Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ravindra Jadejaનો ચાલુ મેચમાં થયો ઝઘડો, થઈ ઉગ્ર બોલાચાલી, કેપ્ટને કર્યો બચાવ

Ravindra Jadeja : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના મેદાન પર રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક મોડ પર છે. ટીમ ઈન્ડિયા માટે પાંચમા દિવસની શરૂઆત ખરાબ રહી. રિષભ પંત બેટથી કંઈ ખાસ બતાવી શક્યો નહીં અને માત્ર 9 રન...
ravindra jadejaનો ચાલુ મેચમાં થયો ઝઘડો  થઈ ઉગ્ર બોલાચાલી  કેપ્ટને કર્યો બચાવ
Advertisement

Ravindra Jadeja : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના મેદાન પર રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક મોડ પર છે. ટીમ ઈન્ડિયા માટે પાંચમા દિવસની શરૂઆત ખરાબ રહી. રિષભ પંત બેટથી કંઈ ખાસ બતાવી શક્યો નહીં અને માત્ર 9 રન બનાવીને આઉટ થઈ ગયો.જોફ્રા આર્ચરે રિષભ પંતને ક્લીન બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. કેએલ રાહુલે પણ 39 રન બનાવીને આઉટ થઈ ગયો. જોફ્રા આર્ચરે વોશિંગ્ટન સુંદરને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન મોકલ્યો. સતત ત્રણ વિકેટ લેનારી ઈંગ્લેન્ડની ટીમ મેચ પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવી રહી છે. મેચ દરમિયાન ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રાઈડન કાર્સ અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)મેદાન પર આમને સામને થયા. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને બેન સ્ટોક્સને વચ્ચે પડવું પડ્યું.#LordsTest

મેદાનની વચ્ચે જાડેજા-કાર્સ વચ્ચે થઈ ટક્કર

ઈંગ્લેન્ડે પહેલા કલાકમાં જ ત્રણ મહત્વપૂર્ણ ભારતીય બેટ્સમેનોને પેવેલિયન મોકલીને મેચ પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું. રવિન્દ્ર જાડેજા અને નીતિશ કુમાર રેડ્ડી ઈનિંગ્સ સુધારવામાં બિઝી હતા. ઈનિંગની 35મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ બ્રાઈડન કાર્સના બોલ પર શોટ રમ્યો અને રન લેવા દોડ્યો. રવિન્દ્ર જાડેજાનું ધ્યાન સંપૂર્ણપણે બોલ પર હતું અને તેને બોલર કાર્સને સામે ઉભેલા જોયો નહીં અને બંને વચ્ચે ટક્કર થઈ. આ પછી ઈંગ્લેન્ડનો ઝડપી બોલર ગુસ્સામાં જાડેજાને કંઈક કહેતો જોવા મળ્યો.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -WIMBLEDON 2025 નો ખિતાબ બ્રિટિશ જોડીએ જીતીને ઈતિહાસ રચ્યો

કેપ્ટન બેન સ્ટોક્સને વચ્ચે પડવું પડ્યું

રવિન્દ્ર જાડેજા પણ બ્રાયડન કાર્સ તરફ આગળ વધ્યો અને તેને પણ પોતાની વાત આગળ વધારવાનો પ્રયાસ કર્યો. કાર્સ અને જાડેજા વચ્ચે બોલાચાલી જોઈને ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને વચ્ચે પડવું પડ્યું. ટેસ્ટના પાંચમા દિવસે યજમાન ટીમના ખેલાડીઓ ઘણી વખત ભારતીય બેટ્સમેનોને ઉશ્કેરતા જોવા મળ્યા.

આ પણ  વાંચો -IND vs ENG 3rd Test : લોર્ડ્સ ટેસ્ટમાં Mohammed Siraj ને ઝટકો! ICC એ ફટકાર્યો દંડ

જોફ્રા આર્ચરે મચાવી ધૂમ

ટેસ્ટના પાંચમા દિવસની શરૂઆત ટીમ ઈન્ડિયા માટે ખરાબ રહી. જોફ્રા આર્ચરના શાનદાર બોલ પર રિષભ પંત ક્લીન બોલ્ડ થયો હતો. રિષભ પંતના આઉટ થયા પછી ટીમના સ્કોરબોર્ડમાં ફક્ત 10 રન બન્યા હતા, જ્યારે કેએલ રાહુલ પણ 39 રન બનાવીને બેન સ્ટોક્સનો શિકાર બન્યો હતો. જોફ્રા આર્ચરે વોશિંગ્ટન સુંદરને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન મોકલ્યો.

Tags :
Advertisement

.

×