IND vs AUS: મેદાન પર ઉતરતા જ રોહિતએ રચ્યો ઇતિહાસ, 500 મેચ રમનાર 5મો ભારતીય બન્યો
- ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે મેચમાં રોહિત શર્માનો રેકોર્ડ (Rohit 500 International Matches)
- રોહિત શર્મામાં કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 મેચમી રમનાર ભારતીય ખેલાડી
- ક્રિકેટર રોહિત શર્માએ 2013માં કર્યું હતું ડબ્યૂ
Rohit 500 International Matches : ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાઈ રહેલી પ્રથમ વનડે (First ODI in Perth) મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ એક મોટો ઇતિહાસ રચ્યો છે. રોહિતે પોતાની શાનદાર કારકિર્દીમાં વધુ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન (Milestone) પાર કર્યો છે.
વર્ષ 2007માં ભારત માટે ડેબ્યૂ કરનાર રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 મેચ (500 International Matches) રમનાર પાંચમો ભારતીય ખેલાડી બની ગયો છે.
રોહિત શર્માની કારકિર્દીનો પ્રવાસ (Rohit Sharma Milestone)
પોતાની કારકિર્દીના શરૂઆતના છ વર્ષમાં ટીમની અંદર-બહાર થવા છતાં, રોહિતે હંમેશાં પોતાની પ્રતિભા જાળવી રાખી. ઓપનિંગ બેટ્સમેન તરીકે તક મળ્યા બાદ તેણે પોતાને એક વિશ્વસ્તરીય ખેલાડી તરીકે સાબિત કર્યો. રોહિત શર્માએ 2013માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને બાદમાં તેમને લગભગ ત્રણ વર્ષ સુધી ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરવાનો પણ મોકો મળ્યો.
𝐀 𝐦𝐚𝐣𝐨𝐫 𝐦𝐢𝐥𝐞𝐬𝐭𝐨𝐧𝐞 🙌
𝐀𝐧 𝐞𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞 𝐜𝐥𝐮𝐛 🔝Congratulations to Rohit Sharma on becoming just the 5️⃣th Indian player to play 5️⃣0️⃣0️⃣ international matches 🇮🇳#TeamIndia | #AUSvIND | @ImRo45 pic.twitter.com/BSnv15rmeH
— BCCI (@BCCI) October 19, 2025
પર્થમાં ઇતિહાસ: પર્થમાં રમાઈ રહેલી આ મેચ રોહિત શર્માની 274મી વનડે છે. આ ઉપરાંત, તેણે 67 ટેસ્ટ અને 159 T20 આંતરરાષ્ટ્રીય મેચો પણ રમી છે. રોહિત શર્મા હવે એવા મહાન ભારતીય ક્રિકેટરોની યાદીમાં સામેલ થઈ ગયા છે જેમણે 500થી વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમી છે.
500+ ઇન્ટરનેશનલ મેચ રમનારા ભારતીય દિગ્ગજો (Indian Cricketers 500 Matches)
આ ખાસ યાદીમાં જે દિગ્ગજો સામેલ છે તેમાં 'માસ્ટર બ્લાસ્ટર' સચિન તેંડુલકર ટોચ પર છે
| ક્રમ | ખેલાડીનું નામ | કુલ મેચ | રમેલી મેચોનો ફોર્મેટ | |
| 1 | સચિન તેંડુલકર (Sachin Tendulkar) | 664 | (200 ટેસ્ટ, 463 વનડે, 1 T20) | |
| 2 | વિરાટ કોહલી (Virat Kohli) | 551 | (123 ટેસ્ટ, 303+ વનડે, 125 T20) | |
| 3 | એમ.એસ. ધોની (MS Dhoni) | 538 | (90 ટેસ્ટ, 350 વનડે, 98 T20) | |
| 4 | રાહુલ દ્રવિડ (Rahul Dravid) | 509 | (164 ટેસ્ટ, 344 વનડે, 1 T20) | |
| 5 | રોહિત શર્મા (Rohit Sharma) | 500 | (67 ટેસ્ટ, 274 વનડે, 159 T20) |
સચિન તેંડુલકર સૌથી વધુ મેચ રમનાર ખેલાડી (Sachin Tendulkar Record)
સચિન તેંડુલકર ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડી છે. જ્યારે 'કેપ્ટન કૂલ' એમ.એસ. ધોની 538 મેચ સાથે ત્રીજા સ્થાને છે, જે ત્રણેય ICC ટ્રોફી જીતનાર એકમાત્ર કેપ્ટન પણ છે. 'ધ વોલ' તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડ 509 મેચ સાથે ચોથા સ્થાને છે.
આ પણ વાંચો : ક્રિકેટમાં નવા Test Twenty ફોર્મેટની તૈયારી, પૂર્વ ખેલાડીએ આપી મહિતી


