Diamond League Final જીતવાથી ચૂક્યા Neeraj Chopra, જુલિયન વેબર બન્યા વિજેતા
- ડાયમંડ લીગ ફાઈનલ જીતવાથી ચૂક્યા Neeraj Chopra
- જર્મનીમાં ડાયમંડ લીગમાં નીરજ ચોપડા બીજા ક્રમે
- જ્યૂરિખના લેટઝિગ્રંડ સ્ટેડિયમમાં રમાઈ ફાઈનલ
- જર્મનીના જુલિયન વેબરે ફાઈનલમાં મારી બાજી
- ફાઈનલમાં ચોપડાનો બેસ્ટ થ્રો 85.01 મીટર રહ્યો
- ચેમ્પિયન વેબરનો બેસ્ટ થ્રો 91.51 મીટરનો રહ્યો
Diamond League Final 2025 : ભારતના સ્ટાર ભાલાફેંક ખેલાડી અને બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા Neeraj Chopra આ વર્ષે પણ ડાયમંડ લીગ ફાઇનલ જીતવામાં સફળ રહ્યા નથી. જર્મનીના જુલિયન વેબરે જ્યૂરીખના લેટઝિગ્રુંડ સ્ટેડિયમમાં ગુરુવારે શાનદાર પ્રદર્શન કરીને પોતાની પહેલી ડાયમંડ લીગ ટ્રોફી જીતી. વેબરે બે વાર 90 મીટરથી વધુ અંતર કાપીને પ્રતિસ્પર્ધીઓ પર દબદબો જમાવ્યો.
Neeraj Chopra બીજા સ્થાને
ફાઇનલની શરૂઆતમાં ચોપરાએ 84.35 મીટરનો સારો થ્રો કર્યો, પરંતુ તેમના બીજા પ્રયાસમાં ફક્ત 82.00 મીટર સુધી જ ભાલો ગયો. ત્યારબાદ તેણે સતત 3 ફાઉલ કર્યા, જેના કારણે તેઓ પાંચમા રાઉન્ડ સુધી ત્રીજા સ્થાને રહ્યા. અંતે પોતાના છેલ્લાં પ્રયાસમાં ચોપરાએ 85.01 મીટર સુધી ભાલો ફેંક્યો, જેના કારણે તે બીજા સ્થાને પહોંચ્યો. આ પ્રદર્શનથી તેણે 2012 લંડન ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા કેશોર્ન વોલકોટ (84.95 મીટર)ને પાછળ છોડી દીધા.
Diamond League Final: Neeraj Chopra saves top-two finish streak, finishes runner-up to Julian Weber
Read @ANI Story |https://t.co/bSfBs1ITy1 #NeerajChopra #DiamondLeagueFinal #DiamondLeague #JulianWeber #Zurich pic.twitter.com/QHk0dTBhkk
— ANI Digital (@ani_digital) August 28, 2025
વેબરનું શાનદાર પ્રદર્શન
જર્મનીના જુલિયન વેબરે બીજા પ્રયાસમાં જ 91.57 મીટરનો થ્રો કર્યો, જે આ સિઝનનું શ્રેષ્ઠ અને તેમનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. અંતે વેબરનો શ્રેષ્ઠ થ્રો 91.51 મીટર નોંધાયો, જેને કારણે તેણે પહેલી વાર ડાયમંડ લીગ ફાઇનલ્સનો ખિતાબ જીત્યો.
Neeraj Chopra ની અગાઉની સિદ્ધિઓ
નીરજ ચોપરા માટે ઝ્યુરિખનું સ્ટેડિયમ ખાસ રહ્યું છે. વર્ષ 2022માં અહીં તેણે ઇતિહાસ રચ્યો હતો અને ડાયમંડ લીગ ફાઇનલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો. પરંતુ ત્યાર બાદ તેઓ 2023માં યુજેન અને 2024માં બ્રસેલ્સમાં બીજા સ્થાને રહ્યો હતો. આ વર્ષે પણ તેઓ રનર-અપ પર રોકાયો.
ચોપરાની પ્રતિક્રિયા
ફાઇનલ પછી Neera Chopra એ જણાવ્યું કે, "આજનો દિવસ મારા માટે થોડો મુશ્કેલ રહ્યો. રમતગમતમાં આવા દિવસો આવતા હોય છે. તેમ છતાં મેં છેલ્લે 85 મીટરનો થ્રો સફળ કર્યો. પરંતુ મારો રન-અપ એટલો સારો નહોતો. આજે હું જે ઈચ્છતો હતો તે કરી શક્યો નહીં, પણ હજુ પણ મારી પાસે વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે 3 અઠવાડિયા છે અને હું ત્યાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રયત્ન કરીશ." તેણે સાથે જ કહ્યું કે તેઓ સંપૂર્ણપણે ઈજામુક્ત છે અને ફક્ત સમયબદ્ધતા સુધારવાની જરૂર છે.
આ પણ વાંચો : Asia Cup 2025 : શુભમન ગિલ નહીં, આ 3 ખેલાડીઓ છે ભારતના ગેમ ચેન્જર્સ, વીરેન્દ્ર સેહવાગે જણાવ્યા નામ


