રિંકુ સિંહ પાસેથી 5 કરોડની ખંડણી માંગનારની વેસ્ટ ઈન્ડિઝથી ધરપકડ, જાણો સમગ્ર મામલો
- ક્રિકેટર રિંકૂસિંહ પાસેથી 5 કરોડની ખંડણી માંગવાનો મામલો (Rinku Singh Ransom)
- સમગ્ર મામલે પોલીસે બે વ્યક્તિઓની કરી ધરપકડ
- પહેલા ફેન બનીને મેસેજ કર્યો પછી આપી ધમકી
તાજેતરમાં એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે વિનિંગ શૉટ ફટકારનાર યુવા ક્રિકેટર રિંકુ સિંહને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેમની પાસેથીરૂ.5 કરોડની જબરદસ્ત રકમની ખંડણી (Ransom) માંગવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાને પગલે રાજ્ય અને રાષ્ટ્રીય એજન્સીઓ તરત જ સક્રિય થઈ ગઈ હતી અને કેસમાં ઝડપી કાર્યવાહી કરીને બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
કેવી રીતે શરૂ થઈ ખંડણીની માંગણી? (Rinku Singh Ransom)
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નવીદ નામની વ્યક્તિએ 5 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે રિંકુ સિંહને સૌપ્રથમ મેસેજ મોકલ્યો. નવીદે શરૂઆતમાં પોતે રિંકુનો મોટો પ્રશંસક હોવાનું કહીને નાની આર્થિક મદદ માંગી. કોઈ જવાબ ન મળતાં, 9 એપ્રિલની રાત્રે તેણે ફરીથી મેસેજ કર્યો, જેમાં સીધી રૂ.5 કરોડની માંગણી કરી અને મુલાકાત માટે સ્થળ અને સમય પોતે નક્કી કરશે તેવું જણાવ્યું.
The Mumbai Crime Branch has revealed that D Company had demanded a ransom of ₹5 crore from Indian cricketer Rinku Singh, sending him three threatening messages between February and April 2025. Interpol had earlier helped arrest the accused Mohammad Dilshad and Mohammad Naveed… pic.twitter.com/kO3NJbKLDx
— IANS (@ians_india) October 8, 2025
ધમકી ભર્યો કર્યો મેસેજ (Rinku Singh Ransom)
ફરીથી કોઈ પ્રતિક્રિયા ન મળતાં, 20 એપ્રિલના રોજ એક અંગ્રેજીમાં ધમકીભર્યો રિમાઇન્ડર મેસેજ મોકલવામાં આવ્યો. પ્રાથમિક મેસેજમાં નવીદે એવું પણ લખ્યું હતું કે, "તમે KKR (કોલકાતા નાઇટ રાઇડર્સ) તરફથી રમી રહ્યા છો, તેની ખુશી છે. તમે તમારી કારકિર્દીમાં ટોચ પર પહોંચશો રિંકુ સર. એક વિનંતી છે કે તમે થોડી આર્થિક મદદ કરશો તો અલ્લાહ બરકત આપશે."
બિહારથી કનેક્શન અને ધરપકડ
આરોપી નવીદ મૂળ બિહારના દરભંગાનો રહેવાસી છે. આ કેસમાં બીજો આરોપી દિલશાદ છે, જે પણ શંકાસ્પદ માનવામાં આવે છે. નવીદ વિરુદ્ધ પહેલા લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી, અને બાદમાં રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી. તેને વિદેશમાં રહેતો હોવાથી ત્યાંથી ભારત લાવવામાં આવ્યો. માહિતી અનુસાર, તેને વેસ્ટ ઈન્ડિઝથી ભારત લાવવામાં આવ્યો છે.
ધરપકડ કરાયેલા આરોપીએ કર્યો સ્વીકાર
પોલીસે જણાવ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એકે ખંડણી માંગવાનું સત્ય સ્વીકારી લીધું છે. આગળની તપાસમાં એ જોવાનું બાકી છે કે આ સમગ્ર કૌભાંડમાં કોઈ અન્ય જૂથ કે વ્યક્તિ સામેલ છે કે નહીં.
આ પણ વાંચો : મેદાનમાં જ જોવા મળ્યા ફિલ્મી દ્રશ્યો! Prithvi Shaw એ બેટ લઇ આ ખેલાડીને દોડાવ્યો, જુઓ Video


