MS Dhoni ને મળ્યું મોટું સન્માન, ICC હોલ ઓફ ફેમમાં થઈ એન્ટ્રી
- ICC એ ભૂતપૂર્વ ખેલાડીને આપ્યું સન્માન
- ICC હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું
- 122 ખેલાડીઓનો તેમાં સામેલ છે
MSDhoni : ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC એ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની(MSDhoni)ને ICC હોલ ઓફ ફેમમાં (ICC Hall of Fame)સામેલ કર્યો છે.મહેન્દ્ર સિંહ ધોની ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનારો 11મા ભારતીય ક્રિકેટર છે.મહેન્દ્ર સિંહ ધોની પહેલા બિશન સિંહ બેદી,કપિલ દેવ,સુનીલ ગાવસ્કર,અનિલ કુંબલે,સચિન તેંડુલકર,વિનુ માંકડ,વીરેન્દ્ર સેહવાગ,રાહુલ દ્રવિડ,નીતુ ડેવિડ અને ડાયના એડુલજીને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે.મહેન્દ્ર સિંહ ધોની સિવાય ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન મેથ્યુ હેડન અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર હાશિમ અમલાને પણ ICC હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ICC હોલ ઓફ ફેમ મહાન ક્રિકેટ ખેલાડીઓની સિદ્ધિઓને માન્યતા આપે છે વર્ષ 2009માં તેની શરૂઆત કરવામાં આવી હતી,ત્યારથી અત્યાર સુધીમાં 122 ખેલાડીઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
MS Dhoni કેપ્ટનશીપ હેઠળ ત્રણ ICC ટ્રોફી જીતી
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ત્રણ ICC ટ્રોફી જીતી હતી. કેપ્ટન તરીકે, ધોનીએ 2007 T20 વર્લ્ડ કપ, 2011 ODI વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. તે વિશ્વનો પ્રથમ કેપ્ટન છે જેણે ત્રણ અલગ અલગ ICC ટ્રોફી જીતી હતી. ધોનીની ગણતરી ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે.ICC હોલ ઓફ ફેમમાં સામેલ થવા પર, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ધોનીએ કહ્યું કે આ સન્માન હંમેશા તેમની સાથે રહેશે. તેમણે કહ્યું કે ICC હોલ ઓફ ફેમમાં સામેલ થવું એ એક સન્માનની વાત છે, જે વિવિધ પેઢીઓ અને વિશ્વભરના ક્રિકેટરોના યોગદાનને માન્યતા આપે છે. આવા સર્વકાલીન મહાન ખેલાડીઓ સાથે તમારું નામ યાદ રાખવું એ એક અદ્ભુત અનુભૂતિ છે. આ એવી વસ્તુ છે જે તે હંમેશા યાદ રાખશે.
આ પણ વાંચો -BCCI એ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
2019 માં છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી
ધોનીએ ભારત માટે 350 ODI રમી હતી, જેમાં તેણે 50.57 ની સરેરાશથી 10773 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે 10 સદી અને 73 અડધી સદી પણ ફટકારી. તેમણે 90 ટેસ્ટ મેચ પણ રમી, જેમાં તેમની સરેરાશ 38 થી વધુ હતી. તેમણે ટેસ્ટમાં 6 સદી સાથે 4876 રન બનાવ્યા. તેમણે 2019 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી અને ત્યારબાદ આગામી વર્ષે ઓગસ્ટ 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.
આ પણ વાંચો -રિંકુ સિંહના પ્રેમ લગ્ન છે કે એરેન્જ? જાણો તેની સગાઈની વાર્તા જે કોઈ જાણતું નથી
અત્યાર સુધીમાં 122 ખેલાડીઓને સામેલ
ધોની ઉપરાંત ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન મેથ્યુ હેડન,ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ડેનિયલ વેટ્ટોરી, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર હાશિમ અમલા અને ગ્રીમ સ્મિથને પણ ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ વર્ષે કુલ પાંચ પુરુષ અને બે મહિલા ક્રિકેટરોને આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પાંચ પુરુષ ક્રિકેટરો ઉપરાંત, ઇંગ્લેન્ડના દિગ્ગજ સારાહ ટેલર અને પાકિસ્તાનના સના મીરને પણ ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ICC હોલ ઓફ ફેમ ક્રિકેટના મહાન ખેલાડીઓની સિદ્ધિઓને માન્યતા આપે છે. તેની શરૂઆત વર્ષ 2009 માં થઈ હતી, ત્યારથી અત્યાર સુધીમાં 122 ખેલાડીઓને તેમાં સામેલ કરવામાં આવ્યા છે.