એશિયા કપ ટ્રોફી વિવાદ: PCB ચીફ મોહસિન નકવીની નવી શરત, BCCIનું વૉકઆઉટ
- ACC પ્રમુખે એશિયા કપની ટ્રોફી પરત આપવા મૂકી શરત (Mohsin Naqvi Asia Cup)
- એશિયા કપની ઓફિસમાં સૂર્યકુમાર યાદવ ટ્રોફી લેવા આવે
- દુબઈમાં ટ્રોફી આપવા માટે યોજાશે શાનદાર કાર્યક્રમ
- મોહસીન નકવીની શરત અંગે BCCIએ વોકઆઉટ કર્યું
Mohsin Naqvi Asia Cup : એશિયા કપ 2025 જીત્યા બાદ ભારતીય ટીમને ટ્રોફી ન આપવા બદલ વિવાદમાં આવેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ અને ACC પ્રમુખ મોહસિન નકવી પોતાની હરકતોમાંથી બાઝ આવી રહ્યા નથી. BCCI દ્વારા ટ્રોફી પરત કરવા માટેની સ્પષ્ટ માંગણી છતાં, નકવીએ જિદ્દ પકડી રાખી છે અને હવે તેમણે એક નવી શરત રજૂ કરી છે.
ટ્રોફી પરત કરવાની વાતને નકવી પોતાની બેઇજ્જતી સાથે જોડી રહ્યા છે, જેને કારણે તેઓ સતત ટ્રોફી સોંપવામાં આનાકાની કરી રહ્યા છે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ નકવીને ટ્રોફી તાત્કાલિક પરત કરવા માટે સ્પષ્ટ અપીલ કરી હતી.
મોહસિન નકવીની નવી શરત શું છે?
રાજીવ શુક્લાની અપીલને નકારતા મોહસિન નકવીએ હવે માંગ કરી છે કે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટ્રોફી સ્વીકારવા માટે આવવું પડશે. નકવીનું કહેવું છે કે, સૂર્યકુમાર યાદવ ACC ઓફિસમાં એક ઔપચારિક કાર્યક્રમમાં આવીને તેમના હાથથી ટ્રોફી અને મેડલ લઈ શકે છે. આ નવી શરત ઉમેરીને નકવીએ ફરી એકવાર આ વિવાદને લંબાવ્યો છે અને ટ્રોફી પરત કરવામાં વિલંબ કરી રહ્યા છે.
Rajiv Shukla at ACC meeting: “Hand us the Asia Cup trophy”
Mohsin Naqvi: “Sure, just ask your captain Surya Kumar Yadav to come to my office and collect it from me, otherwise forget it” 🇮🇳🇵🇰🔥 pic.twitter.com/qgABk3Grq3
— Pakistan Viral Series (@Pakviralseries_) October 1, 2025
ACC મીટિંગમાં પણ ગરમાવો (Mohsin Naqvi Asia Cup)
તાજેતરમાં યોજાયેલી ACCની વર્ચ્યુઅલ મીટિંગમાં પણ નકવીનો વ્યવહાર રૂક્ષ જોવા મળ્યો હતો. BCCIના પ્રતિનિધિ આશિષ શેલારે મીટિંગમાં સભ્યોને જણાવ્યું હતું કે BCCIના સચિવ દેવજીત સાકિયાએ આ મુદ્દે ACCને અગાઉ પત્ર લખ્યો હોવા છતાં, હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. BCCIની માંગ છે કે ટ્રોફી અને મેડલ્સને દુબઈમાં સ્થિત ACC કાર્યાલયમાં જમા કરાવવામાં આવે, જેથી ભારતીય બોર્ડ ત્યાંથી તેને લઈ શકે. જોકે, આ પ્રસ્તાવ પર શેલારને કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતાં, શેલાર અને રાજીવ શુક્લાએ વિરોધ દર્શાવવા માટે મીટિંગમાંથી વૉકઆઉટ કર્યું હતું.
નિર્ણયની અગાઉથી જાણ કરાઈ ન હતી
નકવીએ પોતાના બચાવમાં દલીલ કરી હતી કે ભારતીય ટીમ દ્વારા તેમના હાથથી ટ્રોફી ન લેવાના નિર્ણય વિશે તેમને અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. તેમણે કહ્યું કે સ્ટેજ પર તેમની રજૂઆત મજાકનો વિષય હોય તે રીતે કરવામાં આવી હતી, જ્યારે તેઓ સૂર્યકુમાર યાદવ અને ટીમને ટ્રોફી સોંપવાની અપેક્ષા સાથે ત્યાં પહોંચ્યા હતા. જો આ મામલો આમ જ ચાલતો રહેશે તો ટૂંક સમયમાં જ તે ICC સુધી પહોંચવાની સંભાવના છે. નકવી જેટલો વિલંબ કરી રહ્યા છે, તેટલું જ વધુ નુકસાન તેમના ACCના પ્રમુખ પદને થઈ શકે છે.
આ પણ વાંચો : Women's World Cup 2025 માં ભારતની શાનદાર શરૂઆત, દીપ્તિ શર્માના ઓલરાઉન્ડ દમદાર પ્રદર્શનથી શ્રીલંકાને 59 રનથી હરાવ્યું


