Norway Chess: ડી ગુકેશની ઐતિહાસિક જીત પર PM મોદીએ કહી આ વાત
- ગુકેશે મેગ્નસ કાર્લસનને હરાવી ઇતિહાસ રચ્યો
- નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં ડી ગુકેશે મેગ્નસ કાર્લસનને હરાવ્યો
- PM મોદીએ ટ્વીટ કરી ગુકેશને અભિનંદન પાઠવ્યા
- શ્રેષ્ઠ ખેલાડી પર વિજય મેળવવા બદલ તેમને અભિનંદન:PM મોદી
Norway Chess 2025: વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશે નોર્વે ચેસ 2025 ટુર્નામેન્ટના (Norway Chess )છઠ્ઠા રાઉન્ડમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન મેગ્નસ કાર્લસનને ક્લાસિકલ ટાઈમ કંટ્રોલમાં પ્રથમ વખત હરાવીને શાનદાર જીત હાંસલ કરી. આ જીતે ભારતીય ચેસ ખેલાડીઓની વૈશ્વિક સ્તરે સફળતાનો નવો અધ્યાય ઉમેર્યો, ખાસ કરીને નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં, જ્યાં ગત વર્ષે આર. પ્રજ્ઞાનંદાએ પણ કાર્લસનને હરાવ્યો હતો.ગુકેશની ઐતિહાસિક જીતે સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી.
PM મોદીએ પણ ગુકેશને અભિનંદન પાઠવ્યા
PM મોદીએ પણ ગુકેશને અભિનંદન પાઠવ્યા અને તેમના વખાણ કર્યા. પીએમ મોદીએ કહ્યું, ઐતિહાસિક અને અનુકરણીય! ડી ગુકેશને તેમની સિદ્ધિ બદલ અભિનંદન. આ તેમની અનોખી પ્રતિભા, સખત મહેનત અને અતૂટ સંકલ્પનું પરિણામ છે. તેમની જીતે માત્ર ચેસના ઈતિહાસમાં તેમનું નામ રોશન કર્યું નથી, પરંતુ લાખો યુવા દિમાગને મોટા સપના જોવા અને શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રેરિત કર્યા છે. તેના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.
આ પણ વાંચો -Cricketer : IPL ફાઇનલ પહેલા હેનરિક ક્લાસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા
કાર્લસનને નોર્વે ચેસ 2025ના છઠ્ઠા રાઉન્ડમાં હરાવ્યો
19 વર્ષીય ગુકેશે સફેદ મહોરાઓ સાથે રમીને સ્ટાવેન્જરમાં ઘરેલૂ દર્શકો સામે કાર્લસનને નોર્વે ચેસ 2025ના છઠ્ઠા રાઉન્ડમાં હરાવ્યો. રમતના મોટાભાગના સમય દરમિયાન કાર્લસન મજબૂત સ્થિતિમાં હતો, પરંતુ ટુર્નામેન્ટના કડક ટાઈમ કંટ્રોલ (120 મિનિટ/40 ચાલ, ત્યારબાદ 10 સેકન્ડનો ઇન્ક્રીમેન્ટ) હેઠળ દબાણમાં તેણે એક ભૂલ કરી. ગુકેશે આ તકનો લાભ લઈ, શિસ્તબદ્ધ રક્ષણ અને સટીક વળતા હુમલાથી રમત પોતાની તરફ ફેરવી લીચેસના ડેટાબેઝ મુજબ, ગુકેશે 62 ચાલમાં જીત મેળવી. ગુકેશે જણાવ્યું, “99માંથી 100 વખત હું હારી જાત, પણ આ એક નસીબદાર દિવસ હતો. આ જીતથી ગુકેશ 8.5 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચ્યો, જ્યારે કાર્લસન અને ફેબિયાનો કારુઆના 9.5 પોઈન્ટ સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને રહ્યા.
આ પણ વાંચો -Cricketer : IPL ફાઇનલ પહેલા હેનરિક ક્લાસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા
ટેબલ પર મુક્કો માર્યો અને ઝડપથી સ્થળ છોડી દીધું
આ જીત ગુકેશ માટે કમબેક સાબિત થઈ, કારણ કે તે પ્રથમ રાઉન્ડમાં કાર્લસન સામે હારી ગયો હતો. કાર્લસન, જે ભાગ્યે જ ક્લાસિકલ ચેસમાં હારે છે, તેણે હતાશામાં ટેબલ પર મુક્કો માર્યો અને ઝડપથી સ્થળ છોડી દીધું. ચેસ દિગ્ગજ સુસાન પોલ્ગરે આને કાર્લસનની કારકિર્દીની સૌથી દુખદ હાર ગણાવી. ગુકેશે તેના કોચ ગ્રેઝગોર્ઝ ગજેવસ્કી સાથે ઉજવણી કરી, જે આ જીતને “નસીબદાર પણ સંઘર્ષપૂર્ણ” ગણાવે છે. આ ટુર્નામેન્ટમાં અન્ય ભારતીય ખેલાડી અર્જુન એરિગાઈસીએ પણ વેઈ યીને હરાવ્યો, જે ભારતીય ચેસ માટે એક શાનદાર દિવસ દર્શાવે છે.