Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રોહિત શર્માનો સંકેત: 'છેલ્લી વખત સિડનીથી પ્રસ્થાન', શું હવે ઑસ્ટ્રેલિયામાં નહીં રમે?

સિડનીમાં ધમાકેદાર સદી સાથે 'પ્લેયર ઑફ ધ સીરિઝ' બન્યા બાદ રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા છોડતી વખતે ઇન્સ્ટાગ્રામ પર 'છેલ્લી વખત સિડનીથી પ્રસ્થાન' લખી મોટો સંકેત આપ્યો છે. ઓસ્ટ્રેલિયામાં 56.66ની સરેરાશ સાથે 1530 રન બનાવવાનો તેનો ધાકડ રેકોર્ડ છે. આ વિજયી પ્રદર્શને ટીકાકારોને શાંત કરી દીધા છે અને વર્લ્ડ કપ 2027 સુધી રમવાના સંકેત આપ્યા છે.
રોહિત શર્માનો સંકેત   છેલ્લી વખત સિડનીથી પ્રસ્થાન   શું હવે ઑસ્ટ્રેલિયામાં નહીં રમે
Advertisement
  • રોહિત શર્માનો ઓસ્ટ્રેલિયા છોડતી વખતે મોટો સંકેત (Rohit Sharma Australia Retirement)
  • ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું: 'છેલ્લી વખત સિડનીથી પ્રસ્થાન'
  • સિડનીમાં સદી બાદ 'પ્લેયર ઑફ ધ સીરિઝ' બન્યો
  • ઑસ્ટ્રેલિયામાં 33 મેચમાં 56.66ની સરેરાશથી 1530 રન બનાવ્યા
  • શાનદાર પ્રદર્શનથી નિવૃત્તિની તમામ અટકળો પર વિરામ મુકાયો

Rohit Sharma Australia Retirement छ સિડનીના મેદાન પર પોતાના બેટથી ધમાકો મચાવ્યા પછી ક્રિકેટર રોહિત શર્મા (Rohit Sharma)ની ચર્ચા ચોમેર થઈ રહી છે. તેણે શાનદાર ફોર્મમાં પાછા ફરતા જ વર્લ્ડ કપ 2027 (World Cup 2027)માં તેના રમવા અંગેની વાતોએ જોર પકડ્યું છે. રોહિત શર્માના ધાંસૂ શતકથી તેના કથિત વિરોધીઓના મોં બંધ થઈ ગયા છે, અને તેને ત્રણ મેચની સીરિઝમાં પ્લેયર ઑફ ધ સીરિઝ (Player of the Series) પણ પસંદ કરવામાં આવ્યો છે. જોકે, આ સિદ્ધિ વચ્ચે એક વાતની ચર્ચાએ જોર પકડ્યું છે કે રોહિત હવે કદાચ ઓસ્ટ્રેલિયામાં ક્યારેય રમશે નહીં (Rohit Sharma retirement from Australia tour)

ઇન્સ્ટાગ્રામ સ્ટોરી થઈ વાયરલ – Rohit Sharma Instagram Viral

સિડનીમાં મેચ રમીને જીત અપાવ્યાના એક દિવસ પછી, રોહિત શર્માની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી (Rohit Sharma Instagram Story) સામે આવી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ સ્ટોરીમાં રોહિતે એક રીતે સંકેત આપી દીધો છે કે હવે તે નજીકના ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયામાં રમવા માટે આવશે નહીં.

Advertisement

Advertisement

રોહિત શર્માનો ઓસ્ટ્રેલિયા છોડવાનો સંકેત – Rohit Sharma Last Time Sydney

રોહિતે પોતાની સ્ટોરીમાં લખ્યું: "છેલ્લી વખત, સિડનીથી પ્રસ્થાન કરી રહ્યો છું." એરપોર્ટ તરફ જતાં રોહિતે પોતાનો એક ફોટો પણ પોસ્ટ કર્યો, જેમાં તેની પીઠ દેખાઈ રહી છે. ચાહકોએ તરત જ આ સંકેતને પકડી લીધો છે અને માની રહ્યા છે કે રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયામાં રમવાની પોતાની સફર પૂર્ણ કરી દીધી છે.

ઑસ્ટ્રેલિયામાં હિટમેનનો બેટિંગ રેકોર્ડ – Rohit Sharma Record in Australia

ઓસ્ટ્રેલિયામાં રોહિત શર્માનો રેકોર્ડ (Rohit Sharma Australia Record) હંમેશા જબરદસ્ત રહ્યો છે.

  • તેમણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર કુલ 33 મેચ રમી છે.
  • આ દરમિયાન તેણે 56.66ની સરેરાશથી 1530 રન બનાવ્યા છે.
  • તેના બેટમાંથી છ સદી અને પાંચ અર્ધશતક આવ્યા છે.

સિડનીમાં તેણે અણનમ 121 રનની મેચ વિજેતા ઇનિંગ્સ રમીને ભારતને નવ વિકેટથી જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

વર્લ્ડ કપ 2027માં રમવાની ચર્ચા – Rohit Sharma World Cup 2027

રોહિત શર્માને કપ્તાની પરથી હટાવ્યા બાદ તેના ચાહકો નિરાશ હતા અને અટકળો લગાવી રહ્યા હતા કે 'હિટમેન' (Hitman Rohit Sharma) ને ટીમમાંથી બહાર કરવાની યોજના ચાલી રહી છે. પરંતુ રોહિત અને વિરાટ કોહલી (Virat Kohli) જેવા બે વરિષ્ઠ ખેલાડીઓના બેટ ચાલવાથી જ ટીમને જીત મળી, જેનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ બંનેમાં હજી ઘણું ક્રિકેટ બાકી છે અને તેમના અનુભવના આધારે જ ટીમને સફળતા મળવાની છે.

આ પણ વાંચો : કિંગ કોહલીએ ઇતિહાસ રચ્યો! સચિન તેંડુલકરનો વ્હાઇટ-બૉલ ક્રિકેટનો મોટો રેકોર્ડ તોડ્યો

Tags :
Advertisement

.

×