World Athletics Championships ની ફાઇનલમાં પહોંચ્યો નીરજ ચોપરા, થશે અરશદ નદીમ સાથે ટક્કર
- ભારતીય ભાલા ફેંકનાર નીરજ ચોપરા પહોંચ્યો ફાઈનલમાં (Neeraj Chopra Final)
- વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં પહોંચ્યો નિરજ
- નીરજે પહેલા જ રાઉન્ડમાં 84.85 મીટરનો કર્યો થ્રો
- ફાઈનલમાં પાકિસ્તાની એથ્લેટ અરશદ નદીમનો સામનો કરી શકે
Neeraj Chopra Final : ભારતીય ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બુધવારે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તેણે પોતાના પહેલા થ્રોમાં શાનદાર 84.85 મીટર થ્રો કર્યો હતો. ટુર્નામેન્ટના ફાઇનલ માટે સીધા ક્વોલિફિકેશનનો માર્ક 84.50 મીટર હતો, જેને નીરજ સરળતાથી પાર કરી ગયો.
નીરજના થ્રો પછી, બીજા કોઈ ખેલાડીએ પહેલા રાઉન્ડથી સીધા ક્વોલિફિકેશન હાંસલ કર્યું ન હતું. ગ્રુપ Aમાં નીરજ ચોપરા સહિત છ ખેલાડીઓ હતા, પરંતુ નીરજનું પ્રદર્શન શ્રેષ્ઠ હતું. હવે, તેની નજર ગુરુવારે ફાઇનલ પર છે, જ્યાં તે તેના કટ્ટર હરીફ અને પાકિસ્તાની સ્ટાર એથ્લેટ અરશદ નદીમનો સામનો કરી શકે છે.
All it takes is one throw. 🌟
Wake up, throw, qualify. #TeamIIS star Neeraj Chopra storms into the Tokyo World Championships final with an 84.85m throw on his very first attempt.#WorldAthleticsChamps #CraftingVictories 🇮🇳 pic.twitter.com/YYcvXH59wA
— Inspire Institute of Sport (@IIS_Vijayanagar) September 17, 2025
નીરજ વિરુદ્ધ અરશદ: ફરી એકવાર સામ-સામે (Neeraj Chopra Final)
2024 પેરિસ ઓલિમ્પિક પછી આ પહેલી વાર હશે જ્યારે આ બે દિગ્ગજ એક જ સ્ટેજ પર સ્પર્ધા કરશે. પેરિસમાં, અરશદે 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે નીરજને 89.45 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો
હંગેરીમાં 2023ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં, નીરજે 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે અરશદ તે સમયે ડિફેન્ડિંગ ઓલિમ્પિક ચેમ્પિયન હતો. બંને વચ્ચેની હરીફાઈ હંમેશા હેડલાઇન્સમાં રહી છે, અને આ વખતે પણ ખૂબ જ રોમાંચક રહેવાની અપેક્ષા છે.
'નો-હેન્ડશેક' અહીં પણ જોવા મળશે (Neeraj Chopra Final)
ક્વોલિફિકેશન રાઉન્ડમાં, નીરજ ચોપરા ગ્રુપ A માં હતા, જ્યારે અરશદ નદીમ ગ્રુપ B માં હતા. ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે, બંને એથ્લીટને 84.50 મીટરના માર્કસને પાર કરવો પડશે અથવા ટોપ 12 માં સ્થાન મેળવવું પડશે. બધાની નજર હવે તેના પર છે કે શું બંને એથ્લીટ મેદાન પર હાથ મિલાવશે, ખાસ કરીને એશિયા કપમાં તાજેતરમાં થયેલા 'નો-હેન્ડશેક' વિવાદ પછી.
આ પણ વાંચો : પાક. ક્રિકેટર મોહમ્મદ યુસુફે સૂર્યકુમાર યાદવ માટે વાપર્યો અપમાનજનક શબ્દ, જૂઓ Video


