Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RJ મહવશે ક્રિકેટની આ ધાંસૂ લીગમાં ખરીદી ટીમ, કેપ્ટનનું નામ કરી દેશે હેરાન

તે હવે માત્ર મેચ જોવા માટે સ્ટેડિયમમાં જતી નથી, પરંતુ તેણે પોતે એક ટીમ ખરીદીને ખેલ જગતના વ્યવસાયમાં પ્રવેશ કર્યો છે.
rj મહવશે ક્રિકેટની આ ધાંસૂ લીગમાં ખરીદી ટીમ  કેપ્ટનનું નામ કરી દેશે હેરાન
Advertisement
  • RJ મહેવશે હવે ક્રિકેટ સાથે એક નવા રોલમાં
  • CLT10 નામની ટેનિલ બોલ ટુર્નામેન્ટમાં ખરીદી ટીમ
  • 22થી 24 ઓગસ્ટ દરમિયાન રમાશે મેચ
  • શોર્ન માર્શની કેપ્શનશીર હેઠળ ટીમ રમશે

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે જેનું નામ ઘણીવાર ચર્ચામાં રહે છે, તે આરજે મહેવશ હવે ક્રિકેટ સાથે એક નવા રોલમાં જોડાઈ છે. તે હવે માત્ર મેચ જોવા માટે સ્ટેડિયમમાં જતી નથી, પરંતુ તેણે પોતે એક ટીમ ખરીદીને ખેલ જગતના વ્યવસાયમાં પ્રવેશ કર્યો છે. મહેવશે તાજેતરમાં એક T10 ટુર્નામેન્ટની હરાજીમાં એક ટીમ ખરીદી છે, જે હવે ચર્ચાનો વિષય બન્યો છે.

આરજે મહેવશે CLT10 નામના ટેનિસ બોલ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી 'સુપ્રીમ સ્ટ્રાઈકર્સ' નામની ટીમ ખરીદી છે અને તે તેની માલિક બની ગઈ છે. આ ત્રણ દિવસીય ટુર્નામેન્ટ 22 થી 24 ઓગસ્ટ દરમિયાન રમાવાની છે. મહેવશે પોતાની ટીમ માટે એક મોટા આંતરરાષ્ટ્રીય ખેલાડીને કેપ્ટન પણ બનાવ્યો છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Mahvash (@rj.mahvash)

Advertisement

કેપ્ટન ક્રિકેટર શૉન માર્શના નામની કરી જાહેરાત

દિલ્હીમાં યોજાયેલી હરાજી પ્રક્રિયામાં ભાગ લઈને મહેવશે પોતાની ટીમના કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર શૉન માર્શના નામની જાહેરાત કરી. આ હરાજીનું સંચાલન જાણીતા સ્પોર્ટ્સ પ્રેઝન્ટર ચારુ શર્માએ કર્યું હતું. આરજે મહેવશ ઉપરાંત, પ્રિન્સ નરુલા અને સની લિયોની જેવા અન્ય સેલિબ્રિટી પણ આ ટુર્નામેન્ટમાં ટીમના માલિક છે. ટીમ ખરીદ્યા બાદ મહેવશે પોતાની ખુશી વ્યક્ત કરી અને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આની જાણકારી આપી.

યુઝવેન્દ્ર ચહલે સબંધ અંગે આપ્યો હતો જવાબ

તાજેતરમાં, જ્યારે યુઝવેન્દ્ર ચહલને આરજે મહેવશ સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર સારા મિત્રો છે. ચહલે કહ્યું હતું કે, "લોકોએ અમારી મિત્રતાને સંબંધનું નામ આપી દીધું છે." અગાઉ, ધનશ્રી વર્માથી અલગ થયા બાદ મહેવશે ચહલને ઘણો સહકાર આપ્યો હતો, અને તાજેતરની IPL સિઝનમાં પણ તેને પંજાબ કિંગ્સની મેચોમાં ચહલને સપોર્ટ કરતા જોવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે શૉન માર્શની કેપ્ટનશીપ હેઠળ તેની ટીમ કેવું પ્રદર્શન કરે છે.

Tags :
Advertisement

.

×