ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

National Games: આ ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ, બનાવ્યો નવો રેકોર્ડ

નેશનલ ગેમ્સ ઉત્તરાખંડમાં યોજાઇ આશી અને વૈષ્ણવએ રચ્યો ઇતિહાસ નવા રાષ્ટ્રીય રેકોર્ડ બનાવીને પોતાનું નામ   38th National Games:ભારતે તાજેતરમાં ખો ખો વર્લ્ડકપનું આયોજન કર્યું હતું. ભારતની પુરુષ અને મહિલા બંને ટીમોએ વર્લ્ડકપ જીત્યો હતો. આ પછી, 38મી નેશનલ...
07:15 AM Feb 05, 2025 IST | Hiren Dave
નેશનલ ગેમ્સ ઉત્તરાખંડમાં યોજાઇ આશી અને વૈષ્ણવએ રચ્યો ઇતિહાસ નવા રાષ્ટ્રીય રેકોર્ડ બનાવીને પોતાનું નામ   38th National Games:ભારતે તાજેતરમાં ખો ખો વર્લ્ડકપનું આયોજન કર્યું હતું. ભારતની પુરુષ અને મહિલા બંને ટીમોએ વર્લ્ડકપ જીત્યો હતો. આ પછી, 38મી નેશનલ...
38th national games,

 

38th National Games:ભારતે તાજેતરમાં ખો ખો વર્લ્ડકપનું આયોજન કર્યું હતું. ભારતની પુરુષ અને મહિલા બંને ટીમોએ વર્લ્ડકપ જીત્યો હતો. આ પછી, 38મી નેશનલ ગેમ્સ(38th National Games)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉત્તરાખંડ તેનું આયોજન કરી રહ્યું છે.

 

નેશનલ ગેમ્સમાં ઘણા રેકોર્ડ બન્યા

મંગળવાર, 4 ફેબ્રુઆરી એ રાષ્ટ્રીય રમતોનો આઠમો દિવસ છે. નેશનલ ગેમ્સમાં અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ બન્યા છે. આશી ચોક્સી(ashi chouksey)થી લઈને વૈષ્ણવ શાહજી ઠાકુર (vaishnav shahaji thakur)સુધી, બધાએ નેશનલ ગેમ્સમાં ઇતિહાસ રચ્યો છે. આ ખેલાડીઓએ રાષ્ટ્રીય રમતોમાં નવા રાષ્ટ્રીય રેકોર્ડ બનાવીને પોતાનું નામ ફેમસ કર્યું.

આ પણ  વાંચો-Rashifal 5 February 2025: આ રાશિના જાતકોનો બુધવાર બગડશે!

આશી ચોક્સી

મધ્યપ્રદેશના ભોપાલની શૂટર આશી ચોકસેએ 50 મીટર રાઈફલ 3 પોઝિશન શૂટિંગમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ રેકોર્ડ 596/600 પોઈન્ટનો છે. પણ આશીએ 598/600 પોઈન્ટ મેળવ્યા છે. નેશનલ ગેમ્સને આંતરરાષ્ટ્રીય માન્યતા નથી, તેથી તેને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ ગણવામાં આવશે નહીં. પરંતુ તેમને નેશનલ લેવલે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

 

આ પણ  વાંચો-Abu Dhabi: BAPS હિન્દુ મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ

વૈષ્ણવ શાહજી ઠાકુર

મહારાષ્ટ્રના વૈષ્ણવ શાહજી ઠાકુરે વેઈટલિફ્ટિંગમાં અજાયબીઓ કરી. તેને 102 કિગ્રા વર્ગમાં 160 કિગ્રા વજન ઉપાડીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. આ કારણે તેને ગોલ્ડ મેડલ પણ જીત્યો.

 

રોહિત બેનેડિક્શન

પાણીની અંદર પોતાની પ્રતિભા દર્શાવનાર તમિલનાડુના સ્વિમર રોહિત બેનેડિક્ટિયનએ પણ 38મી નેશનલ ગેમ્સમાં એક મહાન સિદ્ધિ હાંસલ કરી છે. નેશનલ ગેમ્સમાં રોહિતે 50 મીટર બટરફ્લાયમાં 25 સેકન્ડથી પણ ઓછો સમય લીધો હતો. તેને માત્ર 24.39 સેકન્ડમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો. અગાઉ આ રેકોર્ડ વીરધવલ ખાડેના નામે નોંધાયેલો હતો. તેને 2023 નેશનલ ગેમ્સમાં 24.60 સેકન્ડમાં આ સિદ્ધિ મેળવી હતી.

મહેક શર્મા

પંજાબની મહેક શર્માએ પણ નેશનલ ગેમ્સમાં પોતાની છાપ છોડી. 29 વર્ષીય વેઈટલિફ્ટર મહેકે નેશનલ ગેમ્સમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે. તેણે મહિલાઓની 87 કિગ્રા કેટેગરીમાં સ્નેચમાં 106 કિગ્રા વજન ઉપાડીને 105 કિગ્રાનો પોતાનો અગાઉનો રેકોર્ડ તોડ્યો. આ સિવાય તેને ક્લીન એન્ડ જર્કમાં 141 કિલો વજન ઉપાડ્યું જે તેના અગાઉના 140 કિલોના રેકોર્ડ કરતા વધુ હતું. તેને કુલ 247 કિલો વજન ઉપાડ્યું જે તેના અગાઉના રેકોર્ડ કરતા ત્રણ કિલો વધુ હતું. આ સાથે, મહેકે નેશનલ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો.

 

Tags :
38th national gamesashi choukseyCreatesHistoryGujarat FirstHiren davemehak sharmarohit benedictionvaishnav shahaji thakur
Next Article