Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે વધુ એક ગુડ ન્યૂઝ, લક્ષ્ય સેનની ધમાકેદાર જીત

Paris Olympic 2024 : ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી છે.  તેણે મેન્સ સિંગલ્સમાં પોતાની પ્રથમ ગ્રુપ મેચ જીતી લીધી છે. લક્ષ્ય સેને ગ્વાટેમાલાના કેવિન કોર્ડનને 21-8, 22-20થી હરાવ્યો હતો. લક્ષ્ય ગ્રૂપ-એલની તેની આગામી મેચમાં...
paris olympic 2024   પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે વધુ એક ગુડ ન્યૂઝ  લક્ષ્ય સેનની ધમાકેદાર જીત
Advertisement

Paris Olympic 2024 : ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી છે.  તેણે મેન્સ સિંગલ્સમાં પોતાની પ્રથમ ગ્રુપ મેચ જીતી લીધી છે. લક્ષ્ય સેને ગ્વાટેમાલાના કેવિન કોર્ડનને 21-8, 22-20થી હરાવ્યો હતો. લક્ષ્ય ગ્રૂપ-એલની તેની આગામી મેચમાં બેલ્જિયમના જુલિયન કારાગી સામે ટકરાશે.

લક્ષ્ય સેનની જીત સાથે શરૂઆત

બેડમિન્ટનમાં ભારતે સારી શરૂઆત કરી છે. પ્રથમ સિંગલ્સ મેચમાં લક્ષ્ય સેને ભારત માટે ધમાકો સર્જ્યો હતો અને મેચ 2-0થી જીતી હતી. લક્ષ્ય સેને બીજા સેટમાં રોમાંચક વાપસી કરીને મેચ જીતી લીધી હતી. લક્ષ્ય સેન અને ગ્વાટેમાલાના ખેલાડી કેવિન કોર્ડન વચ્ચે ગ્રૂપ સ્ટેજની સિંગલ્સ મેચમાં લક્ષ્ય સેને પ્રથમ સેટમાં ચપળતા બતાવી હતી અને વિરોધી ખેલાડીને કોઈ તક આપી ન હતી. લક્ષ્યે આ સેટ એકતરફી જીત્યો હતો. તેઓએ કોર્ડનને 21-8થી હરાવ્યો હતો. બીજા સેટમાં કોર્ડને શાનદાર શરૂઆત કરી અને લક્ષ્ય સેનને પાછળ છોડી દીધો. બ્રેક સુધી તેની લીડ હતી. આ પછી, લક્ષ્ય સેન માટે મામલો મુશ્કેલ લાગતો હતો પરંતુ લક્ષ્યે વાપસી કરી અને કોર્ડનને ગેમ પોઈન્ટ પર રોકી દીધો અને મેચ 22-20થી જીતી લીધી.

Advertisement

Advertisement

  • પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે વધુ એક ગુડ ન્યૂઝ
  • બેડમિન્ટનમાં લક્ષ્ય સેનની જીત સાથે શરૂઆત

બીજી તરફ, ટેબલ ટેનિસમાં હરમીત દેસાઈએ ભારત માટે જોરદાર તરખાટ મચાવ્યો હતો અને જોર્ડનના અબુ યમનને ખરાબ રીતે હરાવ્યો હતો. તેઓએ આ મેચ 4-0થી જીતી હતી. હરમીતે પહેલો સેટ 11-7થી જીત્યો હતો. આ પછી તેણે આગલા ત્રણ સેટ 11-9, 11-5, 11-5થી જીત્યા.

આ પણ વાંચો: Paris Olympic 2024 માં ભારતને પહેલી મોટી સફળતા, શૂટિંગમાં મનુ ભાકર ફાઈનલમાં પહોંચી

Tags :
Advertisement

.

×