Rinku Singh સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે સગાઈ કરી, ટૂંક સમયમાં કરશે લગ્ન
- ટીમ ઈન્ડિયાના બેટ્સમેન કરી સગાઈ
- રિંકુ સિંહે UP સાંસદ પ્રિયા સાથે કરી સગાઈ
- ખેલાડી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે
Rinku Singh Engagement: ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિંકુ સિંહે યુપી સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ (Rinku Singh Engagement)કરી લીધી છે.પ્રિયા સરોજ (Priya Saroj)સમાજવાદી પાર્ટીના સાંસદ છે.આ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે અને હવે આ ખેલાડી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે.રિંકુ સિંહની વાગદત્તાની વાત કરીએ તો, તે માત્ર 25 વર્ષની ઉંમરે સાંસદ બની હતી. તેણે મછલી શહેરમાંથી લોકસભાની ચૂંટણી જીતી હતી.
કોણ છે પ્રિયા સરોજ?
પ્રિયા સરોજ (Priya Saroj)સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચૂકી છે.તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો અને ભાજપના દિગ્ગજ નેતા બીપી સરોજને હરાવીને લોકસભામાં પ્રવેશ કર્યો હતો. પ્રિયા સરોજના પિતા તુફાની સરોજ પણ મછલી શહર લોકસભા બેઠક પરથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે.તેમણે વર્ષ 1999,2004 અને 2009માં લોકસભા ચૂંટણી જીતી હતી.જે બાદ તેમની પુત્રી પ્રિયા સરોજે મછલી શહરનું પ્રતિનિધિત્વ કર્યું અને તે દેશના બીજા સૌથી યુવા સાંસદોમાંથી એક છે.
આ પણ વાંચો -ઓસ્ટ્રેલિયામાં લાઈવ ક્રિકેટ મેચ દરમિયાન લાગી આગ,જુઓ Video
પ્રારંભિક જીવન અને શિક્ષણ
પ્રિયા સરોજે નવી દિલ્હીની એરફોર્સ ગોલ્ડન જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટસ (BA)ની ડિગ્રી મેળવી હતી. પ્રિયા રાજે શૈક્ષણિક સફરને આગળ વધારતા એમિટી યુનિવર્સિટી, નોઈડામાંથી બેચલર ઓફ લોઝ (એલએલબી) ડિગ્રી મેળવી છે.
આ પણ વાંચો -Team India: શું ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઇન્ડિયાને મળશે નવો કોચ?
રિકુ સિંહ એક અદ્ભુત ક્રિકેટર
રિંકુ સિંહને કોઈ પરિચયની જરૂર નથી. આ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન ભારતીય ટીમના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક છે. T20 ફોર્મેટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. રિંકુ સિંહે ટીમ ઈન્ડિયા માટે 30 T20 મેચમાં 46થી વધુની એવરેજથી 507 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 160થી વધુ છે. રિંકુએ ટીમ ઈન્ડિયા માટે 2 ODI મેચ પણ રમી છે. આ સિવાય રિંકુ સિંહ IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો મહત્વનો હિસ્સો છે. રિંકુ સિંહને IPL 2025 માટે કોલકાતા નાઈટ રાઈડર્સે રિટેન કર્યો હતો. રિંકુ સિંહને આ સિઝન માટે 13 કરોડ રૂપિયા મળશે.