Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mohammad Rizwanએ હાથમાં માળા પકડીને ભારત સામે કર્યો ટોટકો? જુઓ VIDEO

પાકિસ્તાન કેપ્ટન જીત માટે યુક્તિ વાપરી સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હાથમાં માળા પકડીને ભારત સામે કર્યો ટોટકો Mohammad Rizwanરવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જ્યાં ભારતીય ટીમે એકતરફી મેચમાં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. આ...
mohammad rizwanએ હાથમાં માળા પકડીને ભારત સામે કર્યો ટોટકો  જુઓ video
Advertisement
  • પાકિસ્તાન કેપ્ટન જીત માટે યુક્તિ વાપરી
  • સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો
  • હાથમાં માળા પકડીને ભારત સામે કર્યો ટોટકો

Mohammad Rizwanરવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જ્યાં ભારતીય ટીમે એકતરફી મેચમાં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. આ સમય દરમિયાન, પાકિસ્તાન ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાને (mohammad rizwan)ટીમની જીત માટે જે યુક્તિ વાપરી હતી તે પણ કામ ન આવી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો. જ્યાં રિઝવાન હાથમાં માળા લઈને બેઠો હતો તે જોવા મળ્યું. તસ્બીહ એ મુસ્લિમ ધર્મ સાથે સંકળાયેલ એક પવિત્ર માળા છે જે સામાન્ય રીતે મુસ્લિમ ધાર્મિક ગુરુઓના હાથમાં જોવા મળે છે.

પાકિસ્તાનની બેટિંગ દરમિયાન આ વીડિયો વાયરલ

પાકિસ્તાન ટીમના કેપ્ટન રિઝવાને (mohammad rizwan)ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જે બાદ બાબર આઝમ અને ઈમામ ઉલ હકની જોડી ઓપનિંગ માટે મેદાનમાં આવી. આ દરમિયાન એવું જોવા મળ્યું કે રિઝવાન ડ્રેસિંગ રૂમમાં માળા લઈને બેઠો હતો

Advertisement

Advertisement

આ પણ  વાંચો -ICC Champions Trophy 2025 પર આતંકીઓની નજર! પાકિસ્તાનની વધી ચિંતા

કોમેન્ટેટર આકાશ ચોપરા શું કહ્યું?

જે પછી કોમેન્ટેટર આકાશ ચોપરા કહે છે કે રિઝવાન કંઈક કરી રહ્યો છે. તેને પૂછ્યું કે તેના હાથમાં શું છે? કોમેન્ટેટર અને ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી વહાબ રિયાઝે આનો જવાબ આપ્યો. તેને કહ્યું કે આ એક માળા છે. રિયાઝે તસ્બીહનું ધાર્મિક મહત્વ વધુ સમજાવ્યું. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ  વાંચો -IND vs PAK : પાકિસ્તાનની હાર દેખાતા ફેન્સે કરી એવી હરકત કે થઇ ગયો સોશિયલ મીડિયામાં વાયરલ

કોહલીની સદી સામે પાકિસ્તાનનો પરાજય

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ભારતીય ટીમને 242 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, ભારતે આ લક્ષ્ય ફક્ત 42.3 ઓવરમાં પ્રાપ્ત કરી લીધું. આ દરમિયાન વિરાટ કોહલી(Kohli)એ શાનદાર અણનમ સદીની ઈનિંગ્સ રમી. કોહલીએ 111 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 100 રન બનાવ્યા. કોહલીએ શરૂઆતથી જ પાકિસ્તાની બોલરો પર પ્રભુત્વ જમાવ્યું. કોહલી સતત સિંગલ્સ અને ડબલ્સ ચોરીને ફિલ્ડરો પર દબાણ પણ બનાવી રહ્યો હતો. તેની જબરદસ્ત બેટિંગનો જવાબ કોઈ બોલર પાસે ન હતો. આ દરમિયાન કોહલીએ ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી અને ટીમ ઈન્ડિયાની જીત પર મહોર લગાવી.

Tags :
Advertisement

.

×