NZ vs PAK: Pakistan ના કેપ્ટને સિરીઝ હાર્યા બાદ આપ્યું મોટું નિવેદન
- ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 4-1થી હરાવ્યું
- સિરીઝની પાંચમી મેચ 26 માર્ચે રમાઈ
- ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું
NZ vs PAK:સલમાન અલી આગાના કેપ્ટનશીપ હેઠળ,પાકિસ્તાને ન્યુઝીલેન્ડ સામે (NZ vs PAK)પાંચ મેચની T20 સિરીઝ રમી હતી. પરંતુ આ સિરીઝમાં પાકિસ્તાનને નિરાશાનો સામનો કરવો પડ્યો.સિરીઝમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 4-1થી હરાવ્યું.સિરીઝની પાંચમી મેચ 26 માર્ચે રમાઈ હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું. હાર બાદ સલમાન અલી (Salman Ali Agha)આગાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેને હારનું સાચું કારણ જણાવ્યું છે.
હાર બાદ કેપ્ટનનું મોટું નિવેદન
છેલ્લી T20 મેચ પછી સલમાન અલી આગાએ મોટું નિવેદન આપ્યું. તેને હારનું સાચું કારણ પણ જણાવ્યું અને વિરોધી ટીમના વખાણ કર્યા.તેમને કહ્યું કે ન્યુઝીલેન્ડ શાનદાર રમ્યું.તેમને આખી સિરીઝ દરમિયાન અમારા કરતા સારું પ્રદર્શન કર્યું.પરંતુ ઘણી સકારાત્મક બાબતો પણ હતી.ઓકલેન્ડમાં હસન અને હેરિસે જે રીતે બેટિંગ કરી.આજે સુફિયાને જે રીતે બોલિંગ કરી. જ્યારે અમે અહીં આવ્યા ત્યારે અમારું ધ્યાન એશિયા કપ અને વર્લ્ડકપ પર હતું.મેં સારું પ્રદર્શન કર્યું.જ્યારે તમે સિરીઝ હારી જાઓ છો ત્યારે કોઈ ફરક પડતો નથી.
Salman Ali Agha in the post-match presentation 👇
"There were plenty of positives, though. The way Hasan and Haris batted in Auckland. The way Sufiyan bowled today. When we came here, the focus was on the Asia Cup and the World Cup" pic.twitter.com/v7EIs3oMv1
— Cricwick (@Cricwick) March 26, 2025
આ પણ વાંચો - IPL 2025 : RR-KKR ની હાઈ સ્કોરિંગ મેચ માટે તૈયાર રહો! જાણો Pitch શું કહી રહી છે
સલમાન અલી આગાએ અડધી સદીની ઈનિંગ રમી
આ મેચમાં સલમાન અલી આગાએ શાનદાર પ્રદર્શન કર્યું. તેને શાનદાર ઈનિંગ્સ રમી. સલમાને 39 બોલમાં 51 રનની ઈનિંગ રમી, જેમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. પરંતુ સલમાનની ઈનિંગ પાકિસ્તાનને મદદ કરી શકી નહીં. ટીમને 8 વિકેટથી મેચ હારવી પડી.
આ પણ વાંચો - GT vs PBKS : રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાતને 11 રને હરાવ્યું
આવો છે મેચ રિપોર્ટ
છેલ્લી T20 મેચમાં પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 128 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યુઝીલેન્ડે માત્ર 10 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સીફર્ટે 38 બોલમાં 97 રનની અણનમ ઈનિંગ રમી. આ સિવાય ફિન એલને 12 બોલમાં 27 રન બનાવ્યા.


