Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mohammed Siraj એ હાંસલ કરી મોટી સિદ્ધિ, વર્ષ 1993 બાદ પહેલીવાર થયું આવું

મોહમ્મદ સિરાજની શાનદાર બોલિંગ સિરાજે  70 રન આપીને 6 વિકેટ લીધી એજબેસ્ટનમાં 32 વર્ષ પછી હાંસલ થઈ આ સિદ્ધિ ઈંગ્લેન્ડ સામે ભારત પાસે છે મોટી લીડ Mohammed Siraj record : ભારત અને ઈંગ્લેન્ડ ( india vs england)વચ્ચે બીજી ટેસ્ટ...
mohammed siraj એ હાંસલ કરી મોટી સિદ્ધિ  વર્ષ 1993 બાદ પહેલીવાર થયું આવું
Advertisement
  • મોહમ્મદ સિરાજની શાનદાર બોલિંગ
  • સિરાજે  70 રન આપીને 6 વિકેટ લીધી
  • એજબેસ્ટનમાં 32 વર્ષ પછી હાંસલ થઈ આ સિદ્ધિ
  • ઈંગ્લેન્ડ સામે ભારત પાસે છે મોટી લીડ

Mohammed Siraj record : ભારત અને ઈંગ્લેન્ડ ( india vs england)વચ્ચે બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ વચ્ચે ભારત પાસે 244 રનની લીડ છે. ભારતીય ટીમ પહેલા બેટિંગ કરતાં 587 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડની ટીમને પહેલી ઈનિંગમાં 407 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધી.મોહમ્મદ સિરાજે શાનદાર પ્રદર્શન કર્યું અને 19.3 ઓવરમાં 70 રન આપીને 6 વિકેટ લીધી. સિરાજે અત્યાર સુધી 37 ટેસ્ટ મેચ રમી છે અને તેમાં તેને 102 વિકેટ મેળવી છે. સિરાદે ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરતાં કરિયરમાં ચોથી વખત પાંચ (Mohammed Siraj new record )વિકેટ મેળવી.મોહમ્મદ સિરાજે આ પહેલા ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામે 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેને ઓસ્ટ્રેલિયા સામે 4 વર્ષ પહેલા બ્રિસ્બેનમાં પહેલીવાર એક ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી.

એજબેસ્ટનમાં 32 વર્ષ પછી હાંસલ થઈ આ સિદ્ધિ

ટીમ ઈન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને એજબેસ્ટન ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આ મેચમાં બધી આશાઓ મોહમ્મદ સિરાજ પર છે. સિરાજે પણ પહેલી ઈનિંગમાં ફેન્સને અપેક્ષાઓ પર ખરો ઉતર્યો. તેને પહેલી ઈનિંગમાં શાનદાર બોલિંગ કરી અને 6 વિકેટ લીધી. 1993 પછી આ પહેલી વાર છે જ્યારે કોઈ મુલાકાતી ટીમના બોલરે એજબેસ્ટન મેદાન પર 6 વિકેટ લીધી હોય. આ સિવાય સિરાજ એજબેસ્ટન ખાતે 5 વિકેટ લેનાર પાંચમો બોલર બન્યો છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -IND vs ENG 2nd Test : ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર થયો આવો ચમત્કાર! જાણીને તમે ચોંકી જશો

મોહમ્મદ સિરાજની શાનદાર બોલિંગ

જુલાઈ 2023માં મોહમ્મદ સિરાજે વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર બોલિંગ પ્રદર્શન કરતાં 5 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે ત્યારબાગ જાન્યુઆરી 2024માં સાઉફ આફ્રિકા સામે માત્ર 15 રન આપીને 6 વિકેટ લીધી હતી. તે તેના ટેસ્ટ કરિયરનો અત્યાર સુધીનો સૌથી સારો સ્પેલ છે. હવે તેને ઈંગ્લેન્ડ સામે શાનદાર બોલિંગ કરીને પોતાની તાકાત બતાવી છે.

આ પણ  વાંચો -Shubman Gillએ તોડ્યો વિરાટ કોહલીનો મહાન રેકોર્ડ, આવું કરનાર પહેલો ભારતીય બન્યો

જોશ ટંગ જેવા ખેલાડીઓને પણ આઉટ કર્યા.

તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ સામે સિરીઝની બીજી મેચમાં ઓપનર જેક ક્રોલીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આ સિવાય તેને જો રૂટ અને બેન સ્ટોક્સ જેવા દિગ્ગજ બેટ્સમેનને આઉટ કર્યા. હૈદરાબાદમાં જન્મેલાં આ ફાસ્ટ બોલરે પોતની ઘાતક બોલિંગના આધારે શોએબ બશીર, બ્રાયડન કાર્સ અને જોશ ટંગ જેવા ખેલાડીઓને પણ આઉટ કર્યા.

ઈંગ્લેન્ડ સામે ભારત પાસે છે મોટી લીડ

ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં સ્કોરબોર્ડ પર 587 રન બનાવીને પોતાની પકડ મજબૂત બનાવી લીધી. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ બેટિંગ કરવા ઉતરી, ત્યારે માત્ર 85 રનની અંદર જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ હેરી બ્રુક અને જેમી સ્મિથે શાનદાર બેટિંગ કરીને ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગને મેચમાં પરત લાવી પરંતુ ઈંગ્લિશ ટીમ 407 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ભારતે બીજી ઈનિંગમાં ત્રીજો દિવસ સમાપ્ત થાય ત્યાં સુધી 1 વિકેટ ગુમાવીને 64 રન બનાવ્યા. ભારત પાસે અત્યારે 244 રનની લીડ છે.

Tags :
Advertisement

.

×