Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટી20 વર્લ્ડ કપમાંથી આખરે બહાર થયો આ ખેલાડી, BCCIએ કરી પુષ્ટી

ઓસ્ટ્રેલિયા (Australia)માં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા(India)ને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ  (Jasprit Bumrah) T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી છે. BCCIની મેડિકલ ટીમે સ્પષ્ટ કર્યું છે કે જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપ રમવા માટે યોગ્ય નથી. બીસીસીઆઈ ટૂંક સમયમાં બુમરાહના સ્થાને આવનાર ખેલાડીનું નામ આઈસીસી (BCCI)ને મોકલશે.મેડિકલ ટીમ
ટી20 વર્લ્ડ કપમાંથી આખરે બહાર થયો આ ખેલાડી  bcciએ કરી પુષ્ટી
Advertisement
ઓસ્ટ્રેલિયા (Australia)માં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા(India)ને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ  (Jasprit Bumrah) T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી છે. BCCIની મેડિકલ ટીમે સ્પષ્ટ કર્યું છે કે જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપ રમવા માટે યોગ્ય નથી. બીસીસીઆઈ ટૂંક સમયમાં બુમરાહના સ્થાને આવનાર ખેલાડીનું નામ આઈસીસી (BCCI)ને મોકલશે.
મેડિકલ ટીમે માહિતી આપી
BCCIએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, “મેડિકલ ટીમે માહિતી આપી છે કે જસપ્રીત બુમરાહ ICC T20 વર્લ્ડ કપ માટે ફિટ નથી. બુમરાહની ફિટનેસ અંગે નિષ્ણાતોની સલાહ લેવામાં આવી હતી. બુમરાહ અગાઉ પીઠના દુખાવાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ હવે બીસીસીઆઈ ટૂંક સમયમાં વર્લ્ડ કપ માટે બુમરાહના સ્થાનની જાહેરાત કરશે.

'


જસપ્રીત બુમરાહની ઈજા ગંભીર 

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ ખબર પડી હતી કે જસપ્રીત બુમરાહની ઈજા ગંભીર છે અને તે વર્લ્ડ કપનો ભાગ નહીં લે . પરંતુ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે બુમરાહની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે અને તે વર્લ્ડ કપ રમી શકે છે.પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં પોતાના નંબર વન બોલર વગર જ મેદાનમાં ઉતરવું પડશે. બુમરાહના રિપ્લેસમેન્ટની વાત કરીએ તો, રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સામેલ મોહમ્મદ શમી ટીમમાં પોતાનું સ્થાન લઈ શકે છે. મોહમ્મદ શમી 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થાય તેવી શક્યતા છે.
બુમરાહના સ્થાને મોહમ્મદ સિરાજનું નામ પણ સામે આવ્યું 
બુમરાહના સ્થાને મોહમ્મદ સિરાજનું નામ પણ સામે આવ્યું હતું. પરંતુ સિરાજની દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે પણ પસંદગી કરવામાં આવી છે. જો કે સિરાજને વર્લ્ડ કપ માટે રિઝર્વ ખેલાડીઓમાં જગ્યા મળવાની ખાતરી છે.આ સિવાય ત્રણ વધારાના ફાસ્ટ બોલર પણ ટીમની ટ્રેનિંગ માટે ઓસ્ટ્રેલિયા જશે. કુલદીપ સેન, મુકેશ ચૌધરી અને ચેતન સાકરિયા ટીમ ઈન્ડિયાના ટ્રેનિંગ સેશન માટે 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.
Advertisement
Tags :
Advertisement

.

×