો નિર્ણય

Dilip Vengsarkar : મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા 8 ઓક્ટોબરના રોજ એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જેણે મુંબઈ અને ભારતીય ક્રિકેટના એક દિગ્ગજ ખેલાડીને કાયમી સન્માન અર્પણ કર્યું છે. MCA એ જાહેરાત કરી છે કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ભારતીય ક્રિકેટના સિલેક્શન કમિટીના પૂર્વ અધ્યક્ષ દિલીપ વેંગસરકર (Dilip Vengsarkar) ની આદિકદની (પ્રતિમા) સ્ટેચ્યુ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સ્થાપિત કરવામાં આવશે.

વાનખેડે ખાતે 'કર્નલ'નું સન્માન

દિલીપ વેંગસરકર, જેમને ક્રિકેટ જગતમાં પ્રેમથી 'કર્નલ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની પ્રતિમા વાનખેડે સ્ટેડિયમમાં સ્થાપિત થવાથી, તેઓ સચિન તેંડુલકર અને અન્ય મહાન મુંબઈના ખેલાડીઓની યાદીમાં જોડાશે. MCA ના આ સન્માન પાછળનું મુખ્ય કારણ ભારતીય ક્રિકેટમાં વેંગસરકરનું ઉત્કૃષ્ટ યોગદાન છે. જણાવી દઇએ કે, આ નિર્ણય MCA ની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં સર્વાનુમતે લેવામાં આવ્યો હતો, જે મુંબઈના ક્રિકેટ ઈતિહાસમાં વેંગસરકરના અપ્રતિમ યોગદાનને દર્શાવે છે.

Advertisement

Advertisement

Dilip Vengsarkar ની કારકિર્દીના મુખ્ય આંકડાઓ:

  • ટેસ્ટ મેચ: 116 (1976 થી 1992)
  • વનડે મેચ: 129
  • કુલ રન (ટેસ્ટ): 6868 (સરેરાશ 42.13) – 17 સદી અને 35 અડધી સદી સહિત.
  • કુલ રન (વનડે): 3,508 – એક સદી અને 23 અડધી સદી સહિત.
  • તેમણે 10 ટેસ્ટ અને 18 વનડેમાં ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું.

આ નિર્ણયને સમર્થન આપતા MCA ના પ્રમુખ અજિંક્ય નાઈકે જણાવ્યું હતું કે, "વાનખેડે ખાતે દિલીપ વેંગસરકર (Dilip Vengsarkar) ની પ્રતિમા સ્થાપિત કરવી એ મુંબઈના મહાન ક્રિકેટરોમાંના એકનું સન્માન કરવાનો એક યોગ્ય માર્ગ છે." વેંગસરકરને જૂન 2025 માં ભૂતપૂર્વ ભારતીય મહિલા કેપ્ટન ડાયના એડુલજી સાથે MCAના ક્રિકેટ સલાહકાર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

MCA એ ક્લબ સબસિડીમાં વધારો કર્યો

MCA એ આ ઐતિહાસિક નિર્ણયની સાથે સાથે પોતાની સામાજિક જવાબદારી નિભાવતા એક મહત્ત્વની જાહેરાત પણ કરી હતી. મહારાષ્ટ્રના ખેડૂતોના સમર્થનમાં, MCA એ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ₹1 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, મુંબઈના ખેલાડીઓએ પણ આ શુભ અભિયાનમાં જોડાવાનો નિર્ણય કર્યો છે અને તેઓ સામૂહિક રીતે ₹25 લાખનું યોગદાન આપશે. આમ, MCA અને ખેલાડીઓ દ્વારા કુલ ₹1.25 કરોડનું મહત્ત્વપૂર્ણ દાન ખેડૂતોની મદદ માટે આપવામાં આવશે. MCA પ્રમુખ અજિંક્ય નાઈકે કહ્યું કે, "ખેડૂતો અને ફિલ્ડ ક્લબને અમારો ટેકો MCA ના સમુદાય સાથેના ઊંડા જોડાણને પ્રતિબિંબિત કરે છે."

આ પણ વાંચો :  મેદાનમાં જ જોવા મળ્યા ફિલ્મી દ્રશ્યો! Prithvi Shaw એ બેટ લઇ આ ખેલાડીને દોડાવ્યો, જુઓ Video

Tags :
Advertisement

.

×