Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શિખર ધવનની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રોમાંચક મુકાબલામાં મેળવી 3 રને જીત

ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર વન-ડે અને બાદમાં T20 સિરીઝમાં હરાવીને હવે ભારત વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. શુક્રવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીની પ્રથમ ODI મેચ પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાઈ હતી. ભારતીય ટીમે આ રોમાંચક મેચ 3 રને જીતી લીધી હતી. આ સાથે શિખર ધવનની કેપ્ટન્સીમાં આવેલી ટીમ ઈન્ડિયાએ અહીં 1-0ની લીડ મેળવી લીધી છે. આ સિરીઝની આગામી બે મેચ 24 જુલાઈ અને 27 જુલાઈએ રમ
શિખર ધવનની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રોમાંચક મુકાબલામાં મેળવી 3 રને જીત
Advertisement
ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર વન-ડે અને બાદમાં T20 સિરીઝમાં હરાવીને હવે ભારત વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. શુક્રવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીની પ્રથમ ODI મેચ પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાઈ હતી. ભારતીય ટીમે આ રોમાંચક મેચ 3 રને જીતી લીધી હતી. આ સાથે શિખર ધવનની કેપ્ટન્સીમાં આવેલી ટીમ ઈન્ડિયાએ અહીં 1-0ની લીડ મેળવી લીધી છે. 
આ સિરીઝની આગામી બે મેચ 24 જુલાઈ અને 27 જુલાઈએ રમાશે. ભારત માટે આ મેચમાં ત્રણ બેટ્સમેન શિખર ધવન, શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે ફિફ્ટી બનાવી હતી. આ પછી સિરાજ, શાર્દુલ અને ચહલે 2-2 વિકેટ પોતાના નામે કરી હતી. શુભમન ગિલ અને શિખર ધવનની સદીની ભાગીદારી બાદ, ભારતે તેમના બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે છેલ્લા બોલ સુધી પહોંચેલી અત્યંત રોમાંચક પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને ત્રણ રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે ગિલના 64 અને કેપ્ટન ધવનના 97 રનની મદદથી 7 વિકેટે 308 રન બનાવ્યા હતા. જવાબમાં કેરેબિયન ટીમે 50 ઓવરમાં 6 વિકેટે 305 રન બનાવ્યા હતા.

સિરીઝની પ્રથમ વન-ડે મેચમાં જીત મેળવવા માટે 309 રનનો પીછો કરતા વિન્ડીઝની શરૂઆત ખરાબ રહી હતી. જ્યારે શાઈ હોપ (7)ને સિરાજે સસ્તામાં પેવેલિયનમાં મોકલી દીધો હતો, પરંતુ અહીંથી કૈલી માયર્સ (75) અને શમાહ બ્રૂક્સ (46)એ બીજી વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી વિન્ડીઝને એકવાર ફરી મેચમાં પરત લાવ્યા. તેમના આઉટ થયા પછી, બ્રાન્ડોન કિંગ (54) અને નિકોલસ પૂરન (25)એ વિન્ડીઝને સ્પર્ધામાં જાળવી રાખ્યું. આ બંને આઉટ થયા એટલે મેચમાં એવું લાગી રહ્યું હતું કે ભારત આસાનીથી જીત તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ અકીલ હુસૈન (અણનમ 33) અને રોમારિયો શેફર્ડ (અણનમ 39)એ મોડી રાત સુધી મેચ જોઈ રહેલા કરોડો ભારતીય ચાહકોના કપાળ પર પરસેવો લાવી દીધો હતો. 
એક સમયે, છેલ્લી ઓવરમાં વિન્ડીઝને જીતવા માટે 15 રન બનાવવાના હતા, પરંતુ સિરાજની ચાલાકી અને કુશળતાએ ઝડપી રમતા બંને અણનમ બેટ્સમેનોને ઢાંકી દીધા હતા. વેસ્ટ ઈન્ડિઝને છેલ્લા બોલે જીતવા માટે પાંચ રનની જરૂર હતી, પરંતુ સિરાજે ખૂબ જ ચતુરાઈથી બોલ ફેંક્યો અને તેના પર એક રન આવ્યો અને ભારતે 3 રનથી મેચ જીતીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી. એકંદરે, ભારત છેલ્લા બોલ પર મેચ જીતી ગયું કારણ કે જો રોમારિયોએ આ બોલ પર ચોક્કો પણ ફટકાર્યો હોત તો મેચ ટાઈ થઈ ગઈ હોત અને જો તેણે સિક્સર ફટકારી હોત તો મેચ વિન્ડીઝના કોર્ટમાં ગયું હોત. જોકે, અંતિમ બોલ સુધી મેચ પહોંચી તે પણ વિન્ડિઝ માટે એક જીત બરોબર જ છે. 
Advertisement

મેચની શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા રમતા ભારતીય ટીમે યજમાન ટીમને જીતવા માટે 309 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 308 રન બનાવ્યા હતા. ભારત માટે કેપ્ટન શિખર ધવન અને યુવા શુભમન ગીલે 119 રનની સદીની ભાગીદારી કરી હતી. શુભમન ગિલ 64 રને રનઆઉટ થયો હતો અને ધવન 3 રને પોતાની સદી ચૂકી ગયો હતો. કેપ્ટને 99 બોલમાં 97 રનની ઇનિંગ રમી હતી. આ પછી શ્રેયસ અય્યરે પણ ફિફ્ટી ફટકારી અને 54 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. 
આ પછી સૂર્યકુમાર યાદવ 13 અને સંજુ સેમસન 12 રન બનાવીને આઉટ થયો હતો. દીપક હુડ્ડાએ 27 અને અક્ષર પટેલે 21 રન બનાવી સ્કોરને 300 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે, શે હોપને મોહમ્મદ સિરાજે 7 રન પર આઉટ કર્યો હતો પરંતુ કાયલ મેયર્સ (75) અને શમરાહ બ્રૂક્સ (46)એ બીજી વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી હતી. શાર્દુલ ઠાકુરે સેટ થઇ ગયેલા બંને બેટ્સમેનોને આઉટ કરીને ભારતની વધતી મુસીબતો હળવી કરી હતી.
Advertisement

આ પછી કેપ્ટન નિકોલસ પૂરન (25) અને બ્રેન્ડન કિંગ (54)એ ચોથી વિકેટ માટે 51 રન જોડ્યા પરંતુ સિરાજે આવતાની સાથે જ આ જોડી તોડી નાખી. આ પછી યુઝવેન્દ્ર ચહલે રોવમેન પોવેલને આઉટ કરીને ટીમને 5મી સફળતા અપાવી હતી. ત્યારબાદ અકીલ હુસૈન (અણનમ 33) સેટ કિંગ સાથે જોડાયો અને સ્કોર 252 સુધી સ્કોરને લઈ ગયો. પરંતુ ચતુર અને ચપળ ચહલ ફરી એક વાર આવ્યો અને તેણે સેટ કિંગને આઉટ કરીને બીજી ભાગીદારીને 56 રન સુધી મર્યાદિત કરી. 
Tags :
Advertisement

.

×