ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ravindra Jadeja એ નિવૃત્તિ પર તોડ્યું મૌન! ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

રવિન્દ્ર જાડેજાએ નિવૃતિ પર મૌન તોડ્યું ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ જાડેજાએ નિવૃત્તિની અટકળોને નકારી કાઢી Ravindra Jadeja:ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીત્યા બાદ (Champions Trophy 2025 Final) ભારતીય ક્રિકેટ ટીમ (Team India,)અને ચાહકો ઉજવણીમાં ડૂબી ગયા છે. ભારતીય ચાહકો માટે આ...
06:09 PM Mar 10, 2025 IST | Hiren Dave
રવિન્દ્ર જાડેજાએ નિવૃતિ પર મૌન તોડ્યું ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ જાડેજાએ નિવૃત્તિની અટકળોને નકારી કાઢી Ravindra Jadeja:ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીત્યા બાદ (Champions Trophy 2025 Final) ભારતીય ક્રિકેટ ટીમ (Team India,)અને ચાહકો ઉજવણીમાં ડૂબી ગયા છે. ભારતીય ચાહકો માટે આ...
Ravindra Jadeja

Ravindra Jadeja:ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીત્યા બાદ (Champions Trophy 2025 Final) ભારતીય ક્રિકેટ ટીમ (Team India,)અને ચાહકો ઉજવણીમાં ડૂબી ગયા છે. ભારતીય ચાહકો માટે આ ખિતાબ બેવડી ખુશી લઈને આવ્યો છે કારણ કે ટીમ ઈન્ડિયાએ માત્ર સતત બીજી ટુર્નામેન્ટ જીતી નથી.પરંતુ તેના પ્રિય ખેલાડીઓએ નિવૃત્તિની અફવાઓનો પણ અંત લાવ્યો છે. ફાઇનલ સમાપ્ત થયા પછી કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma)બધા દાવાઓને ફગાવી દીધા હતા અને હવે એવું લાગે છે કે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja)પણ નિવૃત્તિ અંગેની અટકળોને નકારી કાઢી છે.

Ravindra Jadejaએ નિવૃત્તિ પર તોડ્યું મૌન!

રવિવાર 9 માર્ચે દુબઈમાં રમાયેલી ફાઇનલમાં રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja)શાનદાર બોલિંગ કરી હતી. આ સ્ટાર ઓલરાઉન્ડરે પોતાના 10 ઓવરના સ્પેલમાં માત્ર 30 રન આપ્યા અને ટોમ લેથમની વિકેટ લીધી.પરંતુ ફાઇનલમાં તેણે પોતાનો છેલ્લો બોલ ફેંકતાની સાથે જ તેના ટીમ ઇન્ડિયાના સાથી વિરાટ કોહલી(virat Kohli)એ જાડેજાને ગળે લગાવી દીધો. આનાથી ચાહકોના મનમાં ડર પેદા થયો કે જાડેજા આ મેચ પછી નિવૃત્તિ લઈ શકે છે.

આ પણ  વાંચો -IPL માં તમાકુ-દારૂની જાહેરાતો પર પ્રતિબંધની ઉઠી માગ

ચેમ્પિયન બન્યા પછી આપેલો જવાબ

પરંતુ હવે આ સ્ટાર ઓલરાઉન્ડર પોતે આગળ આવ્યા છે અને આ અફવાઓનો અંત લાવ્યા છે. ફાઇનલમાં ટીમ ઇન્ડિયા માટે વિજયી ચાર ફટકારનાર જાડેજાએ એક દિવસ પછી, સોમવાર, 10 માર્ચે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ પોસ્ટ કરી, જેને નિવૃત્તિના સમાચારને ફગાવી દેવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.જાડેજાએ લખ્યું,“કોઈ બિનજરૂરી અફવાઓ નહીં. આભાર ત્યારથી ચાહકો માની રહ્યા છે કે જાડેજાએ નિવૃત્તિના સમાચારને નકારી કાઢ્યા છે અને દરેક વ્યક્તિ આનાથી ખુશ છે.

આ પણ  વાંચો -ચેમ્પિયન્સ ટ્રોફી સાથે ગુજરાતી ખેલાડીઓની મેદાનમાં યાદગાર ઉજવણી

રોહિત પણ નિવૃત્તિ લઈ રહ્યો નથી

બાય ધ વે, ફક્ત જાડેજા જ નહીં.પરંતુ ટીમ ઈન્ડિયાને ટાઇટલ સુધી પહોંચાડનાર કેપ્ટન રોહિત શર્મા પર પણ ફાઇનલ સુધી દાવો કરવામાં આવી રહ્યો હતો કે તે આ ટાઇટલ મેચ પછી આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે.પરંતુ રોહિતે જાડેજા કરતાં સ્પષ્ટ શબ્દોમાં આ અફવાઓનો અંત લાવ્યો.રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે તે હજુ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો નથી અને આવી અફવાઓ વધુ ફેલાવવી જોઈએ નહીં.

Tags :
Champions Trophy 2025 FinalIND vs NZIndia vs New ZealandRavindra Jadejaretirementrohit sharmaTeam IndiaVirat Kohli
Next Article