Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનમાં તણાવની સ્થિતિ વચ્ચે PCB ને લેવો પડ્યો મોટો નિર્ણય, રદ કરાઈ ખાસ સિરીઝ

પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય તોફાનને કારણે પાકિસ્તાન શાહીન અને શ્રીલંકા A ટીમ વચ્ચેની ODI શ્રેણી અધૂરી રહી. ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનના સમર્થકો દ્વારા થયેલા વિરોધ પ્રદર્શનને કારણે PCB એ શ્રેણીની છેલ્લી બે મેચો સ્થગિત કરવાનો નિર્ણય લીધો. શ્રેણીની પ્રથમ મેચમાં પાકિસ્તાને 108 રનથી શાનદાર જીત મેળવી હતી. PCB અને શ્રીલંકન ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં શ્રેણી પૂરી કરવા માટે નવી તારીખ જાહેર કરશે, પરંતુ રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં કોઈ ચોક્કસ તારીખ નક્કી થઈ શકી નથી.
પાકિસ્તાનમાં તણાવની સ્થિતિ વચ્ચે pcb ને લેવો પડ્યો મોટો નિર્ણય  રદ કરાઈ ખાસ સિરીઝ
Advertisement
  • પાકિસ્તાન અને શ્રીલંકા A વચ્ચે ODI શ્રેણી સ્થગિત
  • રાજકીય અશાંતિએ પાકિસ્તાન-શ્રીલંકા ODI શ્રેણીને અટકાવી!
  • પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન: શ્રીલંકા A સામેની ODI શ્રેણી અધૂરી રહી!
  • ઈમરાન ખાનના સમર્થકોના વિરોધ પ્રદર્શનથી ક્રિકેટ શ્રેણી સ્થગિત!
  • પાકિસ્તાન શાહીન vs શ્રીલંકા A: રાજકીય તોફાનમાં ક્રિકેટ શ્રેણી ડૂબી!
  • શ્રીલંકા A સામેની ODI શ્રેણી અધૂરી રહી, PCB એ બાકીની મેચો સ્થગિત કરી!

PCB : પાકિસ્તાન શાહીન અને શ્રીલંકા A (Pakistan Shaheens vs Sri Lanka A) વચ્ચેની 3 મેચોની ODI શ્રેણીમાં ભલે પહેલી મેચ યોજાઈ ગઈ હોય, પણ દેશમાં ચાલી રહેલી ખરાબ રાજકીય સ્થિતિના પગલે અંતિમ 2 મેચ સ્થગિત કરવી પડી છે. ઈસ્લામાબાદ (Islamabad) માં ચાલી રહેલા ભારે વિરોધ પ્રદર્શનને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) આ નિર્ણય લીધો છે. આ સિરીઝની છેલ્લી બે મેચ 27 અને 29 નવેમ્બરના રોજ રાવલપિંડીમાં રમાવાની હતી, જે હવે અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.

PCBનું નિવેદન અને રાજકીય સ્થિતિ

PCB એ નિવેદન જારી કરી જણાવ્યું કે, ઈસ્લામાબાદ અને રાવલપિંડીના જોડિયા શહેરોમાં ઉગ્ર રાજકીય વિરોધ પ્રદર્શનને કારણે બોર્ડની વ્યવસ્થામાં મુશ્કેલીઓ થઈ રહી છે. રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને PCB એ શ્રેણીની બાકીની 2 મેચો સ્થગિત કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ બંને મેચો રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાની હતી. PCB અને શ્રીલંકન ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં શ્રેણી પૂરી કરવા માટે નવી તારીખની જાહેરાત કરશે. જણાવી દઇએ કે, વિરોધ પ્રદર્શન ઈમરાન ખાનના સમર્થકો દ્વારા થઈ રહ્યા છે, જેઓ સતત (PTI) નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની જેલમુક્તિની માંગ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ઈસ્લામાબાદમાં ઘણી સેવાઓ ખોરવાઈ ગઈ છે અને સ્થાનીક વ્યવસ્થા પર વિપરીત અસર પડી છે.

Advertisement

Advertisement

પ્રથમ મેચમાં પાકિસ્તાનની જીત

શ્રેણીની પ્રથમ મેચમાં પાકિસ્તાને શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 108 રનની મોટી જીત હાંસલ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 7 વિકેટના નુકસાને 306 રન બનાવ્યા હતા. પાકિસ્તાની બેટ્સમેન હૈદર અલીની શાનદાર સદી (94 બોલમાં 108 રન) અને અબ્દુલ સમદના 63 બોલમાં 56 રનના યોગદાને ટીમને મજબૂત પાયો આપ્યો હતો. મોહમ્મદ હુરૈરાએ પણ 26 રનની મહત્વની ઇનિંગ રમી હતી. બીજી તરફ શ્રીલંકા A ટીમ 198 રન પર ઓલઆઉટ થઈ હતી, અને ટીમને 108 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની બોલરો પણ પોતાની આક્રમક બોલિંગની સાથે છવાઈ ગયા હતા, જેમાં શ્રીલંકન બેટ્સમેનને સ્કોર કરવાનો કોઈ મોકો મળ્યો ન હતો.

શ્રેણીનું ભવિષ્ય અનિશ્ચિત

PCB અને શ્રીલંકન બોર્ડ આગામી દિવસોમાં શ્રેણીની બાકી બે મેચો માટે નવી તારીખ નક્કી કરશે. જો કે, રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં કોઈ સમયસીમા નક્કી થઈ શકી નથી. રાજકીય તંગદિલીના કારણે આવનારા દિવસોમાં પાકિસ્તાનમાં કેવી સ્થિતિનું નિર્માણ થાય છે તે હવે જોવું રહ્યું. PCB અને શ્રીલંકન બોર્ડ બંને આશા રાખે છે કે વહેલી તકે સકારાત્મક સમાધાન કરીને શ્રેણી પુરી કરી શકાય.

આ પણ વાંચો:  યુવા ખેલાડીઓને તક, સ્ટાર ખેલાડીઓને નિરાશા! IPL 2025 હરાજીનું જોવા મળ્યુ અનોખું ચિત્ર

Tags :
Advertisement

.

×