Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rohit Sharma Press Conference: મેલબોર્ન ટેસ્ટ પહેલા વિરાટના ખરાબ ફોર્મ પર રોહિતે કહ્યું, દિગ્ગજો પોતાનો રસ્તો જાતે તૈયાર કરે છે

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં રોહિતે જણાવ્યું હતું કે, રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)માં પ્રેક્ટિસ દરમિયાન મારા ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી
rohit sharma press conference  મેલબોર્ન ટેસ્ટ પહેલા વિરાટના ખરાબ ફોર્મ પર રોહિતે કહ્યું  દિગ્ગજો પોતાનો રસ્તો જાતે તૈયાર કરે છે
Advertisement
  • બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ પહેલા રોહિતની પ્રેસ કોન્ફરન્સ
  • રોહિતના ડાબા ઘૂંટણમાં ઈજા અંગે અનેક પ્રકારની આશંકા
  • બેટિંગ ક્રમમાં રોહિતના સ્થાન અંગે શંકા
  • રોહિતે કોહલીના ફોર્મ પર પોતાનો મત વ્યક્ત કર્યો
  • દિગ્ગજો પોતાનો રસ્તો જાતે તૈયાર કરે છે

IND vs AUS Boxing Day Test 2024: 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં રોહિતે જણાવ્યું હતું કે, રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)માં પ્રેક્ટિસ દરમિયાન મારા ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી અને આ અંગે અનેક પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ભારતીય કેપ્ટને ઘૂંટણની ઈજાને લઈને વ્યક્ત કરવામાં આવી રહેલી આશંકાઓને ફગાવી દીધી છે. તેણે આજે (મંગળવારે) કહ્યું કે, હું સંપૂર્ણપણે ફિટ છું, પરંતુ તેણે બેટિંગ ક્રમમાં તેના સ્થાન અંગે શંકા જાળવી રાખી હતી. આ સાથે જ તેણે કોહલીના ફોર્મ પર પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

બેટિંગ પોઝિશન બદલાવ રોહિત માટે સારો નહોતો

રોહિત તેના બીજા બાળકના જન્મને કારણે પ્રથમ ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો. તે આગામી મેચમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે વાપસી કરવાનો હતો, પરંતુ કેએલ રાહુલે પર્થમાં 77 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે ભારતીય કેપ્ટનને છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા ઉતરવું પડ્યું હતું. જોકે, આ ફેરફાર રોહિત માટે સારો રહ્યો નથી અને અત્યાર સુધી તેણે ત્રણ ઇનિંગ્સમાં માત્ર 19 રન બનાવ્યા છે. બીજી તરફ, રાહુલે ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 84 રન બનાવીને ટોપ ઓર્ડર પર પોતાનો દાવો મજબૂત કર્યો હતો.

Advertisement

વિરાટ કોહલીના ખરાબ ફોર્મ પર રોહિતે શું કહ્યું?

ભારતીય કેપ્ટને કહ્યું કે, તે ટીમ માટે જે શ્રેષ્ઠ હશે તે કરશે. તેણે કહ્યું, 'કોણ ક્યાં બેટિંગ કરશે તેની ચિંતા ન કરો. અમારે આ વિશે વિચારવાની જરૂર છે અને આ એવી વસ્તુ નથી જેની હું અહીં ચર્ચા કરું છું. અમે ટીમ માટે જે શ્રેષ્ઠ હશે તે કરીશું. જ્યારે વિરાટ કોહલીના ખરાબ ફોર્મ અને ઓફ-સ્ટમ્પની બહાર જતા બોલ રમવામાં મુશ્કેલી વિશે પૂછવામાં આવ્યું ત્યારે રોહિતે કહ્યું કે, કોહલી અનુભવી બેટ્સમેન છે તે આમાંથી નિકળવાનો રસ્તો શોધી લેશે.

Advertisement

કોહલી પર કહ્યું- દિગ્ગજો પોતાનો રસ્તો જાતે તૈયાર કરે છે

તેણે કહ્યું, 'તમે કોહલીના ઓફ સ્ટમ્પ વિશે વાત કરી રહ્યા છો. તમે વર્તમાન સમયના દિગ્ગજ બેટ્સમેનની વાત કરી રહ્યા છો. આધુનિક યુગના મહાન બેટ્સમેન પોતાનો રસ્તો જાતે તૈયાર કરે છે.' કોહલીએ પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી, પરંતુ બીજી ટેસ્ટમાં તે માત્ર 7 અને 11 રન બનાવી શક્યો હતો, જ્યારે ત્રીજી ટેસ્ટ મેચની એકમાત્ર ઇનિંગમાં તે ત્રણ રન બનાવીને આઉટ થયો હતો.

યશસ્વી જયસ્વાલનો રન બનાવવા માટે સંઘર્ષ

પ્રથમ ટેસ્ટ મેચમાં 161 રનની ઇનિંગ રમ્યા બાદ યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ પણ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ રોહિતે કહ્યું કે, તેને તેની પોતાની રીતે રમત રમવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તેણે કહ્યું, 'અમે જયસ્વાલની માનસિકતા બદલવા માંગતા નથી. તે પોતાની બેટિંગને અન્ય કોઈ કરતા વધુ સારી રીતે સમજે છે. અમે તેને મુક્તપણે રમવા માટે પ્રોત્સાહિત કરીશું.

આ પણ વાંચો: SGVP ગ્રાઉન્ડમાં Celebrity Super Six ની મેચ રમાઈ, માઈટી સ્ટાર્સ અમદાવાદનો રોમાંચક વિજય

Tags :
Advertisement

.

×