ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમને મોટુ નુકસાન, PSLની મેચ રદ

ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ તબાહ રાવલપિંડી સ્ટેડિયમમાં ડ્રોન એટેકથી તબાહી આજે રાત્રે સ્ટેડિયમમાં મેચ પણ થવાની હતી Rawalpindi Cricket Stadium attack: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે Operation Sindoor2 અંતર્ગત કાર્યવાહી કરી....
05:33 PM May 08, 2025 IST | Hiren Dave
ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ તબાહ રાવલપિંડી સ્ટેડિયમમાં ડ્રોન એટેકથી તબાહી આજે રાત્રે સ્ટેડિયમમાં મેચ પણ થવાની હતી Rawalpindi Cricket Stadium attack: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે Operation Sindoor2 અંતર્ગત કાર્યવાહી કરી....
perationSindoor2

Rawalpindi Cricket Stadium attack: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે Operation Sindoor2 અંતર્ગત કાર્યવાહી કરી. ત્યાર બાદ પાકિસ્તાને ભારતના 15 શહેરો પર હુમલાની કોશિશ કરી, પણ ભારતની S-400 વાયુ રક્ષા પ્રણાલીએ આ હુમલાને નિષ્ફળ કરી દીધા. આ દરમ્યાન મોટા સમાચાર આવી રહ્યા છે કે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પર ડ્રોનથી હુમલો થયો છે. આ સ્ટેડિયમમાં આજે રાત્રે 8 વાગ્યે પાકિસ્તાન સુપર લીગની મેચ રમાવાની હતી, જેને પેશાવર અને કરાચીની ટીમે આમને સામને રમવાની હતી.

પાકિસ્તાન સુપર લીગની બાકી મેચ કરાચીમાં શિફ્ટ કરી

રાવલપિંડીમાં આવેલા સ્ટેડિયમ પર પાકિસ્તાન સુપર લીગની બાકી મેચ કરાચીમાં શિફ્ટ કરી દીધી છે. બુધવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં આયોજીત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની એક ઈમરજન્સી બેઠક દરમ્યાન આ નિર્ણયને અંતિમ રૂપ આપવામાં આવ્યું. તેમાં પીએસએલમાં સામેલ ટીમોના માલિકો અને એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

 

રાવલપિંડી સ્ટેડિયમમાં ડ્રોન એટેકથી તબાહી

7 અને 8 મેની વચ્ચે રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલ દ્વારા અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જાલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલૌદી, ઉત્તરલાઈ અને ભુજ સહિત ઉત્તરી અને પશ્ચિમી ભારતમાં કેટલાય સ્થળો પર ટાર્ગેટ બનાવ્યો હતો. આ હુમલામાં ફરી એક વાર ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. આવી જ રીતે રાવલપિંડી સહિત પાકિસ્તાનના કેટલાય મોટા શહેરો પર ભારતે હુમલો કરી તેની એર ડિફેન્સ સિસ્ટમના ભુક્કા બોલાવી દીધા.આ વર્ષે #PSL2025માં 7 ઈંગ્લેન્ડના ખેલાડીઓ રમી રહ્યા છે. આ ખેલાડીઓ છે - જેમ્સ વિન્સ, ટોમ કુરન, સેમ બિલિંગ્સ, ક્રિસ જોર્ડન, ડેવિડ વિલી, લ્યુક વુડ અને ટોમ કોહલર-કેડમોર. રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમથી માત્ર 100 મીટર દૂરના વિસ્તારને, જ્યાં પીએસએલ મેચ યોજાવાની હતી, તેને ડ્રોન દ્વારા એટેક કરવામાં આવ્યો હતો.

ઈંગ્લેન્ડના ખેલાડીઓ ડરી ગયા

જોકે, ઇંગ્લેન્ડના ખેલાડીઓને ડર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ શકે છે. એટલા માટે તે પીએસએલ છોડીને પોતાના દેશ પાછા જવા માંગે છે. 7 મેના રોજ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદી છાવણીઓ પર હુમલા કર્યા. આ હુમલો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો. આ હુમલામાં 25 ભારતીય અને 1 નેપાળી નાગરિકનું મોત થયું હતું. ભારતે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. ભારતે ખાતરી કરી કે નાગરિકોને કોઈ નુકસાન ન થાય.#Lahore

પહલગામ હુમલા પછી ભારતનો હવાઈ હુમલો

22 એપ્રિલના રોજ, આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને તેમની હત્યા કરી દીધી. જે બાદ સમગ્ર ભારતમાં પાકિસ્તાન સામે ગુસ્સો જોવા મળ્યો. હવે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને યોગ્ય જવાબ આપ્યો.

Tags :
cricket stadium drone newsdrone attack at Rawalpindi Cricket Stadiumdrone strike in Pakistan stadiumIndia Pakistan tensionPakistan Super League drone incidentPeshawar vs Karachi match updatePSL 2025 latest newsPSL 2025 Rawalpindi updatePSL match security alertPSL today match newsRawalpindi cricket security breachrawalpindi cricket stadium attackRawalpindi Stadium drone attack
Next Article