Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રવીન્દ્ર જાડેજાએ સંન્યાસ પર મૌન તોડ્યું; 2027 વર્લ્ડ કપ રમવા પર શું કહ્યું?

ટીમ ઇન્ડિયામાંથી બહાર થયા બાદ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પોતાના ક્રિકેટ ભવિષ્ય અંગે ખુલાસો કર્યો. ગિલની કેપ્ટનશીપ અંગે પણ આપી પ્રતિક્રિયા.
રવીન્દ્ર જાડેજાએ સંન્યાસ પર મૌન તોડ્યું  2027 વર્લ્ડ કપ રમવા પર શું કહ્યું
Advertisement
  • ઓસ્ટ્રેેલિયા સામેની વન-ડે શ્રેણીમાં રવિન્દ્ર જાડેજાની પસંદગી નહીં (Ravindra Jadeja Retirement)
  • રવિન્દ્ર જાડેજાને આ વખતે ભારતીય ટીમમાંથી બહાર રખાયો
  • પોતાના સંન્યાસ અંગે રવિન્દ્ર જાડેજાએ આપ્યુ મહત્વનું નિવેદન
  • જાડેજાએ 2027ના વન-ડે વર્લ્ડ કપ માટે વ્યક્ત કરી ઈચ્છા

Ravindra Jadeja Retirement : વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી પૂરી થયા બાદ ભારતીય ટીમ હવે વન-ડે ક્રિકેટ રમવા માટે તૈયાર છે અને ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. જોકે, ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમનો હિસ્સો રહેલા જાડેજાને આ વખતે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. આ દરમિયાન, જાડેજાએ પોતાના સંન્યાસ (retirement) ના ભવિષ્યને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

જાડેજાએ સ્પષ્ટપણે સંન્યાસ વિશે કંઈ કહ્યું નથી, પરંતુ તેમણે જણાવ્યું કે તે વન-ડે ફોર્મેટમાં ક્યાં સુધી રમવા માંગે છે. આનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે જાડેજા આટલી જલ્દી ક્રિકેટને અલવિદા કહેવાના નથી.

Advertisement

2027ના વન-ડે વર્લ્ડ કપ માટે વ્યક્ત કરી ઈચ્છા (Ravindra Jadeja Retirement)

જાડેજાએ 2027માં યોજાનાર વન-ડે વર્લ્ડ કપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 'ઇન્ડિયન એક્સપ્રેસ' સાથેની વાતચીતમાં જાડેજાએ કહ્યું, "હું રમવાનું ચાલુ રાખવા માંગુ છું. વર્લ્ડ કપ જીતવો એ દરેકનો સપનું હોય છે અને 2023માં અમે ટ્રોફીની ખૂબ નજીક આવીને ચૂકી ગયા. જોકે, અંતિમ નિર્ણય હંમેશા ટીમ મેનેજમેન્ટનો હોય છે."

Advertisement

નહીં પસંદ કરવા પાછળનું કારણ બતાવ્યું (Ravindra Jadeja Retirement)

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં પસંદ ન થવા પર ભારતીય ઓલરાઉન્ડરે કહ્યું કે પસંદગીકારોના પોતપોતાના કારણો હતા અને તેમણે મને તે સમજાવ્યા. જાડેજાએ સંતોષ વ્યક્ત કરતા કહ્યું, "મને એ વાતની ખુશી છે કે કેપ્ટન, સિલેક્ટર્સ અને કોચે મને ન પસંદ કરવા પાછળનું કારણ જણાવ્યું. એવું ન હતું કે ટીમની જાહેરાત વખતે મને ખબર પડી, તેમણે મને પહેલા જ જાણ કરી દીધી હતી."

મોકો મળવાની આશા

જાડેજાએ આશા વ્યક્ત કરી કે જ્યારે તેમને આગલી વખત તક મળશે, ત્યારે તે એ જ પ્રદર્શન કરશે જે તેઓ આટલા વર્ષોથી ટીમ માટે કરતા આવ્યા છે. જાડેજાએ કહ્યું કે હજી ઘણી વન-ડે મેચો બાકી છે અને મને આશા છે કે મને તક મળશે, જેથી હું બતાવી શકું કે હું શું કરી શકું છું.

શુભમન ગિલને કેપ્ટનશીપ આપવામાં આવી

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારતીય ટીમમાં ઘણા ફેરફારો થયા છે, જેમાં મુખ્ય ફેરફાર રોહિત શર્માને લઈને કરવામાં આવ્યો છે. રોહિત પાસેથી કેપ્ટનશીપ છીનવીને શુભમન ગિલને કમાન સોંપવામાં આવી છે. ગિલે તાજેતરમાં ટેસ્ટમાં પણ કેપ્ટનશીપ સંભાળી હતી. રોહિતને હટાવવાનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં પહેલી વન-ડે 19 નવેમ્બરથી શરૂ થવાની છે.

આ પણ વાંચો : વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં કેપ્ટન શુભમન ગિલની સદી, કોહલીના કીર્તિમાનની બરાબરી

Tags :
Advertisement

.

×