Download Apps
Home » આજથી ICC T20 વર્લ્ડ કપનો પ્રારંભ, 16 ટીમો વચ્ચે જોરદાર ટક્કર

આજથી ICC T20 વર્લ્ડ કપનો પ્રારંભ, 16 ટીમો વચ્ચે જોરદાર ટક્કર

આજથી ઓસ્ટ્રેલિયા (Australia)માં ICC T20 વર્લ્ડ કપ (World Cup) 2022 શરુ થઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર યોજાનારા આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેશે. આ 16 ટીમોમાંથી 8 ટીમો સીધા જ ગ્રુપ-12 સ્ટેજ માટે ક્વોલિફાય થઈ ગઈ છે, જ્યારે બાકીની 4 ટીમો ક્વોલિફિકેશન રાઉન્ડ જીતીને પોતાનું સ્થાન સુરક્ષિત કરશે. આ મેગા ટુર્નામેન્ટ કુલ ત્રણ તબક્કામાં રમાઈ રહી છે, જેમાં રાઉન્ડ 1, સુપર-12 અને પ્લેઓફ મેચોનો સમાવેશ થાય છે.
16માંથી આઠ ટીમ સુપર 12 સ્ટેજ માટે સીધી ક્વોલિફાય
16માંથી આઠ ટીમ સુપર 12 સ્ટેજ માટે સીધી ક્વોલિફાય થઈ ગઈ છે, જ્યારે બાકીની 4 ટીમો ક્વોલિફિકેશન રાઉન્ડ જીતીને પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં 4-4 ટીમોના બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. જેમાં પોતપોતાના ગ્રુપમાં ટોપ-2 ટીમ સુપર 12 સ્ટેજમાં પહોંચશે. ત્યારપછી સુપર-12 તબક્કામાં 6-6 ટીમોના બે ગ્રૂપ હશે, જેમાં તેમના ગ્રૂપમાં ટોપ-2 ટીમો સેમીફાઈનલમાં પ્રવેશ કરશે.

રાઉન્ડ 1
ગ્રુપ A: શ્રીલંકા, UAE, નેધરલેન્ડ, નામિબિયા
ગ્રુપ બી: આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ
સુપર-12
ગ્રુપ 1: ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, ગ્રુપ A વિજેતા, ગ્રુપ B રનર અપ
ગ્રુપ 2: ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ગ્રુપ A રનર્સઅપ, ગ્રુપ B વિજેતા

 T20 વર્લ્ડ કપ માટે પોઈન્ટ ટેબલ સિસ્ટમ
ICCએ આ T20 વર્લ્ડ કપ માટે પોઈન્ટ ટેબલ સિસ્ટમ જાહેર કરી છે. દરેક ટીમને જીતવા પર બે પોઈન્ટ અને હારવા પર શૂન્ય પોઈન્ટ મળશે. જો મેચ ટાઈ થાય છે અથવા રદ થાય છે, તો ટીમો વચ્ચે એક પોઈન્ટ વહેંચવામાં આવશે. જો ગ્રૂપમાં બે ટીમોના પોઈન્ટ સમાન હોય, તો તેઓ ટૂર્નામેન્ટમાં કેટલી મેચ જીત્યા, તેમનો નેટ-રન-રેટ શું હતો અને તેમનો સામ-સામે રેકોર્ડ શું છે તેના આધારે નક્કી કરવામાં આવશે.
કુલ સાત મેદાન પર મેચો યોજાશે
T20 વર્લ્ડ કપ 2022માં કુલ 45 મેચો યોજાવાની છે. જ્યાં ક્વોલિફાઈંગ રાઉન્ડની તમામ 12 મેચ હોબાર્ટ અને ગીલોંગમાં રમાશે. જ્યારે સિડની, મેલબોર્ન, પર્થ, એડિલેડ અને બ્રિસ્બેન સુપર 12 તબક્કાની મેચોની યજમાની કરશે. સેમિફાઇનલ મેચો એડિલેડ ઓવલ અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. તે જ સમયે, ફાઈનલ મેચ 13 નવેમ્બર 2022ના રોજ ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાવાની છે.
ક્વોલિફાઈંગ મેચોનું સમયપત્રક (ભારતીય સમય)
16 ઓક્ટોબર શ્રીલંકા વિરુદ્ધ નામિબિયા, જિલોંગ સવારે 9.30 વાગ્યે
16 ઓક્ટોબર UAE vs નેધરલેન્ડ, જીલોંગ, બપોરે 1.30 કલાકે
ઑક્ટોબર 17 વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સ્કોટલેન્ડ, હોબાર્ટ, સવારે 9.30 કલાકે
17 ઓક્ટોબર ઝિમ્બાબ્વે વિ આયર્લેન્ડ, હોબાર્ટ, બપોરે 1.30 કલાકે
18 ઓક્ટોબર નામિબિયા વિ નેધરલેન્ડ, ગીલોંગ, સવારે 9.30 કલાકે
18 ઓક્ટોબર શ્રીલંકા વિ UAE, ગીલોંગ, બપોરે 1.30 કલાકે
19 ઓક્ટોબર સ્કોટલેન્ડ વિ આયર્લેન્ડ હોબાર્ટ સવારે 9.30 કલાકે
ઑક્ટોબર 19 વેસ્ટ ઈન્ડિઝ વિ ઝિમ્બાબ્વે, હોબાર્ટ, બપોરે 1.30 કલાકે
20 ઓક્ટોબર નેધરલેન્ડ વિ. શ્રીલંકા, જીલોંગ, સવારે 9.30 કલાકે
ઑક્ટોબર 20 નામિબિયા વિ UAE, જીલોંગ, બપોરે 1.30 વાગ્યે
21 ઓક્ટોબર આયર્લેન્ડ વિ વેસ્ટ ઈન્ડિઝ, હોબાર્ટ, સવારે 9.30 કલાકે
21 ઓક્ટોબર સ્કોટલેન્ડ વિ ઝિમ્બાબ્વે, હોબાર્ટ, બપોરે 1.30 કલાકે
સુપર-12 સ્ટેજનું સંપૂર્ણ સમયપત્રક:
ટીમ ઈન્ડિયાની પહેલી મેચ PAK સાથે
ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં જીતવાના  ઈરાદા સાથે ઉતરશે. તેની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં પાકિસ્તાન સામે છે. આ પછી 27 ઓક્ટોબરે તેનો મુકાબલો ગ્રુપ-એની રનર-અપ ટીમ સાથે થશે. ત્યારબાદ રોહિત બ્રિગેડ 30 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા અને 2 નવેમ્બરે બાંગ્લાદેશ સામે ટકરાશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા સુપર-12 તબક્કાની છેલ્લી મેચ 6 નવેમ્બરે ગ્રુપ-બીની વિજેતા ટીમ સામે ટકરાશે.

T20 વર્લ્ડ કપ 2022માં ભારત સામે (ભારતીય સમય):
23 ઓક્ટોબર વિરુદ્ધ પાકિસ્તાન, બપોરે 1.30 કલાકે, મેલબોર્ન
27 ઓક્ટોબર વિ. ગ્રુપ A રનર્સ-અપ બપોરે 12.30 વાગ્યે, સિડની
30 ઓક્ટોબર વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, સાંજે 4.30 કલાકે, પર્થ
2 નવેમ્બર વિ. બાંગ્લાદેશ, બપોરે 1.30 કલાકે, એડિલેડ
6 નવેમ્બર વિ. ગ્રુપ બી વિજેતા, બપોરે 1.30 કલાકે, મેલબોર્ન

વિજેતા ટીમને કેટલી રકમ મળશે?
ICC અનુસાર T20 વર્લ્ડ કપ જીતનાર ટીમને 1.6 મિલિયન ડોલર અને રનર અપ ટીમને 8 લાખ મિલિયન ડોલર મળશે. જ્યારે સેમીફાઈનલમાં પહોંચનારી બાકીની બે ટીમોને 4-4 લાખ ડોલર આપવામાં આવશે. T20 વર્લ્ડ કપ માટે કુલ $5.6 મિલિયનની ઈનામી રકમ નક્કી કરવામાં આવી છે, જે તમામ 16 ટીમોમાં અલગ અલગ રીતે વહેંચવામાં આવશે. સુપર-12 સ્ટેજમાં કુલ 12 ટીમો રમશે જેમાંથી 4 ટીમ સેમી ફાઈનલ સ્ટેજમાં જશે.
જે 8 ટીમો આ સ્ટેજમાંથી બહાર થઈ જશે તેમને પણ ICC દ્વારા ઈનામ આપવામાં આવશે. આ ટીમોને 70 હજાર ડોલર આપવામાં આવશે, ગત T20 વર્લ્ડ કપમાં આ રકમ 40 હજાર ડોલર હતી. પ્રથમ રાઉન્ડમાંથી બહાર થનારી ચાર ટીમોને 40 હજાર ડોલર આપવામાં આવશે. જ્યારે પ્રથમ રાઉન્ડમાં જીતવા પર 40 હજાર ડોલરની રકમ પણ મળશે. આ રાઉન્ડમાં કુલ 12 મેચો રમાશે, જે દરમિયાન ICC દ્વારા કુલ $4.8 મિલિયનનું વિતરણ કરવામાં આવશે.
ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો
ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો
By Aviraj Bagda
કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવું શરીર કેટલું ફાયદાકારક?
કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવું શરીર કેટલું ફાયદાકારક?
By VIMAL PRAJAPATI
જે ખાય ચણા એના પગ ચાલે ઘણા
જે ખાય ચણા એના પગ ચાલે ઘણા
By Harsh Bhatt
શા માટે ફળો ઉપર લગાવવામાં આવે છે આ સ્ટીકર્સ
શા માટે ફળો ઉપર લગાવવામાં આવે છે આ સ્ટીકર્સ
By Harsh Bhatt
બ્લૂ બિકિનીમા Mouni Roy એ દરિયા કિનારે લગાવી આગ
બ્લૂ બિકિનીમા Mouni Roy એ દરિયા કિનારે લગાવી આગ
By Hiren Dave
ચાણક્યનો એ ગુરૂમંત્ર જેણે ચાણક્યને જગવિખ્યાત કર્યો
ચાણક્યનો એ ગુરૂમંત્ર જેણે ચાણક્યને જગવિખ્યાત કર્યો
By Aviraj Bagda
IPL ના ઇતિહાસમાં સૌથી વધુ વખત ટ્રોફી જીતનારી ટીમની યાદી
IPL ના ઇતિહાસમાં સૌથી વધુ વખત ટ્રોફી જીતનારી ટીમની યાદી
By Hardik Shah
અનાનસ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક?
અનાનસ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવું શરીર કેટલું ફાયદાકારક? જે ખાય ચણા એના પગ ચાલે ઘણા શા માટે ફળો ઉપર લગાવવામાં આવે છે આ સ્ટીકર્સ બ્લૂ બિકિનીમા Mouni Roy એ દરિયા કિનારે લગાવી આગ ચાણક્યનો એ ગુરૂમંત્ર જેણે ચાણક્યને જગવિખ્યાત કર્યો IPL ના ઇતિહાસમાં સૌથી વધુ વખત ટ્રોફી જીતનારી ટીમની યાદી અનાનસ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક?