RR vs LSG: રાજસ્થાને લખનૌનું ટેન્શન વધાર્યું, ઋષભ પંત 3 રન બનાવીને આઉટ થયો
- RR vs LSG વચ્ચે મુકાબલો
- જયપુર ખાતે રમાઈ રહી છે મેચ
- LSG ટોસ જીતી બેટીંગ પસંદ કરી
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. આ IPL સીઝનની આ 36મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
આ મેચમાં ટોસ જીત્યા બાદ લખનૌના કેપ્ટન ઋષભ પંતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન ટીમનો સંજુ સેમસન ઈજાના કારણે આ મેચમાં રમી રહ્યો નથી. તેમના સ્થાને રિયાન પરાગ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. વૈભવ સૂર્યવંશી IPLમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો. તેણે આજે પોતાનું ડેબ્યૂ કર્યું. 9 ઓવર પછી લખનૌનો સ્કોર 63-3 છે.
રાજસ્થાન રોયલ્સ (પ્લેઇંગ ઇલેવન): યશસ્વી જયસ્વાલ, શુભમ દુબે, રિયાન પરાગ (કેપ્ટન), નીતિશ રાણા, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરાંગા, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષ્ણ, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે
લખનૌ સુપર જાયન્ટ્સ (પ્લેઇંગ ઇલેવન): એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, ઋષભ પંત, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, રવિ બિશ્નોઇ, શાર્દુલ ઠાકુર, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ રાઠી, અવેશ ખાન.
આ સિઝન રાજસ્થાન રોયલ્સ માટે અત્યાર સુધી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. ટીમે અત્યાર સુધી સાતમાંથી માત્ર બે મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સ સામે સુપર ઓવરમાં છેલ્લી મેચ હાર્યા બાદ ટીમનો આત્મવિશ્વાસ ડગમગી ગયો છે. સતત બદલાતા બેટિંગ ક્રમ અને ડેથ ઓવરોમાં નબળી બોલિંગે ટીમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.
આ પણ વાંચોઃCSK માં અચાનક આ ખેલાડીની થઈ એન્ટ્રી!
હેડ ટુ હેડમાં કોનો હાથ ઉપર છે?
અત્યાર સુધીમાં બંને ટીમો વચ્ચે પાંચ મેચ રમાઈ છે, જેમાં રાજસ્થાન ચાર વખત જીત્યું છે. લખનૌને આ મેદાન પર એકમાત્ર વિજય 2023 માં મળ્યો હતો.
આ પણ વાંચોઃKL RAHUL અને આથિયા શેટ્ટીએ તેમની પરીનું રાખ્યું આ સુંદર નામ!