Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ધોનીની 2011 વર્લ્ડ કપ ફાઈનલની અંતિમ સિક્સ આજે પણ લોકો કરે છે યાદ, Video

આજે મહેન્દ્રસિંહ ધોનીનો 41મો જન્મ દિવસ છે. જ્યારે ધોની ક્રિકેટ પીચ પર હોય ત્યારે તે પોતાની કેપ્ટનશીપ અને અંતિમ ઓવર્સમાં ધમાકેદાર બેટિંગ કરવા માટે જાણીતો છે. ભલે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઇ ગયો છે પરંતુ લોકો તેને આજે પણ ખૂબ જ યાદ કરે છે. ખાસ કરીને 2011 વન-ડે વર્લ્ડ કપમાં તેની બેટિંગ અને અંતિમ સિક્સ લોકો ભૂલી શક્યા નથી. તે સમય તમામ ભારતવાસીઓ માટે આનંદની એક અલગ જ લાગણી ઉભી કà
ધોનીની 2011 વર્લ્ડ કપ ફાઈનલની અંતિમ સિક્સ આજે પણ લોકો કરે છે યાદ  video
Advertisement
આજે મહેન્દ્રસિંહ ધોનીનો 41મો જન્મ દિવસ છે. જ્યારે ધોની ક્રિકેટ પીચ પર હોય ત્યારે તે પોતાની કેપ્ટનશીપ અને અંતિમ ઓવર્સમાં ધમાકેદાર બેટિંગ કરવા માટે જાણીતો છે. ભલે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઇ ગયો છે પરંતુ લોકો તેને આજે પણ ખૂબ જ યાદ કરે છે. ખાસ કરીને 2011 વન-ડે વર્લ્ડ કપમાં તેની બેટિંગ અને અંતિમ સિક્સ લોકો ભૂલી શક્યા નથી. તે સમય તમામ ભારતવાસીઓ માટે આનંદની એક અલગ જ લાગણી ઉભી કરતો હતો.
સાક્ષી ધોનીના જન્મદિવસનો વિડીયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી શેર કર્યો
1983 બાદ 2011 માં બીજી વખત આપણે વન-ડે વર્લ્ડ કપ જીત્યા ત્યારે લોકો ખુશીમાં મગ્ન થઇ ગયા હતા. ઘણા એવા લોકો પણ હતા કે જેઓ રસ્તે આવીને ભારત માતા કી જય ગીત ગાતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે એટલે કે, 7 જુલાઈએ તેમનો 41મો જન્મદિવસ (MS Dhoni Birthday) સેલિબ્રેટ કરી રહ્યા છે. માહી પોતાનો જન્મદિવસ ઉજવવા ઈંગ્લેન્ડ પહોંચી ગયો છે. આ દરમિયાન તેની પત્ની સાક્ષી ધોનીએ કેપ્ટન કૂલના જન્મદિવસનો વિડીયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 
2 એપ્રિલની તારીખ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં થઇ અમર
તમે 1983મા ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતતા જોઇ અથવા તેના વિશે સાંભળ્યું હશે. જેના 28 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા એકવાર ફરી વન-ડે વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી. 2 એપ્રિલ 2011ના રોજ મહેન્દ્ર સિંહ ધોનીએ સિક્સર ફટકારીને ભારત માટે વર્લ્ડ કપ જીત્યો હતો. 28 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ ODI વર્લ્ડ કપ જીત્યો. એમએસ ધોનીની આ સિક્સ ઈતિહાસમાં નોંધાયેલી છે. જે ઘણી વખત જોવામાં આવી છે. 2 એપ્રિલની તારીખ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અમર થઇ ગઇ છે. વર્ષ 2011માં આ દિવસે ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપ (ICC વર્લ્ડ કપ 2011) જીત્યો હતો. 
ગૌતમ ગંભીરે 97 રનનું આપ્યું હતું યોગદાન
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 274 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને 48.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. એમએસ ધોનીએ સિક્સર ફટકારીને ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું અને તેને આ મેચનો હીરો પણ પસંદ કરવામાં આવ્યો હતો. ધોનીએ 79 બોલમાં અણનમ 91 રન બનાવ્યા હતા, જ્યારે ગૌતમ ગંભીરે 97 રનનું યોગદાન આપ્યું હતું અને આ રીતે ટીમ ઈન્ડિયા 28 વર્ષ બાદ બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની હતી.  
2011 વર્લ્ડ કપમાં અંતિમ સિક્સ બાદ ધોનીના બેટનું શું થયું?
ધોનીના બેટથી જે અંતિમ સિક્સ નીકળી તે આજે તમામ લોકોને યાદ છે પરંતુ શું તમે જાણો છો કે ધોનીના બેટનું તે પછી શું થયું જેનાથી તેણે આ ઐતિહાસિક સિક્સ ફટકારી હતી. તેણે જુલાઈ 2011માં લંડનમાં એક ચેરિટી ઈવેન્ટમાં તેની હરાજી કરી હતી. દરેક આ બેટને પોતાના કલેક્શનમાં રાખવા માંગતા હતા પરંતુ ધોનીએ તેની પત્ની સાક્ષીના એનજીઓ 'સાક્ષી ફાઉન્ડેશન' માટે ભંડોળ એકત્ર કરવા માટે તેની હરાજી કરવાનો નિર્ણય કર્યો હતો. સાક્ષી ધોનીની એનજીઓ ભારતના ગરીબ બાળકો માટે કામ કરે છે. ત્યારબાદ NGOને આ બેટની હરાજીમાંથી 72 લાખ રૂપિયા મળ્યા હતા. ધોની જ્યારે આ બેટથી રમતો હતો ત્યારે પણ તે ચોક્કા-છક્કા ફટકારીને કરોડો લોકોના ચહેરા પર સ્મિત લાવી રહ્યો હતો અને તેની હરાજી કરીને તેણે સેંકડો ગરીબ બાળકોના જીવનને રોશન કર્યું હતું. ધોનીનું બેટ ભારતીય મૂળના ઉદ્યોગપતિ આરકે ગોયલના જૂથે ખરીદ્યું હતું.
મૃત્યુ પહેલા વાનખેડે સ્ટેડિયમમાં ધોનીની સિક્સર ફરી જોવા માંગુ છું : ગાવાસ્કર
ભારતીય ક્રિકેટ પ્રેમીઓ 2011ના વર્લ્ડ કપની ફાઇનલમાં કેપ્ટન ધોનીના બેટમાંથી વાગેલી વિશ્વ વિજેતા છગ્ગાને ભાગ્યે જ ભૂલી શકે છે. ધોનીના બેટમાંથી નીકળેલા આ શોટથી ભારતીય ક્રિકેટમાં ચાલી રહેલા વિશ્વ ખિતાબના 28 વર્ષના લાંબા દુકાળનો અંત આવ્યો હતો. ધોની કપિલ દેવ પછી ભારતને વનડેમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર બીજો કેપ્ટન બન્યો હતો. નુવાન કુલશેખરાના બોલ પર ધોનીના બેટથી નીકળેલી સિક્સે સમગ્ર દેશમાં ખુશીની લહેર ફેલાવી દીધી હતી. આખો દેશ આનંદથી ભરાઈ ગયો હતો અને શેરીઓમાં નીકળી ગયો હતો. સામાન્ય હોય કે ખાસ, દરેક રસ્તા પર પોતાની ખુશી વ્યક્ત કરવા ઉતરી આવ્યા હતા. લોકોના મનમાં માત્ર એક જ વ્યક્તિનું નામ હીરો તરીકે ઉભરી આવ્યું અને તે હતું મહેન્દ્ર સિંહ ધોનીનું. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે તો ત્યાં સુધી કહ્યું હતું કે તે મૃત્યુ પહેલા વાનખેડે સ્ટેડિયમમાં ધોનીના સિક્સરને ફરી જોવા માંગે છે. આ પરથી તમે સમજી શકો છો કે ધોનીની લોકપ્રિયતા કેટલી હતી. 
Tags :
Advertisement

.

×