ક્રિકેટ ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ! માત્ર 7 રનમાં ઓલ આઉટ થઇ આ ટીમ
- આંતરરાષ્ટ્રીય મેચમાં આઈવરી કોસ્ટ 7 રનમાં ઓલઆઉટ
- T20 ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર: માત્ર 7 રન
- નાઇજીરિયાની 264 રનથી ભવ્ય જીત
- T20 ઈન્ટરનેશનલનો શરમજનક રેકોર્ડ
- 2024: સૌથી ઓછા સ્કોરવાળું વર્ષ
- આઈવરી કોસ્ટના 7 રનનો શરમજનક રેકોર્ડ
- નાઇજીરિયાએ નોંધાવી ત્રીજી સૌથી મોટી જીત
Lowest innings totals in T20s Ever : ક્રિકેટ એક એવી રમત છે જ્યા તમે ઘણીવાર અંત સુધી કઇ જ ન શકો કે કઇ ટીમ જીતશે. વળી ઘણીવાર આ રમતમાં એવું કઇંક થઇ જાય છે જે કોઇએ વિચાર્યું પણ નથી હોતું. આવું જ કઇંક તાજેતરમાં જોવા મળ્યું હતું. એક ટીમ કે જે માત્ર 7 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ છે. સૌથી મોટી વાત એ છે કે, ટીમ આંતરરાષ્ટ્રીય મેચમાં માત્ર આટલો સ્કોર બનાવી શકી હતી. સાંભળીને ભલે થોડું આશ્ચર્ય થાય પણ આઈવરી કોસ્ટે નાઇજીરીયા (Nigeria vs Ivory Coast) સામે આ શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. ઉપરાંત રનના મામલે પણ રેકોર્ડ જીત નોંધાઈ હતી.
માત્ર 7 રનમાં જ ઓલ આઉટ થઇ ટીમ
અહીં અમે વાત T20 ની કરી રહ્યા છીએ. લાગોસમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ પેટા-પ્રાદેશિક આફ્રિકા ક્વોલિફાયર ગ્રુપ C મેચમાં નાઇજીરીયા સામે આઇવરી કોર્ટ માત્ર 7 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી. સાથે આ ટીમ 264 રનથી હારી ગઇ હતી. તમે જાણીને નવાઈ લાગશે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટોચના 5 સૌથી ઓછા સ્કોરમાંથી 4 વર્ષ 2024 માં જ બન્યા છે. બીજી તરફ આ T20 ઇતિહાસનો સૌથી ઓછો સ્કોર (Lowest Score) પણ છે. નાઇજીરીયાએ આ મેચ 264 રને જીતી લીધી હતી. જે તેના માટે એક મોટી સફળતા બરાબર છે. આઇવરી કોસ્ટના 7 રનનો આ સ્કોર પુરુષોની T20 ઈન્ટરનેશનલમાં સિંગલ ડિજિટ ટીમ સ્કોરનું પ્રથમ ઉદાહરણ છે.
Dominant Performance by Nigeria!
🇳🇬 Nigeria: 271/4 (20.0 overs)
🇨🇮 Côte d'Ivoire: 7 all out (7.3 overs)Nigeria delivers a record-breaking performance, securing an emphatic victory with bat and ball.#T20AfricaMensWCQualifierC#T20MensAfricaWCQualifierC… pic.twitter.com/VqLK0quSji
— Nigeria Cricket Federation (@cricket_nigeria) November 24, 2024
અગાઉનો સૌથી ઓછો સ્કોર (Lowest Score) 10 રન હતો, જે બે વાર નોંધાયો હતો. આ વર્ષે સપ્ટેમ્બરમાં મંગોલિયાની ટીમ સિંગાપોર સામે 10 રન સુધી સીમિત રહી હતી. ગયા વર્ષે આઈલ ઓફ મેનની ટીમ સ્પેન સામે આ જ સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. યુવા ક્રિકેટ ઇતિહાસમાં આઇવરી કોસ્ટનો આ પરાજય ચોક્કસપણે સૌથી શરમજનક છે. આ સાથે, 2024 વર્ષના 4 ટોચના ઓછા સ્કોર નોંધાયા છે, જે આ વર્ષને T20 ઇન્ટરનેશનલના ઇતિહાસનું સૌથી ખરાબ વર્ષ બનાવે છે.
સૌથી મોટી જીત: નાઇજીરિયાની 264 રનથી ત્રીજી સૌથી મોટી જીત
નાઈજીરિયાએ આ જીત સાથે પોતાનું નામ T20 ઈન્ટરનેશનલની સૌથી મોટી જીતમાં નોંધાવ્યું. આ જીત 264 રનની થઈ હતી, જે પુરુષોની T20 ઈન્ટરનેશનલમાં ત્રીજી સૌથી મોટી જીત છે. આ યાદીમાં:
- ઝિમ્બાબ્વે vs ગેમ્બિયા - 290 રનથી (ઓક્ટોબર 2024)
- નેપાળ vs મંગોલિયા - 273 રનથી (સપ્ટેમ્બર 2023)
- નાઇજીરિયા vs આઇવરી કોસ્ટ - 264 રનથી (નવેમ્બર 2024)
T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઓછો સ્કોર
- આઇવરી કોસ્ટ- 7 રન, vs નાઇજીરીયા (નવેમ્બર, 2024)
- મંગોલિયા- 10 રન, vs સિંગાપોર (સપ્ટેમ્બર, 2024)
- આઈલ ઓ મેન - 10 રન, vs સ્પેન (ફેબ્રુઆરી, 2023)
- મંગોલિયા- 12 રન, vs જાપાન (મે, 2024)
- મોંગોલિયા- 17 રન, vs હોંગકોંગ (ઓગસ્ટ, 2024)
- માલી- 18 રન, vs તાન્ઝાનિયા (સપ્ટેમ્બર, 2024)
આ પણ વાંચો: IND vs AUS 1st Test : બુમરાહની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય


