Diogo Jota Died : ફૂટબોલ જગતમાં શોકનો માહોલ! પોર્ટુગલના ફેમસ ખેલાડીનું કાર અકસ્માતમાં મોત
- ફૂટબોલ જગતમાં શોકનો માહોલ
- પોર્ટુગલના ફેમસ ખેલાડીનું કાર અકસ્માતમાં મોત
- કાર અકસ્માતમાં Diogo Jota નું અવસાન
Diogo Jota Died : પોર્ટુગલના પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી ડિઓગો જોટા (Diogo Jota) નું એક ભયાનક કાર અકસ્માત (Car Accidednt) માં અવસાન થયું છે. આ ઘટનાએ સમગ્ર ફૂટબોલ જગતને ઊંડો આઘાત પહોંચાડ્યો છે. માત્ર 28 વર્ષની વયે આ દુનિયા છોડી ગયેલા જોટા લિવરપૂલ ફૂટબોલ ક્લબ માટે ફોરવર્ડ તરીકે રમતા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાંથી નીકળતો ધુમાડો દૂરથી દેખાતો હતો. આ ઘટના દરમિયાન તેમના ભાઈ આન્દ્રે પણ હાજર હતા, જેમનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાના સમાચાર છે. ખાસ વાત એ છે કે, આ ઘટનાના માત્ર 10 દિવસ પહેલાં જ ડિઓગો જોટા (Diogo Jota) એ તેમની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા.
સ્પેનમાં થયો ભયાનક અકસ્માત
આ દુર્ઘટના સ્પેનમાં બની હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલો અનુસાર, ડિઓગો જોટા (Diogo Jota) લેમ્બોર્ગિની કારમાં મુસાફરી કરી રહ્યા હતા. રસ્તા પર ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે તેમની કારનું ટાયર અચાનક ફાટી ગયું. જેના કારણે કાર નિયંત્રણ ગુમાવીને પલટી ગઈ અને તેમાં તરત જ આગ લાગી ગઇ. આ આગ એટલી તીવ્ર હતી કે આજુબાજુનાં વૃક્ષો અને છોડ પણ બળીને રાખ થઈ ગયાં. આ ઘટનાએ આસપાસના લોકોને પણ સ્તબ્ધ કરી દીધા.
Footballer Diogo Jota dies in a car accident at age of 28 in Spain
Read @ANI Story | https://t.co/ovThbVRUv5#DiogoJota #Liverpool #Portugal #Football pic.twitter.com/r3OHyP1GGW
— ANI Digital (@ani_digital) July 3, 2025
પોર્ટુગલ ફૂટબોલ ફેડરેશનનો શોક
આ દુ:ખદ ઘટના પર પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ફેડરેશનના વડા પેડ્રો પ્રોએન્કાએ જણાવ્યું, “ડિઓગો જોટા (Diogo Jota) એક અસાધારણ ખેલાડી અને વ્યક્તિ હતા. તેમણે 50 આંતરરાષ્ટ્રીય મેચોમાં પોર્ટુગલનું પ્રતિનિધિત્વ કર્યું અને તેમની રમતથી બધાનું દિલ જીતી લીધું. સાથી ખેલાડીઓ અને વિરોધી ટીમના ખેલાડીઓ પણ તેમનું સન્માન કરતા હતા.” આ ઘટનાએ ફૂટબોલ સમુદાયને ઊંડો આઘાત આપ્યો છે.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાનો વીડિયો વાયરલ! મસ્તીમાં પંતે કરી દીધી જાડેજાના નિવૃત્તિની વાત અને પછી...
10 દિવસ પહેલા જ કર્યા હતા લગ્ન
ડિઓગો જોટા (Diogo Jota) ના જીવનમાં આ દુર્ઘટના એક ખાસ પળના નજીકના સમયમાં આવી. 22 જૂન 2025ના રોજ, તેમણે તેમની લાંબા સમયની ગર્લફ્રેન્ડ રુટ કાર્ડોસો સાથે લગ્ન કર્યા હતા. લગ્નની આ ખુશીની ક્ષણોને તેમણે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર પણ કરી હતી. લાંબા સમયથી ચાલતા તેમના સંબંધને લગ્નનું સ્વરૂપ આપ્યા બાદ આવી દુ:ખદ ઘટના બનવી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.
ડિઓગો જોટાની શાનદાર કારકિર્દી
1996માં પોર્ટુગલના પોર્ટોમાં જન્મેલા ડિઓગો જોટા (Diogo Jota) એ ફૂટબોલની દુનિયામાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું. તેમની કારકિર્દી દરમિયાન તેઓ અનેક પ્રખ્યાત ટીમોનો હિસ્સો રહ્યા. તેઓ પેકોસ ડી ફેરેરા, એટલેટિકો મેડ્રિડ, પોર્ટો, વોલ્વરહેમ્પ્ટન વાન્ડરર્સ અને લિવરપૂલ જેવી ટીમો માટે રમ્યા. 2014માં તેમણે પોર્ટુગલની અંડર-19 ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું, અને 2019માં તેઓ રાષ્ટ્રીય ટીમનો ભાગ બન્યા. જોટાએ પોર્ટુગલ માટે 49 આંતરરાષ્ટ્રીય મેચોમાં 14 ગોલ ફટકાર્યા હતા. લિવરપૂલ માટે તેમનું પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું, જ્યાં તેમણે 123 મેચોમાં 47 ગોલ કર્યા. તેમની આક્રમક રમતની શૈલી અને ગોલ ફટકારવાની ક્ષમતાએ તેમને ફૂટબોલ ચાહકોમાં લોકપ્રિય બનાવ્યા હતા.
આ પણ વાંચો : IND vs ENG 2nd Test : ટેસ્ટમાં Shubman Gill એ લગાવી સદીની હેટ્રિક, આ દિગ્ગજોના ક્લબમાં કરી Entry


