Arjun Tendulkar : સચિન તેંડુલકરના દીકરા અર્જુનની થઈ સગાઈ
Arjun Tendulkar : ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રનોનો રેકોર્ડ સર્જનારા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની (Arjun Tendulkar)સગાઈ થઈ ગઈ છે. અર્જુન તેંડુલકરની સગાઈ રવિ ઘઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે થઈ છે. અર્જુન અને સાનિયાની સગાઈ એક ખાનગી સમારોહમાં થઈ હતી. બંને પરિવારના નજીકના સભ્યો અને મિત્રોએ સગાઈમાં હાજરી આપી હતી. ઘઈ પરિવાર મુંબઈનો એક મોટો અને પ્રખ્યાત બિઝનેસ પરિવાર છે. તેઓ ઇન્ટરકોન્ટિનેન્ટલ મરીન ડ્રાઇવ હોટેલ અને બ્રુકલિન ક્રીમરી (લો-કેલરીવાળી આઈસ્ક્રીમ બ્રાન્ડ)ના માલિક છે.
એકપણ મેચ રમવાનો મોકો ન મળ્યો. (Arjun Tendulkar )
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં અર્જુન તેંડુલકરનું પ્રદર્શન ખૂબ જ સીમિત રહ્યું કારણ કે આખી ટૂર્નામેન્ટમાં તેમને એકપણ મેચ રમવાનો મોકો ન મળ્યો. મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ મેગા ઓક્શનમાં તેમણે 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ પર રિટેન કર્યું હતું, પરંતુ ટીમ મેનેજમેન્ટે તેમને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ નથી કર્યા. આ કારણે તેમના નામે કોઈ રન, વિકેટ કે અન્ય આંકડા દાખલ નથી થઈ શક્યા અને તેમની આખી સીઝન બેન્ચ પર વીતી ગઈ.
🚨REPORTS🚨
According to reports, Arjun Tendulkar has got engaged to Saaniya Chandok, the granddaughter of prominent Mumbai businessman Ravi Ghai!♥️💍🎀#ArjunTendulkar #Cricket #SaaniyaChandok pic.twitter.com/NC0D6ktOsl
— Jashan (@Jxshan18) August 13, 2025
આ પણ વાંચો -Corbin Bosch સામે ICCની મોટી કાર્યવાહી, ખોટા કામ બદલ ફટકાર્યો દંડ
અર્જુન તેંડુલકરે અત્યાર સુધી 17 ફર્સ્ટ ક્લાસ, 18 લિસ્ટ-એ અને 24 ટી20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસ મેચોમાં અર્જુને 33.51ની સરેરાશથી 37 વિકેટ ઝડપી છે. જ્યારે 23.13ની એવરેજથી 532 રન બનાવ્યા. ત્યારે લિસ્ટ-એ ક્રિકેટમાં અર્જુનના નામે 25 વિકેટ (31.2ની સરેરાશ) અને 102 રન (17ની સરેરાશ) નોંધાયા છે.
આ પણ વાંચો -2030 Commonwealth Games :ઓલિમ્પિક પહેલા ગુજરાતમાં કોમનવેલ્થ યોજવા તૈયારી
અર્જુન તેંડુલકરનો શું છે IPL રેકોર્ડ?
ટી20 ક્રિકેટમાં 25 વર્ષના અર્જુન તેંડુલકરે 25.07ની સરેરાશથી 27 વિકેટ ઝડપી છે. સાથે જ 13.22ની સરેરાશથી 119 રન બનાવ્યા છે. અર્જુન ઘરેલૂ ક્રિકેટમાં ગોવાની ટીમનો ભાગ છે. આ અગાઉ તે મુંબઈ માટે રમતો હતો. જોવામાં આવે તો અર્જુને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે અત્યાર સુધીમાં 5 મેચ રમી છે, જેમાંથી તેમના નામે 3 વિકેટ અને 13 રન નોંધાયેલા છે.


