Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs PAK : Operation Sindoor બાદ ભારતે પાકિસ્તાનને ક્રિકેટના મેદાનમાં બતાવી Tilak ની તાકત

Tilak Varma's insightful innings : T20 Asia Cup 2025 ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે. 41 વર્ષ બાદ એશિયા કપની ફાઈનલમાં આમને-સામને આવ્યા બાદ ભારતીય ટીમે પાકિસ્તાનને રોમાંચક મેચમાં હરાવી ક્રિકેટના મેદાનમાં પણ પોતાની તાકત બતાવી છે.
ind vs pak   operation sindoor બાદ ભારતે પાકિસ્તાનને ક્રિકેટના મેદાનમાં બતાવી tilak ની તાકત
Advertisement
  • Tilak Varma ની ધમાકેદાર ઇનિંગ્સે ભારતને અપાવ્યો એશિયા કપ
  • કુલદીપ-તિલક-દુબેનો કમાલ, ભારત બન્યું એશિયા કપ વિજેતા
  • તિલકની અડધી સદી, કુલદીપની 4 વિકેટ – ભારતનું ઓલરાઉન્ડ પ્રદર્શન
  • ભારત-પાકિસ્તાન ફાઇનલમાં તિલક વર્મા બન્યો ટીમનો હીરો

Tilak Varma's insightful innings : T20 Asia Cup 2025 ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે. 41 વર્ષ બાદ એશિયા કપની ફાઈનલમાં આમને-સામને આવ્યા બાદ ભારતીય ટીમે પાકિસ્તાનને રોમાંચક મેચમાં હરાવી ક્રિકેટના મેદાનમાં પણ પોતાની તાકત બતાવી છે. આ મેચ માત્ર જીત માટે જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટ માટે એક યાદગાર ક્ષણ બની. "ઓપરેશન સિંદૂર" પછી પહેલીવાર ભારત-પાકિસ્તાન આમને-સામને હતા, અને અહીં ભારતીય ખેલાડીઓએ બતાવી દીધું કે દબાણની પરિસ્થિતિમાં કેવી રીતે સંભાળીને મેચ જીતી શકાય છે. મેચનો હીરો તિલક વર્મા (Tilak Varma), કુલદીપ યાદવ (Kuldeep Yadav) અને શિવમ દુબે (Shivam Dube) રહ્યા હતા.

પાકિસ્તાનની શરૂઆત મજબૂત પરંતુ અંત નબળો

પહેલા બેટિંગ કરવા ઉતરેલા પાકિસ્તાને 146 રન બનાવ્યા હતા. શરૂઆતમાં તેમની બેટિંગ સારી લાગી રહી હતી, પરંતુ મધ્યક્રમમાં કુલદીપ યાદવે ઘાતક સ્પેલ ફેંકીને પાકિસ્તાની બેટ્સમેનોને પૂરતા રન બનાવવામાં રોકી દીધા. કુલદીપે 4 ઓવરમાં 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેની બોલિંગ સામે પાકિસ્તાની બેટ્સમેનો એક પછી એક પેવેલિયનનો રસ્તો પકડતા ગયા. બીજી તરફ લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. અભિષેક શર્મા માત્ર 5 રન બનાવી શક્યા, શુભમન ગિલ 12 રન કરીને આઉટ થયા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ તો માત્ર 1 રન પર પેવેલિયન પરત ફર્યા. ટીમનો સ્કોર 20 રન પર 3 વિકેટ હતો. આ સમયે લાગતું હતું કે ભારત માટે મેચ જીતવી મુશ્કેલ બની જશે.

Advertisement

Advertisement

Tilak Varma નું શાનદાર પ્રદર્શન

મુશ્કેલ સમયમાં તિલક વર્મા (Tilak Varma) ટીમ માટે સાચો નાયક બનીને ઉભો રહ્યો. પાકિસ્તાની બોલરોની ઘાતક બોલિંગ સામે તેણે સંયમ સાથે ઇનિંગ્સ રમી. તિલક છેલ્લી ઓવર સુધી ક્રીજ પર ટકી રહ્યો અને 53 બોલમાં 69 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ હતો. તેની ઇનિંગ્સે માત્ર સ્કોર બોર્ડ આગળ ધપાવ્યો નહીં, પરંતુ ટીમમાં આત્મવિશ્વાસ પણ ભર્યો. તિલકને શિવમ દુબેએ મજબૂત સાથ આપ્યો. તેણે 22 બોલમાં 33 રન બનાવ્યા અને પાકિસ્તાની બોલિંગ પર દબાણ વધાર્યું. બંને વચ્ચેની ભાગીદારી ભારત માટે મેચ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. શિવમના ચોગ્ગા-છગ્ગાઓએ તિલક પરનો દબાણ હળવો કર્યો અને ભારતને જીત તરફ આગળ ધપાવ્યું.

કુલદીપ યાદવ – બોલિંગનો હીરો

એક તરફ તિલક વર્મા (Tilak Varma) બેટિંગમાં હીરો સાબિત થયો, ત્યારે બોલિંગમાં કુલદીપ યાદવે પોતાની ક્લાસ બતાવી. તેની 4 વિકેટ પાકિસ્તાન માટે ભારે પડી. પાકિસ્તાન પાસે 170-180 સુધી જવાની તક હતી, પરંતુ કુલદીપે તેમની આશાઓ પર પાણી રેડી દીધું હતું. આ જીત માત્ર એક ખિતાબ સુધી સીમિત નથી. આ ભારતની માનસિક મજબૂતી, ખેલાડીઓની ટીમ સ્પિરિટ અને દબાણની પરિસ્થિતિમાં પ્રદર્શન કરવાની ક્ષમતાનો પુરાવો છે. ખાસ કરીને તિલક વર્મા માટે આ ઇનિંગ્સ તેની કારકિર્દીનો સૌથી યાદગાર મુકામ બની રહેશે.

ભારતનું ઓલરાઉન્ડ પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે, T20 એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતની જીતે ફરી સાબિત કર્યું કે ભારત-પાકિસ્તાન મુકાબલા ફક્ત ક્રિકેટ નથી, પણ એ ગૌરવ, આત્મવિશ્વાસ અને દેશપ્રેમનો પ્રશ્ન હોય છે. ઓપરેશન સિંદૂર બાદના આ મુકાબલામાં તિલક વર્માની તાકત, કુલદીપ યાદવની બોલિંગ અને શિવમ દુબેની ઓલરાઉન્ડ રમત ભારતની ઐતિહાસિક જીતે સૌ કોઇનું દિલ જીતી લીધું છે.

આ પણ વાંચો :   Asia Cup 2025 જીત્યા બાદ BCCIએ પોતાની તિજોરી ખોલી, ભારતીય ટીમને જાણો કેટલા કરોડ મળશે

Tags :
Advertisement

.

×