સેરેના વિલિયમ્સે હાર સાથે કેરિયરને કહ્યું અલવિદા, અંતિમ મુકાબલામાં રડી પડી
ટેનિસની દુનિયાની સૌથી લોકપ્રિય ખેલાડી સેરેના વિલિયમ્સે અંતે પોતાની સફરનો અંત લાવ્યો છે. જોકે, તેના માટે તેની કેરિયરનો અંતિમ મુકાબલો તેની પ્રતિભા મુજબનો રહ્યો નથી. મહત્વનું છે કે, સેરેના વિલિયમ્સે તેની 27 વર્ષની લાંબી કારકિર્દીનો અંત લાવ્યો છે. યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં હાર સાથે તેની સુવર્ણ યાત્રાનો અંત આવ્યો છે. આ તેની કારકિર્દીનો અંતિમ મુકાબલો હતો. થોડા દિવસો પહેલા, સેરેનાએ
Advertisement
ટેનિસની દુનિયાની સૌથી લોકપ્રિય ખેલાડી સેરેના વિલિયમ્સે અંતે પોતાની સફરનો અંત લાવ્યો છે. જોકે, તેના માટે તેની કેરિયરનો અંતિમ મુકાબલો તેની પ્રતિભા મુજબનો રહ્યો નથી. મહત્વનું છે કે, સેરેના વિલિયમ્સે તેની 27 વર્ષની લાંબી કારકિર્દીનો અંત લાવ્યો છે.
યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં હાર સાથે તેની સુવર્ણ યાત્રાનો અંત આવ્યો છે. આ તેની કારકિર્દીનો અંતિમ મુકાબલો હતો. થોડા દિવસો પહેલા, સેરેનાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં યુએસ ઓપનને તેની છેલ્લી ટૂર્નામેન્ટ ગણાવીને તેની નિવૃત્તિનો સંકેત આપ્યો હતો. કારકિર્દીની છેલ્લી મેચમાં સેરેનાને ઓસ્ટ્રેલિયાની અજલા તોમ્લજાનોવિક સામે 7-5, 6-7, 6-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે, 40 વર્ષીય વિલિયમ્સે ગયા મહિને સંકેત આપ્યો હતો કે તે યુએસ ઓપન પછી નિવૃત્તિ લેવાનું વિચારી રહી છે. વિલિયમ્સે 27 વર્ષની કારકિર્દીમાં 23 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ મેળવ્યા છે. સેરેનાએ ભલે સત્તાવાર રીતે કંઈ કહ્યું ન હોય, પરંતુ આ તેની છેલ્લી મેચ હોવાનું માનવામાં આવે છે. તેણે મેચ બાદ ભાવુક થઈને સાબિત પણ કર્યું હતું. તેણીએ તેના પિતાની સાથે જ તેની માતાને બોલાવી અને તે તુરંત જ રડી પડી હતી.
સેરેના વિલિયમ્સે આ મેચમાં તેની હાર બાદ આંસુ સાથે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી દીધું. તેણે દરેકનો આભાર માન્યો અને તેના તમામ નજીકના લોકોને પણ યાદ કર્યા. સેરેનાએ કહ્યું, 'તમારા બધાનો આભાર. હું ઈચ્છું છું કે હું વધુ સારું રમી શકું. આભાર પપ્પા, હું જાણું છું કે તમે જોઈ રહ્યા છો. આભાર મમ્મી. હું અહીં હાજર દરેકનો આભાર માનું છું. તમે બધા દાયકાઓ સુધી આ રીતે મારી સાથે રહ્યા. પણ આ બધું મારા માતા-પિતાને કારણે થયું. તે દરેક વસ્તુને પાત્ર છે. હું તેમનો આભારી છું. હું મારી બહેન વિનસ વિના ક્યારેય ટેનિસ રમી શકત નહીં.
ટેનિસ સ્ટારે તેના અંતિમ મુકાબલામાં હાર બાદ રડતા તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી દીધું છે. તેણે દરેકનો આભાર માન્યો અને તેના તમામ નજીકના લોકોને પણ યાદ કર્યા. સેરેનાએ કહ્યું કે, 'તમારા બધાનો આભાર. હું વધુ સારું રમી શકી હોત તો સારું હતું. આભાર પપ્પા, હું જાણું છું કે તમે જોઇ રહ્યા છો. આભાર મમ્મી. હું અહીં હાજર દરેકનો આભાર માનું છું. તમે બધા દાયકાઓ સુધી આ રીતે જ મારી સાથે રહો. પણ આ બધું મારા માતા-પિતાને કારણે થયું છે. તે બધું જ ડિસર્વ કરે છે. હું તેમનો આભારી છું. હું મારી બહેન વિનસ વિના ક્યારેય ટેનિસ રમી શકી નહોત. મહત્વનું છે કે, સેરેના 26 સપ્ટેમ્બરે 41 વર્ષની થશે અને હવે તે પોતાના પરિવારને વધારવા અને બિઝનેસ પર ધ્યાન આપવા માંગે છે. તેમને પાંચ વર્ષની દીકરી ઓલમ્પિયા છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલે સેરેનાને લઇને લખ્યું કે, "શાનદાર કારકિર્દી માટે અભિનંદન. અમે કેટલા નસીબદાર છીએ કે એક નાની કોમ્પટન છોકરીને અત્યાર સુધીની સૌથી મહાન ખેલાડી બનતી જોઈ. તમારા પર ગર્વ છે."
Advertisement
ઓલમ્પિક ચેમ્પિયન સ્વિમર માઈકલ ફેલ્પ્સે લખ્યું, "સેરેનાએ માત્ર ટેનિસની લેન્ડસ્કેપ જ બદલી નથી પરંતુ આગામી પેઢીને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે." તેણી ક્યારેય હાર માનતી નથી. કોર્ટની અંદર અને બહાર.
Advertisement
વિશ્વના નંબર વન ગોલ્ફર ટાઈગર વૂડ્સે પણ ટ્વીટ કરતા લખ્યું, "તમે કોર્ટમાં અને બહાર સૌથી મહાન છો. અમારા સપનાને સાકાર કરવા માટે અમને બધાને પ્રેરણા આપવા બદલ નાની બહેનનો આભાર."
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે લખ્યું, "ઉંમર એ નથી કે જે તમારું શરીર તમને કહે છે, પરંતુ તે તે છે જે તમારું મન તમારા શરીરને કહે છે. યુવાનો વિશ્વની સૌથી મોટી સમસ્યાઓ હલ કરી શકે છે, તો પુખ્ત વયના લોકો નવી વસ્તુઓને અપનાવીને તેમા સારું કરી શકે છે. રમત એક એવી ચીજ છે જે સમાજને પોતાની સીમાથી વધુ આગળ જવા માટે પ્રેરિત કરે છે અને અશક્ય વસ્તુ હાંસલ કરવા માટે હિંમત આપે છે. સેરેના વિલિયમ્સ તમને અદ્ભુત કારકિર્દીની શુભેચ્છા."
સેરેનાને હરાવનાર અજલા તોમ્લજાનોવિકે કહ્યું, "તેણે સાબિત કર્યું કે કોઈ સ્વપ્ન નાનું નથી. તમે ગમે ત્યાંથી આવો છો અથવા પરિસ્થિતિ ગમે તે હોઈ શકે છે. જો તમે તમારા પોતાના પર વિશ્વાસ કરો છો તો કંઈપણ પ્રાપ્ત કરી શકાય છે.
આ પણ વાંચો - ટેનિસ દિગ્ગજ સેરેના વિલિયમ્સે નિવૃત્તિની જાહેરાત કરી


