Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rahul Dravid resignation : રાહુલ દ્રવિડે રાજસ્થાન રોયલ્સનું કોચ પદ છોડ્યું, IPL 2026 પહેલાં મોટો નિર્ણય

Rahul Dravid resignation :રાહુલ દ્રવિડે રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યું. તેમના નિર્ણય પાછળનું કારણ શું છે?
rahul dravid resignation   રાહુલ દ્રવિડે રાજસ્થાન રોયલ્સનું કોચ પદ છોડ્યું  ipl 2026 પહેલાં મોટો નિર્ણય
Advertisement
  • રાજસ્થાન રોયલના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્વવિડે આપ્યુ રાજીનામુ (Rahul Dravid resignation )
  • IPL 2026 પહેલા રાહુલ દ્વવિડે લીધો મહત્વનો નિર્ણય
  • 2025ની IPLમાં ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહી
  • રાજસ્થાન રોયલે  તેમનો આભાર માનતા કરી હતી મોટી ઓફર
  • રાહુલ દ્વવિડે ફ્રેન્ચાઈઝીની તમામ ઓફર ફગાવી દીઘી

Rahul Dravid resignation : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન અને અનુભવી ખેલાડી રાહુલ દ્રવિડે IPL 2026 પહેલા એક મોટો નિર્ણય લીધો છે અને રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચનું પદ છોડી દીધું છે. તેમણે ગયા સિઝનમાં જ આ જવાબદારી સંભાળી હતી. અગાઉ, દ્રવિડ ભારતીય ટીમના કોચ હતા, જેમની દેખરેખ હેઠળ ભારત 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું અને 2024 માં T20 વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો હતો.

રાજસ્થાન રોયલ્સના નિરાશાજનક પ્રદર્શન

ગયા વર્ષે જ્યારે દ્રવિડને રાજસ્થાન રોયલ્સનો કોચ બનાવવામાં આવ્યો હતો, ત્યારે ટીમને તેમની પાસેથી ઘણી આશાઓ હતી. જો કે, તે આખી સિઝન દરમિયાન ઈજાથી પીડાતો રહ્યો હતો, તેમ છતાં તે વ્હીલચેર અને ક્રુચની મદદથી ટીમ સાથે રહ્યો. ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ નહોતું અને 14 માંથી ફક્ત ચાર મેચ જીતીને તે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને રહી.

Advertisement

Advertisement

ફ્રેન્ચાઈઝીએ આપી હતી મોટી ઓફર (Rahul Dravid resignation)

રાજસ્થાન રોયલ્સે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે દ્રવિડનો કાર્યકાળ IPL 2026 પહેલા સમાપ્ત થશે. ફ્રેન્ચાઇઝીએ તેમના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે ખેલાડીઓની એક આખી પેઢીને પ્રભાવિત કરી છે અને ટીમમાં મજબૂત મૂલ્યો સ્થાપિત કર્યા છે. રોયલ્સે એ પણ જાહેર કર્યું કે તેઓએ દ્રવિડને ટીમમાં મોટી ભૂમિકાની ઓફર કરી હતી, પરંતુ તેમણે તે સ્વીકારી ન હતી. ફ્રેન્ચાઇઝે તેમની સેવાઓ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો.

વિવાદો વચ્ચે કોચનો કાર્યકાળ (Rahul Dravid resignation)

દ્રવિડના કાર્યકાળ દરમિયાન કેટલાક વિવાદો પણ સામે આવ્યા હતા. એવા અહેવાલો હતા કે કેપ્ટન સંજુ સેમસન સાથે તેમના સંબંધો સારા નથી. જોકે, દ્રવિડે આ અફવાઓને ફગાવી દીધી હતી. આમ છતાં, દ્રવિડે 14 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને તેમના કોચિંગમાં તક આપી, જેમણે તેમની શાનદાર બેટિંગથી પોતાનો નિર્ણય સાચો સાબિત કર્યો.

આ પણ વાંચો :  14 વર્ષીય ક્રિકેટર Vaibhav Suryavanshi PKL 2025 ના ઉદ્ઘાટનમાં છવાઈ ગયો

Tags :
Advertisement

.

×