Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mohammed Siraj નું નામ વિશ્વ ક્રિકેટમાં ગૂંજ્યું, ઓવલના મેદાનમાં પર રચ્યો ઇતિહાસ

સિરાજે ભારતની બહાર ટેસ્ટ મેચોમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. ડિસેમ્બર 2020 માં ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યા પછી, સિરાજે ઓસ્ટ્રેલિયામાં 8 ટેસ્ટ રમી છે અને 33 બેટ્સમેનોને આઉટ કર્યા છે
mohammed siraj નું નામ વિશ્વ ક્રિકેટમાં ગૂંજ્યું  ઓવલના મેદાનમાં પર રચ્યો ઇતિહાસ
Advertisement
  • મોહમ્મદ સિરાજે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં વધુ એક મોટી સિદ્ધિ
  • ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 100 વિકેટની સિદ્ધિ હાંસલ કરી
  • સિરાજે આ 5 મેચની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન 

Mohammed Siraj : ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં (Mohammed Siraj Completes Century of wickets,)વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે લંડનના કેનિંગ્ટન ઓવલ (OvalTest)ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડ સામે અનોખી સદી પૂર્ણ કરી, જેનાથી તે આ સિદ્ધિ મેળવનાર ભારતનો 7મો ફાસ્ટ બોલર બન્યો. સિરાજે (Mohammed Siraj)આ 5 મેચની શ્રેણીમાં શાનદાર બોલિંગ કરી છે. જ્યારે પણ કેપ્ટન શુભમન ગિલે તેને બોલ આપ્યો છે, ત્યારે સિરાજે વિકેટ લીધી છે. સિરાજ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

Advertisement

Advertisement

સિરાજે  સદી પૂર્ણ કરી

વાસ્તવમાં, મોહમ્મદ સિરાજે ટેસ્ટ ક્રિકેટમાં ઘરઆંગણે રમતી વખતે વિકેટની સદી પૂર્ણ કરી છે. તેણે જેક ક્રાઉલીની વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી હતી. ઓવલ મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચ ભારતની બહાર તેની 27મી ટેસ્ટ હતી, જેમાં તેણે 100 વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી. આ સાથે, તે કપિલ દેવ, જવાગલ શ્રીનાથ, ઝહીર ખાન, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ પછી વિદેશી ધરતી પર 100 થી વધુ વિકેટ લેનાર 7મો ભારતીય ઝડપી બોલર બન્યો.#OvalTest

આ પણ  વાંચો -IND vs ENG 5th Test : રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત

સિરાજ વિદેશમાં રાજ કરી રહ્યો છે

સિરાજે ભારતની બહાર ટેસ્ટ મેચોમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. ડિસેમ્બર 2020 માં ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યા પછી, સિરાજે ઓસ્ટ્રેલિયામાં 8 ટેસ્ટ રમી છે અને 33 બેટ્સમેનોને આઉટ કર્યા છે. ઇંગ્લેન્ડમાં, તેણે 11 ટેસ્ટ મેચમાં 42 વિકેટ લીધી છે અને દક્ષિણ આફ્રિકામાં, તેણે ચાર મેચમાં 12 વિકેટ લીધી છે. #MohammedSiraj

આ પણ  વાંચો -સિરાજની એક ભૂલથી ટીમ ઇન્ડિયાના હાથમાંથી નિકળી એક મોટી તક!

ભારતની બહાર સૌથી વધુ વિકેટ કોણે લીધી છે?

ભારત માટે વિદેશી ધરતી પર સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે. આ મહાન સ્પિનરે 18 વર્ષના કરિયરમાં વિદેશી ધરતી પર 69 ટેસ્ટ મેચ રમી અને 269 બેટ્સમેનોને આઉટ કર્યા. તેમના પછી કપિલ દેવનો નંબર આવે છે, જેમણે 66 ટેસ્ટ મેચમાં 215 વિકેટ લીધી. ઝહીર ખાન વિદેશમાં ભારતના ત્રીજા સૌથી સફળ બોલર છે. તેમણે 54 ટેસ્ટમાં 207 વિકેટ લીધી હતી.

અવે ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ

  • અનિલ કુંબલે - 269
  • કપિલ દેવ - 215
  • ઝહીર ખાન - 207
  • ઈશાંત શર્મા - 207
  • જસપ્રિત બુમરાહ - 172
  • રવિચંદ્રન અશ્વિન - 154
  • મોહમ્મદ શમી - 153
  • હરભજન સિંહ - 152
  • બિશેન સિંહ બેદી - 129
  • જવાગલ શ્રીનાથ - 128
  • ભાગવત ચંદ્રશેખર - 100
  • મોહમ્મદ સિરાજ - 100*
Tags :
Advertisement

.

×