'હિટમેન'ની નવી Tesla Model Y પર Elon Muskનો વાયરલ રિએક્શન, જૂઓ વીડિયો
- ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ખરીદી નવી ટેસ્લા (Rohit Sharma Tesla)
- ટેસ્લાનું વાય મોડલ ચલાવતા રોહિત શર્માનો વીડિયો થયો વાયરલ
- ટેસ્લાના માલિક ઈલોન મસ્કે રોહિતના વીડિયો પર આપી પ્રતિક્રિયા
- કંપની શૂન્ય જાહેરાત ખર્ચ કરીને કરે છે જાહેરાત : ઈલોન મસ્ક
Rohit Sharma Tesla: : ભારત-ઑસ્ટ્રેલિયા વન-ડે સિરીઝની તૈયારીમાં વ્યસ્ત ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રોહિત શર્માની નવી લક્ઝરી કારે વિશ્વભરમાં ધૂમ મચાવી દીધી છે. 'હિટમેન' તાજેતરમાં તેમની એકદમ નવી ટેસ્લા મોડલ વાય (Tesla Model Y) ચલાવતા જોવા મળ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
જ્યારે આ વીડિયો અને તેના સંબંધિત પોસ્ટ ટેસ્લાના સહ-સ્થાપક એલન મસ્ક (Elon Musk)ના ધ્યાન પર આવી, ત્યારે તેમનો પ્રતિભાવ તરત જ વાયરલ થઈ ગયો. મસ્કે આ પોસ્ટને શૅર કરીને દર્શાવ્યું કે કેવી રીતે તેમની કંપની 'શૂન્ય' જાહેરાત ખર્ચ પર પણ અબજો રૂપિયાનું માર્કેટિંગ કરી શકે છે.
રોહિતની એક ડ્રાઇવ, ટેસ્લા માટે કરોડોનું પ્રમોશન (Rohit Sharma Tesla)
રોહિત શર્માની નવી Model Yના વીડિયો સાથેની એક પોસ્ટમાં લખ્યું હતું: "આ તે કારણ છે કે ટેસ્લાને જાહેરાત કરવાની જરૂર નથી – રોહિત શર્મા (ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કપ્તાન), જેના ઇન્સ્ટાગ્રામ પર 45 મિલિયન ફોલોઅર્સ છે, તેણે હમણાં જ નવી ટેસ્લા મોડલ વાય ખરીદી છે." આ પોસ્ટ જોઈને એલન મસ્કે તેને જાતે જ શૅર કરી હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે ટેસ્લા કેવી રીતે જાહેરાતો પાછળ પૈસા ખર્ચવાને બદલે, હાઈ-પ્રોફાઈલ હસ્તીઓના ઉત્પાદન ઉપયોગને પોતાની બ્રાન્ડ વેલ્યુમાં ફેરવી નાખે છે. રોહિત શર્માની આ એક ડ્રાઇવ ટેસ્લા માટે ભારત સહિત વિશ્વભરમાં કરોડો રૂપિયાનું પ્રમોશન બની ગઈ છે.
This is why Tesla doesn’t need to advertise - Rohit Sharma (captain of India’s national cricket team), who has 45M followers on Instagram, just bought a new Tesla Model Ypic.twitter.com/m02awSltMR https://t.co/XQSLYyo4XZ
— Teslaconomics (@Teslaconomics) October 9, 2025
ટેસ્લાના નવા, સસ્તા વેરિઅન્ટ્સ બજારમાં (Rohit Sharma Tesla)
રોહિત શર્મા દ્વારા નવી ટેસ્લા ખરીદવાની આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ટેસ્લા પોતાનું ઘટતું વેચાણ વધારવા માટે બજારમાં સસ્તા અને વધુ પોસાય તેવા (Affordable) વેરિઅન્ટ્સ લૉન્ચ કરી રહી છે. કંપનીએ ગ્રાહકોના એક મોટા વર્ગને આકર્ષવા માટે Model Y અને Model 3ના 'સ્ટાન્ડર્ડ' નામના નવા એન્ટ્રી-લેવલ વેરિઅન્ટ્સ રજૂ કર્યા છે. આ નવા વેરિઅન્ટ્સ હાલમાં ફક્ત અમેરિકન બજારમાં જ ઉપલબ્ધ છે.
Tesla Model Y Standardના મુખ્ય ફિચર્સ
- પાવર અને રેન્જની વાત કરીએ તો, આ વેરિઅન્ટમાં 69.5 kWhની નાની બેટરી યુનિટ મળે છે, જે સિંગલ ચાર્જ પર 517 કિલોમીટરની રેન્જ આપે છે અને તેની ક્ષમતા લગભગ 300hp જેટલી છે.
- ડિઝાઇન અને એક્સટીરીયરમાં, તેમાં 18-ઇંચના સ્ટાન્ડર્ડ વ્હીલ્સ આપવામાં આવ્યા છે અને હાઈ-વેરિઅન્ટમાં મળતી પેનોરમિક સનરૂફને આ મોડેલમાંથી દૂર કરવામાં આવી છે.
- ઇન્ટિરીયર અને ટેક્નોલોજીમાં, 15-સ્પીકર યુનિટને બદલે 7-સ્પીકર સેટઅપ મળે છે અને પાછળની સીટ માટેની મનોરંજન સ્ક્રીન (સેકન્ડ-રો સ્ક્રીન) પણ તેમાં ગેરહાજર છે.
- કમ્ફર્ટ અને કંટ્રોલના ફિચર્સમાં, પાછળની સીટો પર હીટિંગ ફંક્શન આપવામાં આવ્યું નથી, અને સ્ટીયરિંગ તેમજ સાઇડ મિરર્સ પણ મેન્યુઅલ છે.
આ પણ વાંચો : Hardik Pandya Girlfriend : કોણ છે મૉડલ માહિકા શર્મા, જેણે નતાશાની જગ્યા લીધી?


