Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rohit Sharma New Car: ₹5 કરોડની Lamborghini, નંબર પ્લેટમાં ખાસ રહસ્ય

રોહિત શર્માએ પોતાના લક્ઝરી કલેક્શનમાં Lamborghini Urus SE નો ઉમેરો કર્યો છે. આ કારની કિંમત ₹5 કરોડ છે અને તેની નંબર પ્લેટ પણ ખાસ છે.
rohit sharma new car  ₹5 કરોડની lamborghini  નંબર પ્લેટમાં ખાસ રહસ્ય
Advertisement
  • ક્રિકેટર રોહિત શર્માએ ખરીદી લક્ઝુરિયસ્ કાર (Rohit Sharma New Car)
  • 5 કરોડ રૂપિયાની ખરીદી લકઝુરિયસ્ કાર
  • Lamborghini Urus SE નામની હાઇ-પરફોર્મન્સ હાઇબ્રિડ SUV ખરીદી
  • રોહિત શર્માની કારનો સોશિયલ મીડિયા વાયરલ થયો વીડિયો
  • કારની નંબર પ્લેટ અંગે રોહિત શર્માના ચાહકોમાં ચર્ચા

Rohit Sharma New Car: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma New Car)પોતાના મોંઘી ગાડીઓના કલેક્શનમાં એક વધુ શાનદાર કારનો ઉમેરો કર્યો છે. ટી-20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ રોહિત હાલ વન-ડે મેચો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ બધાની વચ્ચે તેમની નવી કારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેમની કાર પ્રત્યેની દીવાનગી ફરી એકવાર જોવા મળી છે.

નવી Lamborghini Urus SE કારની વિશેષતા (Rohit Sharma New Car)

રોહિત શર્માએ આ વખતે Lamborghini Urus SE નામની હાઇ-પરફોર્મન્સ હાઇબ્રિડ SUV ખરીદી છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત લગભગ રૂ.4.57 કરોડથી શરૂ થાય છે, જ્યારે ઓન-રોડ કિંમત લગભગ રૂ.5 કરોડ જેટલી હોવાનું અનુમાન છે. ખાસ વાત એ છે કે, રોહિતે આ SUVને આકર્ષક ઓરેન્જ કલરમાં ખરીદી છે, જે ખૂબ જ પાવરફુલ અને સ્ટાઇલિશ દેખાય છે.

Advertisement

આ કારની નંબર પ્લેટ પણ ખૂબ ખાસ છે. રોહિતે તેના માટે 3015 નંબર પસંદ કર્યો છે, જે તેના બંને બાળકોની જન્મ તારીખ સાથે જોડાયેલો છે. આ નંબર તેમની લાગણીઓને દર્શાવે છે અને ફેન્સમાં તેની ચર્ચા થઈ રહી છે.

Advertisement

વાયરલ વીડિયો અને કારનું જૂનું કનેક્શન (Rohit Sharma New Car)

રોહિતની નવી કારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેને મુંબઈના એક ડીલરશીપની બહાર જોવા મળી રહી છે. જોકે, રોહિતે પોતે હજુ સુધી કારની ડિલિવરી લેતા કોઈ સત્તાવાર તસવીર શેર કરી નથી.

ઉલ્લેખનીય છે કે, મે 2025માં રોહિતે પોતાની જૂની બ્લુ Lamborghini Urus એક ફેન્ટસી ક્રિકેટ કોન્ટેસ્ટના વિજેતાને ગિફ્ટ કરી હતી. હવે તેમની ગેરેજમાં આ નવી ઓરેન્જ SUV સાથે અન્ય એક શાનદાર કારનો ઉમેરો થયો છે, જે 800 Nm ટોર્ક અને સુપરકાર DNA ધરાવે છે.

રોહિતનું કાર કલેક્શન અને કમાણી

રોહિત શર્મા ક્રિકેટની સાથે સાથે મોંઘી અને લક્ઝરી કારના પણ શોખીન છે. તેમના કલેક્શનમાં પહેલેથી જ મર્સિડીઝ-બેન્ઝ S-ક્લાસ (રૂ.1.50 કરોડ), BMW M5 (રૂ.1.79 કરોડ) અને રેન્જ રોવર HSE LWB (રૂ.2.80 કરોડ) જેવી ગાડીઓ સામેલ છે.

કમાણીની વાત કરીએ તો, રોહિત શર્માની કુલ નેટવર્થ લગભગ રૂ.214 કરોડ છે. તેમની કમાણીનો મોટો ભાગ IPL કોન્ટ્રાક્ટ્સમાંથી આવે છે, જ્યાંથી તેમણે અત્યાર સુધીમાં રૂ.200 કરોડથી વધુ કમાણી કરી છે. આ ઉપરાંત, તેઓ ઘણા મોટા બ્રાન્ડ્સના એમ્બેસેડર છે અને એક ડીલ માટે રૂ.3.5 થી રૂ.7 કરોડ સુધી ચાર્જ કરે છે.

આ પણ વાંચો: શુભમન ગિલની જર્સી ખરીદવા માટે લાગી હોડ, લાખોની લાગી બોલી, કિંમત જાણીને ચોંકી જશો

Tags :
Advertisement

.

×