Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

R Ashwin એ IPL માંથી નિવૃત્તિનો લીધો નિર્ણય, હવે વૈશ્વિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં દેખાશે

R Ashwin Retirement : ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર આર અશ્વિને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 5 અલગ અલગ ફ્રેન્ચાઇઝીઓ માટે રમેલા અશ્વિને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે હવે તેઓ આ લીગનો ભાગ નહીં બને.
r ashwin એ ipl માંથી નિવૃત્તિનો લીધો નિર્ણય  હવે વૈશ્વિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં દેખાશે
Advertisement
  • R Ashwin એ IPL માંથી નિવૃત્તિનો લીધો નિર્ણય
  • IPL બાદ અશ્વિનની નવી સફર શરૂ
  • 16 સીઝન બાદ અશ્વિને IPL ને અલવિદા કહ્યું
  • અશ્વિન હવે વૈશ્વિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં દેખાશે
  • CSKનો ભાગ રહેલા અશ્વિને IPLને કહ્યું ગુડબાય

R Ashwin Retirement : ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર આર અશ્વિને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 5 અલગ અલગ ફ્રેન્ચાઇઝીઓ માટે રમેલા અશ્વિને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે હવે તેઓ આ લીગનો ભાગ નહીં બને. જોકે, તેણે ચાહકોને ખુશખબર આપતા કહ્યું કે આગળથી તેઓ વિશ્વભરના વિવિધ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે. અશ્વિનના આ નિર્ણયથી તેના ચાહકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યા છે, કારણ કે તેઓ IPL માં લાંબા સમયથી સતત પ્રદર્શન કરતા ખેલાડી રહ્યા છે.

ટ્વીટમાં અશ્વિને શું કહ્યું?

અશ્વિને પોતાના ટ્વીટમાં લખ્યું કે, “આજે એક ખાસ દિવસ છે અને તેથી એક નવી શરૂઆત છે. એવું કહેવાય છે કે દરેક અંત નવી શરૂઆત લઈને આવે છે. IPL ક્રિકેટર તરીકે મારો સમય આજે પૂર્ણ થઈ રહ્યો છે, પરંતુ ખેલાડી તરીકે મારો સફર હવે વૈશ્વિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટ લીગ્સમાં શરૂ થઈ રહ્યો છે. વર્ષોથી મળેલી યાદો, અનુભવો અને સંબંધો માટે બધી ફ્રેન્ચાઇઝીઓનો દિલથી આભાર. IPL અને BCCI એ અત્યાર સુધી જે પ્લેટફોર્મ આપ્યું છે, તેના માટે હું આભારી છું. હવે આગળ જે આવશે તેનો આનંદ માણવા આતુર છું.”

Advertisement

Advertisement

IPLમાં R Ashwin ની કારકિર્દી

અશ્વિન IPL માં લાંબા સમય સુધી સતત રમતો રહ્યો છે. તેણે આ પ્રતિષ્ઠિત લીગમાં કુલ 16 સીઝનમાં ભાગ લીધો છે. આ સમયગાળામાં તેણે 221 મેચ રમી. બોલિંગની વાત કરીએ તો, અશ્વિને 30.22 ની એવરેજ સાથે કુલ 187 વિકેટ ઝડપી. તેનું શ્રેષ્ઠ બોલિંગ આંક 34 રન આપીને 4 વિકેટ હતું. નોંધનીય છે કે તેઓ ફક્ત એક જ વાર 4 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી શક્યા. જોકે, બેટિંગમાં પણ અશ્વિનનું યોગદાન નાનું નથી. તેણે IPL કારકિર્દીમાં 833 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 50 રન છે. અશ્વિનના નામે IPL માં એક અડધી સદીનો રેકોર્ડ પણ નોંધાયો છે.

IPL 2025માં CSKનો ભાગ

IPL 2025માં આર અશ્વિન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમનો ભાગ હતો. CSK એ મેગા ઓક્શનમાં તેમને 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, આ સીઝનમાં તેનું પ્રદર્શન ખાસ ન રહ્યું. અશ્વિને 9 મેચ રમતાં 7 વિકેટ લીધી હતી. જેના કારણે ચાહકોને તેની પાસેથી વધુ સારું પ્રદર્શન જોવા મળ્યું નહીં. CSK સિવાય અશ્વિને આ લીગમાં દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ જેવી ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ પણ વાંચો :   એક જ બોલમાં Romario Shepherd એ ફટકાર્યા 20 રન

Tags :
Advertisement

.

×