ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ટીમ ઈન્ડિયા જ નહીં સચિન તેંડુલકર પણ ઓસ્ટ્રેલિયા સામે રમશે, જાણો પૂરી વિગત

India vs Australia : Champions Trophy 2025ની પહેલી સેમિફાઇનલ મેચ આજે, 4 માર્ચે, ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australi) વચ્ચે રમાવાની છે. આ મેચને લઈને ભારતીય ક્રિકેટ ચાહકોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
11:17 AM Mar 04, 2025 IST | Hardik Shah
India vs Australia : Champions Trophy 2025ની પહેલી સેમિફાઇનલ મેચ આજે, 4 માર્ચે, ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australi) વચ્ચે રમાવાની છે. આ મેચને લઈને ભારતીય ક્રિકેટ ચાહકોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Not only Team India Sachin Tendulkar will also play against Australia

India vs Australia : Champions Trophy 2025ની પહેલી સેમિફાઇનલ મેચ આજે, 4 માર્ચે, ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australi) વચ્ચે રમાવાની છે. આ મેચને લઈને ભારતીય ક્રિકેટ ચાહકોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટૂર્નામેન્ટમાં સતત 3 મેચ જીતીને ભારતીય ટીમે પોતાની તાકાતનો પરચો આપ્યો છે અને હવે તે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે ટક્કર આપવા માટે સજ્જ છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા બીજી ICC ફાઇનલમાં પહોંચવાથી માત્ર એક જીત દૂર છે. જોકે, આ માટે ભારતે ઓસ્ટ્રેલિયાના શક્તિશાળી ટીમનો સામનો કરવો પડશે, જે કોઈ પણ રીતે સરળ નહીં હોય.

સચિન તેંડુલકર પણ ઓસ્ટ્રેલિયા સામે ચઢાવશે બાયો

આ રોમાંચક સેમિફાઇનલની સાથે જ એક બીજી રસપ્રદ વાત સામે આવી રહી છે. રોહિત શર્મા જ નહીં, પરંતુ ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર પણ ઓસ્ટ્રેલિયાની ટીમ સામે મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે. આ ઘટના ચેમ્પિયન્સ ટ્રોફીની મેચના બીજા દિવસે એટલે કે 5 માર્ચે બનવાની છે. સચિનની ટીમ ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ સામે ટકરાશે, જે દિગ્ગજ ખેલાડીઓથી ભરેલી છે. હવે તમે વિચારતા હશો કે આ કઈ મેચની વાત થઈ રહી છે? તો ચાલો આની પાછળની સંપૂર્ણ વાત જાણીએ.

ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025નું આયોજન

હાલમાં ભારતમાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) 2025નું આયોજન થઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં ભારત તરફથી ઇન્ડિયા માસ્ટર્સ અને ઓસ્ટ્રેલિયા તરફથી ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ સામેલ છે. ઇન્ડિયા માસ્ટર્સ ટીમની કમાન સચિન તેંડુલકરના હાથમાં છે, જ્યારે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સનું નેતૃત્વ શેન વોટસન કરી રહ્યા છે. આ લીગ 22 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને અત્યાર સુધી 8 મેચ રમાઈ ચૂકી છે. સચિનના નેતૃત્વમાં ઇન્ડિયા માસ્ટર્સે સતત ત્રણ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે અને તેના 6 પોઈન્ટ છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ હજુ સુધી એક પણ જીત મેળવી શક્યું નથી.

ઇન્ડિયા માસ્ટર્સ vs ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ: મેચની વિગતો

બંને ટીમોની રચના

ઇન્ડિયા માસ્ટર્સ

આ ટીમમાં દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેનું નેતૃત્વ સચિન તેંડુલકર કરી રહ્યા છે. ટીમની યાદી આ પ્રમાણે છે: સચિન તેંડુલકર (કેપ્ટન), અંબાતી રાયડુ, ગુરકીરત સિંહ માન, સુરેશ રૈના, યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ, સ્ટુઅર્ટ બિન્ની, યુસુફ પઠાણ, નમન ઓઝા (વિકેટકીપર), અભિમન્યુ મિથુન, ધવલ કુલકર્ણી, પવન નેગી, રાહુલ શર્મા, શાહબાઝ નદીમ, વિનય કુમાર.

ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ

શેન વોટસનના નેતૃત્વમાં આ ટીમ પણ શક્તિશાળી ખેલાડીઓથી સજ્જ છે. ટીમની યાદી આ મુજબ છે: શેન વોટસન (કેપ્ટન), કેલમ ફર્ગ્યુસન, નાથન રિઅર્ડન, શોન માર્શ, બેન કટિંગ, ડેન ક્રિશ્ચિયન, બેન ડંક (વિકેટકીપર), પીટર નેવિલ (વિકેટકીપર), બેન હિલ્ફેનહોસ, બેન લાફલિન, બ્રાયસ મેકગેન, જેમ્સ પેટિન્સન, જેસન ક્રેઝા, નાથન કુલ્ટર-નાઇલ, ઝેવિયર ડોહર્ટી.

ઉત્સાહનું ડબલ ડોઝ

આ બે મેચો ભારતીય ક્રિકેટ ચાહકો માટે ડબલ રોમાંચ લઈને આવી રહી છે. એક તરફ રોહિત શર્માની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ટક્કર આપશે, જ્યારે બીજી તરફ સચિન તેંડુલકરની ટીમ IML 2025માં ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ સામે લડશે. આ બંને મુકાબલાઓ ક્રિકેટ રસિયાઓ માટે યાદગાર બની રહેશે.

આ પણ વાંચો :   ફરી સર્જાયો 2015 વર્લ્ડ કપ જેવો સંયોગ! શું આ વખતે પણ ટીમ ઈન્ડિયા હારશે? જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા

Tags :
Australia MastersAustralia Masters struggles in IMLAustralia Masters team squadBCA Stadium Vadodara matchCHAMPIONS TROPHYChampions Trophy 2025Champions Trophy semifinal match detailsColors Cineplex live matchCricket battle India vs AustraliaGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHow to Watchhow to watch international masters league live telecast on tv and onlineIML 2025IML 2025 Live StreamingIML 2025 scheduleIndia MastersIndia Masters team squadIndia Masters unbeaten streakIndia Masters vs Australia Live Streamingindia masters vs Australia mastersindia masters vs Australia masters live streamingIndia vs AustraliaIndia vs Australia SemifinalInternational Masters LeagueInternational Masters League 2025Jio Hotstar cricket liveLive StreamingLive Telecastrohit sharmaRohit Sharma leadershipsachin tendulkarSachin Tendulkar captain India MastersSachin Tendulkar vs Australia MastersShane Watson captaincyT20 cricket legends matchTeam IndiaTV and Online
Next Article