મંધાનાએ વન ડેમાં પણ 3000 રન પુરા
ઈંગ્લેન્ડની કેપ્ટન (England Captain )એમી જોન્સે (Amy Jones) ટોસ જીતીને ભારતીય ટીમને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. યુવા બેટ્સમેન શફાલી વર્મા સતત બીજી મેચમાં નિષ્ફળ રહી હતી. તે માત્ર 8 રન બનાવી કેટ ક્રોસની બોલિંગમાં બોલ્ડ થઇ હતી. સ્મ્રિતિ મંધાના અને વિકેટકિપર યસ્તિકા ભાટિયાએ બીજી વિકેટમાં 54 રન જોડયા હતા. ભાટિયાએ 26 રન બનાવ્યા હતા અને ચાર્લી ડીનના બોલ પર તેને કેચ આઉટ કરાવ્યો હતો. પ્રથમ મેચમાં 91 રનની શાનદાર ઇનિંગ રમનાર સ્મૃતિ મંધાનાએ 40 રનનું યોગદાન આપ્યું હતું. પોતાની ઈનિંગ દરમિયાન મંધાનાએ વન ડેમાં પણ 3000 રન પુરા કર્યા હતા.