Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એક જ બોલમાં Romario Shepherd એ ફટકાર્યા 20 રન

Romario Shepherd : કેરેબિયન પ્રીમિયર લીગ 2025માં 26 ઓગસ્ટે ગયાના એમેઝોન વોરિયર્સ અને સેન્ટ લુસિયા કિંગ્સ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળ્યો. આ મેચમાં સેન્ટ લુસિયાએ 11 બોલ બાકી રહેતા જ જીત મેળવી અને ગયાનાને 4 વિકેટથી હરાવી.
એક જ બોલમાં romario shepherd એ ફટકાર્યા 20 રન
Advertisement
  • CPL 2025 : Romario Shepherd ની તોફાની ઇનિંગ
  • શેફર્ડની વિસ્ફોટક બેટિંગ, 34 બોલમાં ફટકાર્યા 73 રન
  • શેફર્ડના 7 છગ્ગા છતાં જીત્યું સેન્ટ લુસિયા
  • સેન્ટ લુસિયાએ 202 રનનો લક્ષ્ય 11 બોલ બાકી રાખી ચેઝ કર્યો

Romario Shepherd : કેરેબિયન પ્રીમિયર લીગ 2025માં 26 ઓગસ્ટે ગયાના એમેઝોન વોરિયર્સ અને સેન્ટ લુસિયા કિંગ્સ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળ્યો. આ મેચમાં સેન્ટ લુસિયાએ 11 બોલ બાકી રહેતા જ જીત મેળવી અને ગયાનાને 4 વિકેટથી હરાવી. જો કે, હાર છતાં ગયાનાના ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડ (Romario Shepherd) એ પોતાની વિસ્ફોટક ઇનિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું.

શેફર્ડની તોફાની બેટિંગ

30 વર્ષીય ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડ (Romario Shepherd) એ મુશ્કેલ સમયે ટીમને સંભાળતા જબરદસ્ત પાવર હિટિંગ પ્રદર્શન કર્યું. તેણે માત્ર 34 બોલમાં 73 રન ફટકાર્યા, જેમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની ઇનિંગ દરમિયાન સ્ટ્રાઇક રેટ 214.70 રહ્યો, જે દર્શાવે છે કે તેણે લગભગ દરેક બોલ પર દબદબો જમાવ્યો. ખાસ કરીને 15મી ઓવરમાં તેણે ઓશેન થોમસને સતત 3 છગ્ગા ફટકારીને દર્શકોમાં ઉત્સાહ પેદા કર્યો. એક સમયે ગયાના 78 રનમાં 5 વિકેટ ગુમાવી સંઘર્ષ કરી રહી હતી, પરંતુ શેફર્ડે આગમન બાદ આક્રમક બેટિંગ કરીને ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી. જણાવી દઇએ કે, શેફર્ડ તાજેતરમાં IPL 2025માં RCB માટે પણ શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. ત્યાંથી મળેલા આત્મવિશ્વાસનો જ પરિચય તેણે CPLમાં આપ્યો છે. તેની આ ઇનિંગ પછી સોશિયલ મીડિયા પર પણ તેની ઘણી ચર્ચા થઈ રહી છે.

Advertisement

Advertisement

એક જ બોલમાં Romario Shepherd એ ફટકાર્યા 20 રન

કેરેબિયન પ્રીમિયર લીગની રોમાંચક મેચ દરમિયાન રોમારિયો શેફર્ડે એવી ઇનિંગ રમી કે ચાહકો અને કોમેન્ટેટર્સ બંને આશ્ચર્યચકિત થઇ ગયા. 15મી ઓવરમાં ઓશેન થોમસ સામેનો પ્રસંગ યાદગાર બન્યો, જ્યાં પ્રથમ બોલ પર નો-બોલ થતાં શેફર્ડને ફ્રી હિટ મળી. આ તકનો પૂરો ફાયદો ઉઠાવતા તેણે સતત 3 છગ્ગા ફટકાર્યા. નિયમ મુજબ ફક્ત એક જ બોલની સત્તાવાર ગણતરી થતી હોવાને કારણે શેફર્ડ એક જ કાયદેસર બોલ પર 20 રન ફટકારવામાં સફળ રહ્યો. તેની આ આક્રમક બેટિંગથી સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોમાં ઉત્સાહ છવાઈ ગયો અને કોમેન્ટેટર્સ પણ તેની ધમાકેદાર રમતની પ્રશંસા કર્યા વિના રહી શક્યા નહીં.

સેન્ટ લુસિયાની જીત

મેચની શરૂઆતમાં ગયાના એમેઝોન વોરિયર્સના કેપ્ટન ઇમરાન તાહિરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી. ગયા વર્ષની ચેમ્પિયન ગયાનાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 202 રનનો પડકારજનક સ્કોર ઉભો કર્યો. જવાબમાં, સેન્ટ લુસિયા કિંગ્સે આત્મવિશ્વાસ સાથે રનચેઝ શરૂ કર્યો. 21 વર્ષીય યુવા બેટ્સમેન અકીમ ઓગસ્ટે ટીમ માટે વિજયી ઇનિંગ રમી. તેણે 35 બોલમાં જ 73 રન ફટકાર્યા અને ટીમને 18.1 ઓવરમાં જ લક્ષ્ય સુધી પહોંચાડી દીધું. અંતે સેન્ટ લુસિયાએ આ મુકાબલો 6 વિકેટથી જીત્યો.

આ પણ વાંચો :   2019 વર્લ્ડ કપમાં Indian Team નો ભાગ રહી ચુકેલા ખેલાડીએ ટીમ બદલવાનો કર્યો નિર્ણય

Tags :
Advertisement

.

×