આતંકી હુમલામાં મૃતકના પત્નીનો ભારત-પાક.ની મેચનો વિરોધ, 'ઘા પર મીઠુ નાંખવા' જેવું ગણાવ્યું
- એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચનો વિરોધ જારી
- આતંકી હુમલામાં સ્વજન ગુમાવનારના પરિવારો આગળ આવ્યા
- પતિ ગુમાવી ચુકેલી મહિલાએ કહ્યું, દેશ માટે ઉભા રહેવું તેમની નૈતિક જવાબદારી
India-Pakistan Match Oppose : પહેલગામ આતંકવાદી હુમલામાં (Pahalgam Terror Attack) માર્યા ગયેલા એક વ્યક્તિની પત્ની ઐશાન્યા દ્વિવેદીએ (Aishanya Dwivedi) આગામી ભારત-પાકિસ્તાન એશિયા કપ 2025 (India - Pakistan Match, Asia Cup - 2025) મેચનો સખત વિરોધ કર્યો છે અને દરેકને મેચનો બહિષ્કાર કરવાની અપીલ (Oppose India - Pakistan Match) કરી છે. તેમણે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, હુમલામાં જીવ ગુમાવનારા 26 લોકોના બલિદાનને અવગણવામાં આવી રહ્યું છે, અને પાકિસ્તાન જેવા આતંકવાદી રાષ્ટ્ર (Terror State - Pakistan) સાથે ક્રિકેટ રમવું એ શહીદ પરિવારોના ઘા પર મીઠું ભભરાવવા જેવું છે.
#WATCH | Kanpur, UP: On upcoming India vs Pakistan match in Asia Cup 2025, Aishanya Dwivedi - wife of Pahalgam terror attack victim Shubham Dwivedi, says, "BCCI should not have accepted a match between India and Pakistan...I think BCCI is not sentimental towards those 26… pic.twitter.com/1tAu9wjqSo
— ANI (@ANI) September 13, 2025
પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો નહીં
સમાચાર એજન્સી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "BCCI એ આ મેચ સ્વીકારવી જોઈતી ન્હતી (Oppose India - Pakistan Match). અમારા ખેલાડીઓને રાષ્ટ્રવાદી કહેવામાં આવે છે, પરંતુ 1-2 સિવાય, કોઈએ આગળ આવીને પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો નહીં. દેશ માટે ઉભા રહેવું તેમની નૈતિક જવાબદારી હતી. પરંતુ તેઓ આમ કરી રહ્યા નથી."
ટીવી ચાલુ ના કરો
તેમણે પ્રશ્ન કર્યો કે, મેચમાંથી થતી આવકનો ઉપયોગ શા માટે કરવામાં આવશે. તેમણે કહ્યું, "પાકિસ્તાન તે પૈસાનો ઉપયોગ ફક્ત આતંકવાદ માટે કરશે. પ્રાયોજકો અને પ્રસારણકર્તાઓએ પણ વિચારવું જોઈએ કે, શું તેમનો રાષ્ટ્રવાદ તે 26 પરિવારો સુધી મર્યાદિત નથી ? ટીવી ચાલુ ના કરો, આ મેચનો બહિષ્કાર કરો (Oppose India - Pakistan Match)."
આ શહીદો અને તેમના પરિવારોનું અપમાન છે
ભારત-પાકિસ્તાન મેચને લઈને વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર અને BCCI પર પણ નિશાન સાધ્યું છે. શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેએ પૂછ્યું - "શું લોહી અને ક્રિકેટ એકસાથે વહે છે ?" મહારાષ્ટ્ર કોંગ્રેસે કહ્યું કે, આ શહીદો અને તેમના પરિવારોનું અપમાન છે (Oppose India - Pakistan Match). શરદ પવારની NCP (SP) એ આરોપ લગાવ્યો કે, સરકારે મેચને મંજૂરી આપીને તેના બેવડા ધોરણોનો (Oppose India - Pakistan Match) પર્દાફાશ કર્યો છે.
કોર્ટે સુનવણીને ઇનકાર કર્યો
બીજી તરફ, સુપ્રીમ કોર્ટે ગુરુવારે 14 સપ્ટેમ્બરે દુબઈમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો ----- Asia Cup માં ભારતે પાકિસ્તાનને 56% મેચમાં આપી માત : છેલ્લા 10 વર્ષમાં PAKને માત્ર 1 મેચમાં જીત


