Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PARIS OLYMPICS 2024: બોક્સિંગ ચેમ્પિયન Imane Khelif એ નોંધાવી કાનૂની ફરિયાદ, જાણો શું છે કારણ

પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં હવે નવો વિવાદ સામે આવ્યો છે. હવે પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં વિવાદનો ભાગ બનેલી અલ્જેરિયાની બોક્સર Imane Khelif એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિરુદ્ધ કાનૂની ફરિયાદ નોંધાવી છે. અલ્જેરિયાની બોક્સર Imane Khelif એ ‘ઓનલાઈન હેરેસમેન્ટ’ માટે ઔપચારિક કાનૂની ફરિયાદ...
paris olympics 2024  બોક્સિંગ ચેમ્પિયન imane khelif એ નોંધાવી કાનૂની ફરિયાદ  જાણો શું છે કારણ
Advertisement

પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં હવે નવો વિવાદ સામે આવ્યો છે. હવે પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં વિવાદનો ભાગ બનેલી અલ્જેરિયાની બોક્સર Imane Khelif એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિરુદ્ધ કાનૂની ફરિયાદ નોંધાવી છે. અલ્જેરિયાની બોક્સર Imane Khelif એ ‘ઓનલાઈન હેરેસમેન્ટ’ માટે ઔપચારિક કાનૂની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ખલીફ ઉપરાંત તાઈવાનની લિન યુ-ટિંગ પણ લિંગ વિવાદનો એક ભાગ હતી. જેના બાદ સોશિયલ મીડિયા ઉપર તેની ખૂબ જ મજાક બનાવવામાં આવી હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

Imane Khelif એ ઓનલાઈન હેરેસમેન્ટ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

Advertisement

PARIS OLYMPICS ગેમ્સમાં હવે નવો વિવાદ સામે આવ્યો છે. BOXING માં ગોલ્ડ મેડલ જીતનાર ઈમાન ખલીફે કાનૂની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતીના અનુસાર, ઈમાન ખલીફે ઓનલાઈન ઉત્પીડન બાબતે પેરિસ કરેક્શન કોર્ટમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

Advertisement

ખલીફના વકીલ નબીલ બૌદીએ જણાવ્યું કે - 'શુક્રવારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી' વધુમાં તેમણે કહ્યું હતું કે - 'બોક્સર ઈમાન ખલીફે એક નવી લડાઈ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ લડાઈ તેમના ન્યાય, ગૌરવ અને સન્માન માટે હશે.' તેમણે વધુમાં કહ્યું હતું કે - 'ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર નફરત ફેલાવવામાં આવી રહી છે, આ તપાસ બાદ ખબર પડશે કે આ પાછળ કોણ હતું.' વધુમાં સમગ્ર વિવાદ અંગે ઈમાન ખલીફે કહ્યું કે - , 'સોશિયલ મીડિયામાં જે કહેવામાં આવી રહ્યું છે તે અનૈતિક છે. હું દુનિયાભરના લોકોની વિચારસરણી બદલવા માંગુ છું.'

આ પણ વાંચો : મનીઝા તલાશે ઓલિમ્પિકમાં કર્યું કંઈક એવું, ઇવેન્ટમાંથી કરાઈ Disqualify

Tags :
Advertisement

.

×