Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે Good News, મેથ્યુ હેડનને ટીમમાં મળી સૌથી મોટી જવાબદારી

એશિયા કપ 2022 હવે તેના અંતિમ તબક્કે પહોંચી ગઇ છે. ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ અત્યારથી જ T20 વિશ્વ કપની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન મેથ્યુ હેડનને શુક્રવારે આગામી T20 વિશ્વ કપ માટે પાકિસ્તાન ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્à
પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે good news  મેથ્યુ હેડનને ટીમમાં મળી સૌથી મોટી જવાબદારી
Advertisement
એશિયા કપ 2022 હવે તેના અંતિમ તબક્કે પહોંચી ગઇ છે. ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ અત્યારથી જ T20 વિશ્વ કપની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન મેથ્યુ હેડનને શુક્રવારે આગામી T20 વિશ્વ કપ માટે પાકિસ્તાન ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં T20 વિશ્વ કપ યોજાવા જઈ રહ્યો છે.
એશિયા કપ 2022માં પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ વખતે ફાઈનલ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે થશે. જો કે આ પહેલા 9 સપ્ટેમ્બરે એટલે કે આજે શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમો આમને-સામને થશે, કારણ કે આ સુપર 4ની છેલ્લી મેચ છે. એશિયા કપમાં પાકિસ્તાનની ટીમે સારો દેખાવ કર્યો છે. પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયા સામે પાંચ વિકેટે હાર્યા બાદ ટીમે શાનદાર વાપસી કરી હતી અને ત્યાર બાદ સતત મેચ જીતી હતી. હવે જોવાનું એ રહેશે કે ફાઇનલમાં ટીમ કેવું પ્રદર્શન કરે છે. આ દરમિયાન ટીમની ટી20 વર્લ્ડ કપ 2022ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત પાકિસ્તાની ટીમે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ મેથ્યુ હેડનને પોતાની સાથે ઉમેરવાનું કામ કર્યું છે.

પાકિસ્તાન સાથે હેડનનો આ બીજો કાર્યકાળ હશે. તે ગયા વર્ષે UAEમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમનો બેટિંગ સલાહકાર પણ રહી ચૂક્યો છે. ત્યારપછી પાકિસ્તાની ટીમ સુપર 10 લીગ મેચોમાં ભારત, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયાને હરાવીને સેમીફાઈનલમાં પહોંચી હતી. પાકિસ્તાન સાથે જોડાયા બાદ હેડને કહ્યું, “હું ફરીથી પાકિસ્તાની ટીમ સાથે જોડાઈને ખુશ છું અને તેમની સાથે જોડાવાની રાહ જોઈ શકતો નથી. મેં જોયું છે કે એશિયા કપમાં પાકિસ્તાન કેટલું સારું પ્રદર્શન કરી રહ્યું છે. ખાસ કરીને રવિવારે તેની ભારત વિરુદ્ધ જીત ખૂબ સારી રહી હતી.
Advertisement

ગયા વર્ષે UAEમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં હેડન પાકિસ્તાની ટીમનો મેન્ટર પણ હતો. ત્યારપછી ઓસ્ટ્રેલિયાએ સેમીફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. PCBએ કહ્યું છે કે, હેડન 15 ઓક્ટોબરે બ્રિસ્બેનમાં ટીમ સાથે જોડાશે. વળી પાકિસ્તાનની ટીમ ક્રાઈસ્ટચર્ચથી બ્રિસબેન પહોંચશે. વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન T20 સિરીઝમાં ભાગ લેશે જેમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની ટીમો પણ રમશે. PCBએ ગત વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વર્નોન ફિલેન્ડરને પણ બોલિંગ કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ટીમે ગયા વર્ષે પણ T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સેમિફાઇનલ સુધી સફર કરી હતી, પરંતુ તે ફાઇનલમાં જગ્યા બનાવી શકી નહોતી. પાકિસ્તાની ટીમે એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યારે તેના કેપ્ટન બાબર આઝમનું ફોર્મ ખાસ નથી દેખાતું, તે રન બનાવવામાં સક્ષમ નથી. આ દરમિયાન ICC T20 રેન્કિંગમાં નંબર વનનો તાજ પણ કેપ્ટન બાબર આઝમ પાસેથી છીનવાઈ ગયો છે. હવે બાબર આઝમનો સાથી ઓપનર મોહમ્મદ રિઝવાન T20માં નંબર વન બેટ્સમેન બની ગયો છે.
Advertisement
Tags :
Advertisement

.

×